Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Byjusના સ્થાપક બાયજૂ રવીન્દ્રનને 6 મહિનાની જેલ અને 70500 ડોલરનો દંડ, જાણો શું છે મામલો

    1 week ago

    1

    0

    Byjus Raveendran Contempt Of Court Case: દેશના અબજોપતિ શિક્ષક અને એજ્યુકેશન પ્રોફેશનલ બાયજૂ રવીન્દ્રનને અદાલતની અવમાનના આરોપમાં 6 મહિનાની જેલની સજા સંભાળવવામાં આવી છે. બ્લૂમબર્ગની રિપોર્ટ અનુસાર, સિંગાપુરની એક અદાલતે બાયજૂઝના સ્થાપક બાયજૂ રવીન્દ્રનને કોર્ટની અવમાનના આરોપમાં આ સજા સંભળાવી છે. અદાલતે કહ્યું કે, રવીન્દ્રને એપ્રિલ 2024થી પોતાની સંપત્તિ સંબંધિત ઘણા કોર્ટના આદેશનું વારંવાર ઉલ્લંઘન કર્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર બાયજૂ રવીન્દ્રનને અધિકારીઓ સામે આત્મસમર્પણ કરવા અને 70500 ડોલરનો દંડ ભરવા આદેશ કર્યો છે. રિપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે, સિંગાપુરની અદાલતે તેમને બીયર ઇન્વેસ્ટકો પ્રાઇવેટ લિમિટેડની કાયદાકીય માલિકી સાબિત કરતા દસ્તાવેજો રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે, જે એક રિલેટેડ એન્ટિટીમાં હિસ્સો ધરાવે છે. અદાલતે રવીન્દ્રનને 59 લાખ રૂપિયાનો કાયદાકીય ખર્ચ પણ ચૂકવવા આદેશ કર્યો છે.  બાયજૂ રવીન્દ્રન સામે ઘણા કેસ ભારતના પ્રખ્યાત એડટેક ગુરુ બાયજૂ રવીન્દ્રન માટે જેલની સજાનો આદેશ મોટો ઝટકો છે, કારણ કે તે પહેલાથી જ ઘણી અદાલતોમાં વિદેશી રોકાણકારો દ્વારા કરાયેલા કેસોનો સામનો કરી રહ્યા છે. અમેરિકામાં લેન્ડર 1.2 અબજ ડોલરની બેડ લોન સંબંધિત નુકસાનની ભરપાઇ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રવીન્દ્રન દ્વારા સ્થાપિત એજ્યુકેશનલ ટેકનોલોજી કંપની થિંક એન્ડ લર્ન પ્રાઇવેટ લિમિટેડ (જે બાયજૂ નામે ઓળખાય છે) એ તેમને અબજોપતિ બનાવ્યા અને પ્રસિદ્ધિ અપાવી હતી. સિંગાપુરની અદાલતમાં બાયજૂ રવીન્દ્રન વિરુદ્ધ કેસ ચાલી રહ્યો છે. આ કેસ કતાર ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી નામના સોવરિન વેલ્થ ફંડની એક સહાયક કંપની દ્વારા કરવામાં આવ્યો છે, જેણે આ ટેકનોલોજી કંપની માટેના ફન્ડિંગ રાઉન્ડમાં ભાગ લીધો હતો, જ્યારે કંપની કર્મચારીઓની છટણી કરી રહી હતી. 
    Click here to Read more
    Prev Article
    होर्मुज संकट के बीच ईरान से भारत के लिए आई बड़ी खुशखबरी, हिट हो गई जयशंकर की कूटनीति
    Next Article
    Latest news from India: 27 May 2026 - ભારતના મુખ્ય સમાચાર: 27 મે 2026

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment