Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Beauty Tips: સનસ્ક્રીન માત્ર ચહેરો નહીં, શરીરના આ અંગો પર પણ લગાવવી જરૂરી, જાણો ત્વચા મુજબ કેવી Sunscreen વાપરવી?

    4 hours from now

    1

    0

    Sunscreen UV Protection Tips : ઘણા લોકો સૂર્યના હાનિકારક યુવી કિરણોથી શરીરનું રક્ષણ કરવા માટે સનસ્ક્રીન લગાવે છે. ઘણીવાર લોકો ફક્ત ચહેરા પર સનસ્ક્રીન લગાવીને પોતાને સૂર્યથી સુરક્ષિત હોવાનું માને છે, જ્યારે યુવી કિરણો શરીરના દરેક ખુલ્લા ભાગને નુકસાન પહોંચાડી શકે છે. યુવી કિરણ ત્વચાની અકાળ વૃદ્ધત્વનું કારણ બને છે, જ્યારે યુવીબી ત્વચાને બાળીને સનબર્ન અને ટેનિંગનું કારણ બને છે. લાંબા સમય સુધી સૂર્યના સંપર્કમાં આવવાથી સનબર્ન, અકાળ કરચલીઓ, પિગ્મેંટેશન અને સ્કીન કેન્સરનું જોખમ વધી શકે છે. તેથી, નિષ્ણાતો શરીરના તમામ ખુલ્લા ભાગો પર સનસ્ક્રીન લગાવવાની ભલામણ કરે છે. જો તમે આ જોખમોને ટાળવા માંગતા હો, તો સૌથી પહેલા એવી સનસ્ક્રીન પસંદ કરો જે યુવીએ અને યુવીબી બંને સામે રક્ષણ આપે છે. પછી તમારે ધ્યાન આપવું પડશે કે ચહેરા ઉપરાંત શરીરના ક્યા ભાગોની અવગણના ન કરવી. તડકામાં બહાર જતા પહેલા તમારે શરીરના આ ભાગ પર સનસ્ક્રીન લગાવવી પડશે. જર્નલ ઓફ ધ અમેરિકન એકેડેમી ઓફ ડર્મેટોલોજીમાં પ્રકાશિત થયેલા અભ્યાસ મુજબ, સનસ્ક્રીન સૂર્યના સંપર્કમાં આવતા પહેલા અને પછી 15 થી 30 મિનિટ ખુલ્લી ત્વચા પર લગાવવી જોઈએ. શરીરના કયા ભાગોમાં સનસ્ક્રીન લગાવવી જોઈએ? ગરદન : આ ભાગ ઘણીવાર સીધો સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે, પરંતુ લોકો તેના પર ધ્યાન આપતા નથી. અહીં સનસ્ક્રીન લગાવવાનું ભૂલી જાય છે. જેનાથી ટેનિંગ, કરચલી અને ત્વચાનો રંગ અસમાન થઇ જાય છે. કાન : કાનની ત્વચા પાતળી હોય છે અને સરળતાથી સનબર્નનો શિકાર બની શકે છે. બહાર નીકળતા પહેલા કાનના આગળના અને પાછળના બંને ભાગમાં સનસ્ક્રીન લગાવો. હાથ : તમારે પર પણ સનસ્ક્રીન લગાવવું જોઈએ. ખાસ કરીને ડ્રાઇવિંગ કરતી વખતે અથવા બહાર તડકામાં જાવો ત્યારે લાવવી જોઇએ. પગના પંજાની ઉપરનો ભાગ : જે લોકો સેન્ડલ અથવા ચપ્પલ પહેરે છે, તેમના માટે પગના ઉપરના ભાગ પર સૂર્યકિરણો પડે છે. તેનાથી સનબર્ન અને ટેનિંગનું જોખમ વધે છે. હોઠ : તમને વાંચીને વિચિત્ર લાગશે પરંતુ હોઠને પણ યુવી કિરણોથી બચાવવાની જરૂર હોય છે. એસપીએફ ધરાવતા લિપ બામનો ઉપયોગ કરો. માથું અને વાળ : જે લોકોના વાળ પાતળા હોય છે અથવા માથાનો એક ભાગ ખુલ્લો રાખે છે તેમને પણ ખોપરી ઉપરની ચામડી પર સુરક્ષાની જરૂર હોય છે. આ માટે એસપીએફ સ્પ્રે અથવા કેપનો ઉપયોગ કરો. છાતી અને ખભા : જો તમે અડધી બાંચ અથવા ડીપ નેક વાળા કપડાં પહેરો છો, તો આ ભાગ સીધા સૂર્યપ્રકાશના સંપર્કમાં આવે છે અને ઝડપથી ટેનિંગ થઈ શકે છે. શરીરના આ ભાગ પર સનસ્ક્રીન લગાવો. શરીરના જુદા જુદા ભાગોમાં કેટલી સનસ્ક્રીન લગાવવી જોઈએ? ચહેરા અને ગરદન માટે આ બંને જગ્યા પર લગભગ બે આંગળી જેટલી (Two Finger Rule) સનસ્ક્રીન લગાવવી પૂરતી માનવામાં આવે છે. આખા શરીર માટે આખા શરીર માટે લગભગ 30 થી 35 મિલિલિટર (લગભગ 6 થી 8 ચમચી) સનસ્ક્રીન આખા શરીરને આવરી લેવા માટે પૂરતી માનવામાં આવે છે. સનસ્ક્રીન ક્યારે અને કેવી રીતે લગાવવી? ઘરની બહાર નીકળવાના 15-30 મિનિટ પહેલા સનસ્ક્રીન લગાવો. ઓછામાં ઓછા SPF 30 અને બ્રોડ સ્પેક્ટ્રમ (UVA + UVB) સનસ્ક્રીન પસંદ કરો. જો તમે બહાર છો, પરસેવો થાય છે અથવા તરવૈયા છો, તો દર 2 કલાકે સનસ્ક્રીન લગાવવી જોઇએ. વાદળછાયું વાતાવરણ હોય તેવા દિવસોમાં સનસ્ક્રીન લગાવવી જરૂરી છે, કારણ કે યુવી કિરણો વાદળોને પાર કરી શકે છે. કઇ સનસ્ક્રીન પસંદ કરવી? ઓઈલી સ્કિન : જેલ અથવા મેટ ફિનિશ સનસ્ક્રીન શુષ્ક ત્વચા : મોઇશ્ચરાઇઝિંગ સનસ્ક્રીન સંવેદનશીલ સ્કીન : મિરલ (ઝિંક ઓક્સાઇડ / ટાઇટેનિયમ ડાયોક્સાઇડ) સનસ્ક્રીન બહાર વધુ સમય વિતાવતા લોકો માટે : SPF 50 અને વોટર રેઝિસ્ટન્ટ સનસ્ક્રીન Disclaimer : આ લેખ સામાન્ય માહિતી હેતુઓ માટે લખવામાં આવ્યો છે. જો તમને ત્વચાની કોઈ ખાસ સમસ્યાઓ, એલર્જી અથવા તબીબી પરિસ્થિતિઓ હોય, તો સનસ્ક્રીન પસંદ કરતા પહેલા ચામડીના ડોક્ટરનો સંપર્ક કરો.
    Click here to Read more
    Prev Article
    Sensex Today Live: शेयर मार्केट में लौटी रौनक, सेंसेक्स 74200 के पार, प्राइवेट बैंक स्टॉक्स उछले
    Next Article
    Nagaland Dear Lottery Sambad Result Today 1 PM Live: Dear Star Thursday Lottery Result of June 11, 2026 Declared Online, Check Winning Numbers and Winners List

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment