કોવિડ વેક્સિનના કારણે યુવાનોમાં ઓચિંતા મોત વધ્યા? AIIMS અને ICMRના સ્ટડીમાં ઘટસ્ફોટ
5 months ago
AIIMS-ICMR Study: કોવિડ કાળ પછી દેશભરમાં મોતને ભેટી રહેલા યુવાનોના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે, જે માટે કોવિડની રસીને જવાબદાર માનવામાં આવતી રહી છે. જોકે, એક નવા અભ્યાસમાં યુવાનોના અચાનક મૃત્યુ અને કોવિડ રસીકરણ વચ્ચેના સંબંધને નકારવામાં આવ્યો છે. તબીબી શિક્ષણ અને સંશોધન સંસ્થા ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સ (AIIMS) અને ભારત સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળની બાયોમેડિકલ સંશોધન સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા હાથ ધરવામાં આવેલા વ્યાપક અભ્યાસનું તારણ એવું કહે છે કે, અચાનક થયેલા મૃત્યુ માટે હૃદય રોગ અને ધૂમ્રપાન તથા દારુનું સેવન કારણભૂત છે.વેક્સિન અને અચાનક મૃત્યુ વચ્ચે કોઈ સંબંધ નહીંAIIMS-ICMR દ્વારા કરાયેલો આ અભ્યાસ તાજેતરમાં 'ઇન્ડિયન જર્નલ ઑફ મેડિકલ રિસર્ચ'માં પ્રકાશિત થયો છે.
Click here to Read more

