Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Ahmedabad News: GLS યુનિવર્સિટી અને SAE ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ભારતમાં પ્રથમ 'ગ્લોબલ બી. ડિઝાઇન' પ્રોગ્રામ લોન્ચ કર્યો

    5 months ago

    1

    0

    ગુજરાત લો સોસાયટી (GLS) દ્વારા 1927માં સ્થપાયેલી આ પ્રતિષ્ઠિત GLS યુનિવર્સિટીએ ઓસ્ટ્રેલિયાની અગ્રણી SAE ઇન્સ્ટિટ્યૂટ સાથે મળીને ભારતનો પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન (ઓનર્સ) પ્રોગ્રામ લોન્ચ કર્યો છે. આ લોન્ચિંગ ભારતમાં ક્રિએટીવ મીડિયા શિક્ષણ માટે એક સીમાચિહ્નરૂપ ઐતિહાસિક ક્ષણ છે.વૈશ્વિક સ્તરની બેન્ચમાર્ક વિશેષતાઓ આ ચાર વર્ષનો ઇનોવેટીવ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામ એનિમેશન, VFX અને ગેમ ડેવલપમેન્ટમાં વૈશ્વિક સ્તરની બેન્ચમાર્ક વિશેષતાઓ પ્રદાન કરે છે અને GLS યુનિવર્સિટી ભારતની એકમાત્ર સંસ્થા છે જે SAE ઈન્સ્ટીટ્યૂટના આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત અભ્યાસક્રમ અને પ્રમાણપત્ર પ્રદાન કરવા માટે અધિકૃત છે. ક્રિએટીવ મીડિયા ટેકનોલોજી શિક્ષણમાં વૈશ્વિક અગ્રણી GLS યુનિવર્સિટીના પ્રમુખ સુધીર નાણાવટી અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ડૉ.ચાંદની કાપડિયાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમના લોન્ચ માટેનો ઔપચારિક હસ્તાક્ષર સમારોહ યોજાયો હતો. SAE ઇન્સ્ટિટ્યૂટ જે નેવિટાસ ગ્રુપનો એક ભાગ છે અને 50 વર્ષથી ક્રિએટીવ મીડિયા ટેકનોલોજી શિક્ષણમાં વૈશ્વિક અગ્રણી છે તે ભારતમાં ઔપચારિક પ્રવેશ દર્શાવે છે. GLSની શૈક્ષણિક કુશળતાને SAE ઈન્સ્ટીટ્યૂટની પાંચ દાયકાની વિશ્વ-સ્તરીય, પ્રેક્ટિસ-આધારિત તાલીમ સાથે જોડીને ઇન્ડસ્ટ્રી-રેડી ગ્રેજ્યુએટ તૈયાર કરવાનો છે. ગ્લોબલ ક્રિએટીવ સ્ટુડિયોના ટુલ્સનો ઉપયોગ આ અભ્યાસક્રમ પ્રોજેક્ટ-આધારિત માળખા દ્વારા હૈન્ડ્ઝ-ઓન-લર્નિંગ પર ભાર મૂકે છે, જેથી વિદ્યાર્થીઓ પહેલા દિવસથી જ સ્ટેટ-ઓફ-ધી-આર્ટ સ્ટુડિયો અને અગ્રણી ગ્લોબલ ક્રિએટીવ સ્ટુડિયોના ટુલ્સનો ઉપયોગ કરીને વ્યવહારુ કુશળતા વિકસાવી શકે. વૈશ્વિક તકો અને રોજગારક્ષમતા આ પ્રોગ્રામ વિદ્યાર્થીઓને ઇન્ટરનેશનલ ઇમર્શન અને એક્સચેંજની તકો પણ પ્રદાન કરે છે. જેનાથી તેમને મૂલ્યવાન વૈશ્વિક પરિપ્રેક્ષ્ય મળે છે. ગ્રેજ્યુએટ્સને GLS યુનિવર્સિટી દ્વારા બી. ડિઝાઇન (ઓનર્સ) તરીકે માન્યતા પ્રાપ્ત SAE ઇન્સ્ટિટ્યૂટ ક્વોલિફિકેશન મળશે. આ એક આંતરરાષ્ટ્રીય સ્તરે માન્યતા પ્રાપ્ત પ્રમાણપત્ર છે, જે વૈશ્વિક રોજગારક્ષમતા અને કરિયર મોબિલિટી વધારે છે. 1,000+ ઇન્ડસ્ટ્રીઝ કનેક્શનના વ્યાપક નેટવર્ક વિદ્યાર્થીઓને GLS યુનિવર્સિટીના 1,000+ ઇન્ડસ્ટ્રીઝ કનેક્શનના વ્યાપક નેટવર્કનો પણ લાભ મળશે, જે તેમને એનિમેશન, VFX અને ગેમિંગમાં ટોચની કંપનીઓ સાથે ઇન્ટર્નશીપ અને રોજગારની ઉત્તમ ઍક્સેસ પ્રદાન કરશે. વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો
    Click here to Read more
    Prev Article
    Pariksha Pe Charcha 2026 : તમારે પીએમ મોદીને પરીક્ષાના તણાવ સંબંધિત પ્રશ્ન પુછવો છે ? તો આ રીતે કરો રજીસ્ટ્રેશન
    Next Article
    CBSEમાં મર્જ નહીં થાય સ્ટેટ બોર્ડ; સરકારે સંસદમાં આપી સ્પષ્ટતા, જાણો શું છે NEP 2020નો નિર્ણય

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment