Ananya Panday ભરતનાટ્યમ ડાન્સ કરવા મામલે થઈ પર ટ્રોલ, કંગનાની પોસ્ટ બાદ મામલો ગરમાયો
3 weeks ago
બોલીવૂડની ‘ક્વીન’ તરીકે ઓળખાતી કંગના રનૌત ફરી એકવાર પોતાના નિવેદનને લઈને ચર્ચામાં આવી છે. અભિનેત્રી અનન્યા પાંડે પર સીધું નામ લીધા વગર તેમણે કટાક્ષ કર્યો છે, જે સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યો છે. હાલમાં જ અનન્યા પાંડેની ફિલ્મ ‘ચાંદ મેરા દિલ’નો એક ડાન્સ સીન સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયો છે, જેમાં તે ભરતનાટ્યમ કરતી જોવા મળે છે. જોકે આ ડાન્સને લઈને તેમને યુઝર્સ તરફથી ટ્રોલિંગનો સામનો કરવો પડી રહ્યો છે.વૈજ્યંતીમાલાનો એક જૂનો ક્લાસિકલ ડાન્સ વીડિયો શેર કર્યો આ જ વચ્ચે કંગના રનૌતે પોતાના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર દિગ્ગજ અભિનેત્રી વૈજ્યંતીમાલાનો એક જૂનો ક્લાસિકલ ડાન્સ વીડિયો શેર કર્યો હતો. આ પોસ્ટ સાથે તેમણે એક ખાસ સંદેશ પણ લખ્યો હતો, જેમાં તેમણે કલાકારની કાબેલિયત અને પ્રતિભાની પ્રશંસા કરી હતી. કંગનાએ લખ્યું હતું કે કેટલાક લોકો સામાન્ય નથી હોતા, તેઓ દિવ્ય હોય છે અને તેમની કદર કરવી જોઈએ. કંગનાએ નામ લીધા વગર નિશાન તાક્યું કંગનાની આ પોસ્ટને સોશિયલ મીડિયા યુઝર્સે અનન્યા પાંડેના તાજેતરના ડાન્સ પર કટાક્ષ તરીકે જોયું છે. યુઝર્સનું માનવું છે કે કંગનાએ નામ લીધા વગર સ્ટાર કિડ્સની પ્રતિભા પર ફરી પ્રશ્ન ઊભા કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ પહેલી વાર નથી જ્યારે કંગના રનૌતે અનન્યા પાંડે પર ટિપ્પણી કરી હોય. અગાઉ પણ બંને વચ્ચે સોશિયલ મીડિયા અને ઇન્ટરવ્યુઝમાં આવી ચર્ચાઓ થઈ ચૂકી છે. હાલ અનન્યા પાંડેનો ડાન્સ વીડિયો સતત ટ્રેન્ડ કરી રહ્યો છે અને તેને લઈને અલગ-અલગ પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. આ પણ વાંચો : Aishwarya Rai Cannes 2026: સફેદ આઉટફિટમાં કાન્સથી એશ્ચર્યાનો બોલ્ડ લુક, પાપારાઝીને આપ્યા અનોખા પોઝ
Click here to Read more
