Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    NEET RE-Exam પહેલા પેપલ લીકની અફવા, વિદ્યાર્થીઓને NTAએ કરી આ અપીલ

    5 seconds ago

    1

    0

    NTAએ NEET-UG 2026 રી-એગ્ઝામિનેશનને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા પેપર લીક, એડવાન્સ એક્સેસ અને પ્રશ્નપત્ર વેચાણના દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને ભ્રામક ગણાવ્યા છે. એજન્સીએ સ્પષ્ટ કર્યું છે કે આવા મેસેજના વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી અને તેનો હેતુ માત્ર વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને ગેરમાર્ગે દોરવાનો છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ સંગઠિત ઠગાઈના રેકેટનો ભાગ NTAએ પોતાના સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે સોશિયલ મીડિયા અને મેસેજિંગ પ્લેટફોર્મ પર કેટલાક લોકો NEET-UG 2026ના પ્રશ્નપત્ર લીક થયા હોવાના દાવા કરી રહ્યા છે. જોકે, પરીક્ષા પ્રક્રિયા સંપૂર્ણપણે સુરક્ષિત છે અને આવા તમામ દાવાઓ ખોટા છે. એજન્સી મુજબ, આ પ્રકારની પ્રવૃત્તિઓ સંગઠિત ઠગાઈના રેકેટનો ભાગ છે. આવા લોકો વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતાનો લાભ લઈને નકલી પ્રશ્નપત્રો અને ખોટી માહિતીના નામે પૈસા ઉઘરાવવાનો પ્રયાસ કરે છે. NTAએ જણાવ્યું કે પરીક્ષાની પારદર્શિતા અને વિશ્વસનીયતા જાળવવા માટે તમામ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ અમલમાં છે. પરીક્ષાની નિષ્પક્ષતા અંગે વિદ્યાર્થીઓએ કોઈપણ પ્રકારની ચિંતા કરવાની જરૂર નથી. આ માહિતી સાયબર ક્રાઈમ સેલને મોકલવામાં આવી એજન્સીએ વધુમાં જણાવ્યું કે આવા ખોટા દાવા ફેલાવતા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને ચેનલોની ઓળખ કરવામાં આવી રહી છે. આ માહિતી સાયબર ક્રાઇમ સેલને મોકલવામાં આવી રહી છે અને સંડોવાયેલા લોકો સામે કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. NTAએ ચેતવણી આપી છે કે પેપર લીકના ખોટા દાવા કરવા, ભ્રામક કન્ટેન્ટ બનાવવું અથવા વિદ્યાર્થીઓને છેતરવાનો પ્રયાસ કરવો ગંભીર ગુનો છે. આવા કેસોમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. એજન્સી વિશ્વસનીય પરીક્ષા યોજવા માટે પ્રતિબદ્ધ એજન્સીએ વિદ્યાર્થીઓ અને વાલીઓને અપીલ કરી છે કે તેઓ કોઈપણ પ્રકારના પેપર લીકના મેસેજ પર વિશ્વાસ ન કરે, કોઈને પૈસા ન આપે અને આવા સંદેશાઓ ફોરવર્ડ પણ ન કરે. પરીક્ષા સંબંધિત તમામ સત્તાવાર માહિતી માત્ર NTAના અધિકૃત માધ્યમો દ્વારા જ જાહેર કરવામાં આવશે. NTAએ વિદ્યાર્થીઓને પોતાની તૈયારી પર ધ્યાન કેન્દ્રીત રાખવાની સલાહ આપતાં જણાવ્યું કે તેમની મહેનત જ સફળતાની સાચી ચાવી છે અને એજન્સી નિષ્પક્ષ, સુરક્ષિત અને વિશ્વસનીય પરીક્ષા યોજવા માટે પ્રતિબદ્ધ છે. આ પણ વાંચો : Ramalingam Murder Case : હત્યા કેસમાં NIAની મોટી કાર્યવાહી, PFIના ચાર પૂર્વ સભ્યો સામે ચાર્જશીટ દાખલ
    Click here to Read more
    Prev Article
    आज भी वही बोरिंग लैपटॉप बैग कैरी करती हैं, तो खरीदें एस्थेटिक वर्क Tote Bags
    Next Article
    हाजीपुर स्टेशन पर ट्रेन मैनेजर की चेन उड़ाने वाले 4 शातिर लुटेरे गिरफ्तार, यात्रियों को बनाते थे शिकार, सोना गलाकर नेपाल में बेचता था गैंग

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment