Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    BAN vs AUS : બાંગ્લાદેશે 21 વર્ષ પછી ઓસ્ટ્રેલિયાને ધૂળ ચટાડી! ફાસ્ટ બોલિંગ અને બેટિંગના દમ પર રચ્યો નવો ઇતિહાસ

    4 hours from now

    1

    0

    BAN vs AUS ODI : ક્રિકેટના મેદાનમાં ક્યારેક એવા ઉલટફેર જોવા મળે છે જે ઈતિહાસના પાના પર સુવર્ણ અક્ષરે લખાઈ જાય છે. વર્ષ 2005 માં કાર્ડિફના મેદાન પર બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવીને જગત આખાને ચોંકાવી દીધું હતું, જેને 'કાર્ડિફ મિરેકલ' કહેવાય છે. બરાબર 21 વર્ષ પછી, બાંગ્લાદેશે ફરી એકવાર એ જ ઈતિહાસનું પુનરાવર્તન કરીને મજબૂત ઓસ્ટ્રેલિયન ટીમને પ્રથમ વનડે મેચમાં 86 રને હરાવ્યું. ઢાકાના શેર એ બાંગ્લા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે માત્ર જીત મેળવી નથી, પરંતુ સમગ્ર મેચમાં ઓસ્ટ્રેલિયા પર સંપૂર્ણ દબદબો જાળવી રાખ્યો હતો. આ જીતના બે અસલી હીરો રહ્યા મોસાદ્દેક હુસૈન અને નાહિદ રાણા. ચાર વર્ષ પછી ટીમમાં વાપસી કરનાર ઓલરાઉન્ડર મોસાદ્દેક હુસૈને અણનમ 86 રન કર્યા અને 2 વિકેટ ઝડપી. જ્યારે 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરનાર યુવા સ્પીડ સ્ટાર નાહિદ રાણા કે જેણે 4 વિકેટ ઝડપી.  મોસાદ્દેકનું તોફાન અને શાનતોની શાનદાર બેટિંગ ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ઓપનર સૈફ હસન માત્ર 2 રને આઉટ થઈ ગયો હતો. પરંતુ ત્યારબાદ તંઝીદ હસન અને કેપ્ટન નજમુલ હુસૈન શાનતો (67 રન) વચ્ચે બીજી વિકેટ માટે 96 રનની મજબૂત ભાગીદારી થઈ હતી. એક સમયે 140 રન પર 4 વિકેટ પડી ગયા બાદ ટીમ મુશ્કેલીમાં દેખાતી હતી, પરંતુ સાતમા નંબરે બેટિંગ કરવા આવેલા મોસાદ્દેક હુસૈને મેચનું પાસું પલટી નાખ્યું હતું. તેણે માત્ર 70 બોલમાં 7 ચોગ્ગા અને 3 આકાશચુંબી છગ્ગાની મદદથી અણનમ 86 રનની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમી બાંગ્લાદેશનો સ્કોર 284 સુધી પહોંચાડ્યો. જોકે ઓસ્ટ્રેલિયાની ખરાબ ફિલ્ડિંગે પણ આમાં ભાગ ભજવ્યો કારણ કે કાંગારૂઓએ મોસાદ્દેકના 3 કેચ છોડ્યા હતા. નાહિદ રાણાની 150 Kph ની સ્પીડ સામે કાંગારૂઓ ઘૂંટણિયે 285 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયન ટીમની શરૂઆત ખરાબ રહી. તસ્કીન અહેમદે મેચના પહેલા જ બોલ પર મેટ શોર્ટને શૂન્ય રને બોલ્ડ કરી દીધો હતો. ત્યારબાદ આગલી ઓવરમાં મુસ્તફિઝુર રહેમાને માર્નસ લાબુશેનને LBW કરીને ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી દીધું હતું. અસલી ખેલ ફાસ્ટ બોલર નાહિદ રાણાએ કર્યો તેણે ઓસ્ટ્રેલિયાના કેપ્ટન જોશ ઇંગ્લિસને આઉટ કરીને મેદાન પર આક્રમક જશ્ન મનાવ્યો, જેના કારણે બંને ખેલાડીઓ વચ્ચે થોડી બોલાચાલી પણ થઈ હતી.  રાણાએ સતત 146 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલિંગ કરીને ઓસ્ટ્રેલિયન બેટર્સને હલવા પણ ન દીધા. એલેક્સ કેરી (47 રન) સેટ થઈ રહ્યો હતો ત્યારે રાણાએ તેને પોતાની સ્પીડથી હરાવીને વિકેટકીપરના હાથે કેચ આઉટ કરાવ્યો. રાણાએ માત્ર 41 રન આપીને 4 મહત્વની વિકેટો ઝડપી કાંગારૂ બેટિંગ લાઇનઅપની કમર તોડી નાખી હતી. વૈભવ સૂર્ચવંશીના મિત્ર અયાન રાજની આક્રમક બેટિંગ, 35 ફોર અને 9 સિક્સર સાથે 83 બોલમાં બેવડી સદી ફટકારી ઓસ્ટ્રેલિયા તરફથી કેમેરોન ગ્રીને અણનમ 52 રન બનાવીને થોડી લડત આપી હતી, પરંતુ વાવાઝોડા અને વરસાદના કારણે મેચ અટકાવવી પડી ત્યારે ઓસ્ટ્રેલિયાનો સ્કોર 9 વિકેટે 191 રન હતો. ડકવર્થ-લુઈસ (DLS) નિયમ મુજબ બાંગ્લાદેશને 86 રનથી વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશની ઈતિહાસમાં માત્ર બીજી જીત ઓસ્ટ્રેલિયા સામે બાંગ્લાદેશની ઈતિહાસમાં માત્ર બીજી જીત છે. આ પહેલા 2005 માં બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને કાર્ડિફમાં વનડેમાં હરાવ્યું હતું. આ જીત પૂરા 21 વર્ષના લાંબા ગાળા પછી મળી છે. નાહિદ રાણા અત્યારે કરિયરના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે. આ મેચમાં 4 વિકેટ લેતા પહેલા, તેણે છેલ્લા 3 મહિનામાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રણ વખત 5 વિકેટ લીધી છે.  આ જીત સાબિત કરે છે કે બાંગ્લાદેશની ટીમ હવે હોમ ગ્રાઉન્ડ પર કોઈ પણ મોટી ટીમને હરાવવાની તાકાત રાખે છે. ઓસ્ટ્રેલિયા જેવી વર્લ્ડ ચેમ્પિયન ટીમનું ફિલ્ડિંગમાં 4 કેચ છોડવા અને શરૂઆતની ત્રણ વનડે ઇનિંગ્સમાં સતત શૂન્ય રને ઓપનિંગ પાર્ટનરશિપ ગુમાવવી એ તેમની નબળાઈ દર્શાવે છે. બીજી તરફ, એશિયન કન્ડિશનમાં 150 Kph ની સ્પીડથી બોલિંગ કરનાર નાહિદ રાણા આગામી સમયમાં વિશ્વના દિગ્ગજ બેટર્સ માટે મોટો ખતરો સાબિત થવા તૈયાર છે.  
    Click here to Read more
    Prev Article
    Honasa shares jump 6% on Rs 5,500 crore revenue target by FY31. What is Goldman Sachs saying?
    Next Article
    ‘Friend And Guide’: Shatrughan Sinha’s Praise For PM Modi Sparks Buzz Amid TMC Crisis

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment