Air India Emergency landing: બેંગલુરુ-દિલ્હી Air India ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ
3 weeks ago
મળેલી માહિતી મુજબ, આ ઇમરજન્સીની સ્થિતિ Air Indiaની ફ્લાઇટ નંબર AI 2802 (બેંગલુરુથી દિલ્હી)માં સર્જાઈ હતી. જોકે રાહતની વાત એ રહી કે વિમાનને દિલ્હી એરપોર્ટના રનવે નંબર 29R પર સુરક્ષિત રીતે ઉતારી લેવામાં આવ્યું હતું અને તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત રહ્યા હતા.તમામ મુસાફરો સંપૂર્ણપણે સુરક્ષિત એરસાઇડ ઓપરેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ (ODM)ની ટીમ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને વિમાનની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં વિમાનમાં આગ લાગી હોવાની કોઈ ઘટના સામે આવી નહોતી.ઉડાન દરમિયાન પાયલોટે અચાનક એન્જિનમાં આગ લાગ્યાનો એલર્ટ જાહેર કર્યો સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉડાન દરમિયાન પાયલોટે અચાનક એન્જિનમાં આગ લાગ્યાનો એલર્ટ જાહેર કર્યો હતો અને ATC પાસેથી તાત્કાલિક લેન્ડિંગની મંજૂરી માંગી હતી. માહિતી મળતા જ એરપોર્ટ પ્રશાસન હાઇ એલર્ટ પર આવી ગયું હતું અને રનવે પાસે ફાયર ટેન્ડર તેમજ ઇમરજન્સી ટીમોને તૈનાત કરવામાં આવી હતી. વિમાનને રનવે પર જ રોકવામાં આવ્યું ટેક્નિકલ ખામીની આશંકાને કારણે વિમાનને રનવેથી સ્ટેન્ડ સુધી લઈ જવા માટે ટોઇંગ કરવાની જરૂર પડી હતી. સુરક્ષા ધોરણોને ધ્યાનમાં રાખીને વિમાનને રનવે પર જ રોકવામાં આવ્યું અને સંપૂર્ણ તપાસ બાદ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ ઘટનાનો દિલ્હી એરપોર્ટના સામાન્ય કામગીરી પર કોઈ અસર પડી નહોતી અને તમામ ફ્લાઇટ્સની અવરજવર સામાન્ય રીતે ચાલુ રહી હતી. આ પણ વાંચો: PM મોદીએ મંત્રિઓ સાથે કરી મહાબેઠક, મિડલ ઇસ્ટ સંકટ જેવા મુદ્દા પર રણનીતિ તૈયાર
Click here to Read more