Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Bihar:પટનામાં ખાન સરના કોચિંગ સેન્ટર પર હુમલાના કેસમાં 3 લોકોની ધરપકડ

    3 days ago

    1

    0

    બિહારની રાજધાની પટનામાં જાણીતા શિક્ષક ખાન સર (Khan Sir) ના કોચિંગ સેન્ટર 'ખાન ગ્લોબલ સ્ટડીઝ' પર થયેલા હુમલાના મામલામાં પોલીસે મોટી અને ઝડપી કાર્યવાહી કરી છે. પોલીસે આ કેસમાં કડક વલણ અપનાવીને હરીફ ગણાતી 'જ્ઞાનબિંદુ કોચિંગ' ના ડાયરેક્ટર રોશન આનંદ (Roshan Anand Sir) સહિત ત્રણ લોકોની ધરપકડ કરી લીધી છે. હાલમાં રોશન આનંદને પટનાના દીઘા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે, જ્યાં પોલીસની એક વિશેષ ટીમ આ સમગ્ર ઘટના અંગે તેમની પૂછપરછ કરી રહી છે.હોર્ડિંગ્સ તોડ્યા અને ગાર્ડ પર હુમલો કર્યોસિટી ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (DSP) રાજેશ રંજને આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રે આશરે 10 વાગ્યે મુસલ્લાહપુર વિસ્તારમાં આવેલી ખાન કોચિંગ સેન્ટરની ગલીના નાકા પર લગાવેલા હોર્ડિંગ બોર્ડને કેટલાક અસામાજિક તત્વોએ ઈંટો અને પથ્થરો મારીને તોડી નાખ્યા હતા. આટલું જ નહીં, હુમલાખોરોએ ત્યાં તૈનાત કોચિંગના સિક્યુરિટી ગાર્ડ ચુનચુન સાથે પણ નિર્દયતાથી મારપીટ કરી હતી, જેમાં તેનું માથું ફાટી ગયું હતું. ગંભીર રીતે ઘવાયેલા ગાર્ડને તાત્કાલિક સારવાર માટે પટના મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલ (PMCH) માં દાખલ કરવામાં આવ્યો છે.ફાયરિંગની અફવા અને ખાન સરનું નિવેદનશરૂઆતમાં આ ઘટનામાં ફાયરિંગ થયું હોવાની વાતો વહેતી થઈ હતી અને ખુદ ખાન સરે પણ મીડિયા સમક્ષ આવીને કોચિંગ બહાર ફાયરિંગના આક્ષેપો કર્યા હતા. જોકે, પોલીસે કોચિંગ સેન્ટર અને આસપાસના વિસ્તારના તમામ સીસીટીવી (CCTV) ફૂટેજ તપાસ્યા બાદ સ્પષ્ટ કર્યું છે કે ફાયરિંગની કોઈ પુષ્ટિ થઈ નથી. ફૂટેજમાં માત્ર પથ્થરમારો અને હોર્ડિંગ્સ તોડવાના જ દ્રશ્યો સામે આવ્યા છે. સીસીટીવી સામે આવ્યા બાદ ખાન સરે પણ પોતાનું નિવેદન બદલતા કહ્યું હતું કે, તે સમયે તેઓ કંઈ સમજી શક્યા નહોતા અને ગાર્ડે જે જણાવ્યું તે તેમણે મીડિયાને કહી દીધું હતું.4 નામજોગ અને 15-20 અજ્ઞાત લોકો સામે ગુનો નોંધાયોઆ મામલે ખાન કોચિંગ વતી કન્હૈયા સિંહે ફરિયાદ નોંધાવી છે, જેમાં ૪ નામજોગ અને 15 થી 20 અજ્ઞાત હુમલાખોરોને આરોપી બનાવવામાં આવ્યા છે. આ ફરિયાદના આધારે પોલીસે ત્વરિત એક્શન લઈને જ્ઞાનબિંદુ કોચિંગના ડાયરેક્ટર રોશન આનંદ, અભિષેક અને ગૌરવની ધરપકડ કરી છે. પોલીસ આ કેસના અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે સતત દરોડા પાડી રહી છે. વ્યાવસાયિક અદાવતમાં આ હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા સાથે પોલીસ આગળની કાનૂની તપાસ ચલાવી રહી છે.આ પણ વાંચો:Iran US Conflict: સીઝફાયર છતાં અમેરિકાએ ઈરાનના 'કેશમ દ્વીપ' પર કેમ વરસાવ્યા બોમ્બ?
    Click here to Read more
    Prev Article
    India Engaged With US on Section 301 Tariff Concerns, Pushes Bilateral Trade Deal Forward
    Next Article
    4000 करोड़ी 'रामायण' में रावण बने यश, क्यों चुना 'दशानन' का किरदार? प्रोड्यूसर नमित मल्होत्रा ने बताई वजह

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment