Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Canada Bear Attack:કેનેડામાં રીંછના હુમલામાં કેરળના યુવાનનું મોત, UFC ફાઇટર બનવાનું સપનું અધૂરું રહ્યું

    1 week ago

    1

    0

    કેનેડાના ઉત્તરી સસ્કેચેવાનમાંથી એક અત્યંત ચોંકાવનારા અને દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અહીં એક યુરેનિયમ સાઇટ પર રીંછના દુર્લભ હુમલામાં કેરળના 27 વર્ષીય મહત્વાકાંક્ષી એમએમએ (MMA) ફાઇટર ઋષિકેશ કોલોથનું મોત નીપજ્યું છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેઓ એક યુરેનિયમ એક્સપ્લોરેશન સાઇટ પર કોન્ટ્રાક્ટ ટેકનિશિયન તરીકે કામ કરી રહ્યા હતા. ઋષિકેશ ત્રણ વર્ષ પહેલા કેનેડા આવ્યા હતા અને બ્રિટિશ કોલંબિયામાં પોતાના મોટા ભાઈ અર્જુન સાથે રહેતા હતા.UFC ફાઇટર બનવાનું સપનું તૂટ્યુંઋષિકેશ કોલોથ વાનકુવર સ્થિત યુરેનિયમએક્સ ડિસ્કવરી કોર્પોરેશનની ઝુ બે પ્રોપર્ટીમાં કામ કરતા હતા, જે સાસ્કાટૂનથી આશરે 850 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં આવેલી છે. નોકરીની સાથે-સાથે ઋષિકેશ બોક્સિંગ અને મિક્સ્ડ માર્શલ આર્ટ્સ (MMA) ના ખૂબ જ શોખીન હતા. તેઓ છેલ્લા એક દાયકાથી આ માટે ટ્રેનિંગ લઈ રહ્યા હતા અને અલ્ટીમેટ ફાઇટિંગ ચેમ્પિયનશિપ (UFC) માં પહોંચવાનું મોટું સપનું જોતા હતા. તેમના મોટા ભાઈ અર્જુને મીડિયાને જણાવ્યું કે, ઋષિકેશ માત્ર આ સપનાને પૂરું કરવા માટે જ કેનેડા આવ્યો હતો અને સ્કોડેન માર્શલ આર્ટ્સમાં સખત ટ્રેનિંગ પણ લઈ રહ્યો હતો.હુમલાખોર રીંછને ઠાર કરાયુંઘટના દરમિયાન સાઇટ પર હાજર અન્ય એક કર્મચારીએ તુરંત પ્રતિક્રિયા આપતા રીંછ પર ગોળીબાર કરી તેને ત્યાં જ ઠાર કરી દીધું હતું. ત્યારબાદ રીંછના મૃતદેહને સાસ્કાટૂનની વેસ્ટર્ન કોલેજ ઓફ વેટરનરી મેડિસિનમાં મોકલવામાં આવ્યો છે, જ્યાં નેક્રોપ્સી (પોસ્ટમોર્ટમ) દ્વારા તેની શારીરિક સ્થિતિ અને હુમલા પાછળના ચોક્કસ કારણોની તપાસ કરવામાં આવશે.યુરેનિયમએક્સ કંપનીના સીઈઓ એસેન બોલ્ડખૂએ આ ઘટના પર ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે. હાલમાં આ મામલાની સંયુક્ત તપાસ કન્ઝર્વેશન ઓફિસર સર્વિસની વાઇલ્ડલાઇફ હ્યુમન એટેક રિસ્પોન્સ ટીમ, રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) અને સસ્કેચેવાન કોરોનર્સ સર્વિસ દ્વારા કરવામાં આવી રહી છે.ઉલ્લેખનીય છે કે, સસ્કેચેવાન પ્રાંતમાં રીંછ દ્વારા માણસ પર આવા ઘાતક હુમલા અતિ દુર્લભ માનવામાં આવે છે. આ પ્રાંતના ઇતિહાસમાં નોંધાયેલો આ માત્ર ચોથો આવો કિસ્સો છે, જેના કારણે સ્થાનિક વહીવટીતંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.આ પણ વાંચો:Kuldhara Village:એક જ રાતમાં કેમ વેરાન થઈ ગયું જેસલમેરનું આ ગામ? જાણો આ ભૂતિયા ગામ પાછળનો ખૌફનાક શ્રાપ
    Click here to Read more
    Prev Article
    પુણેમાં ઝેરી દારૂ પીવાથી 15 લોકોનાં મોત:CM ફડણવીસે તપાસના આદેશ આપ્યા, અત્યાર સુધીમાં 8 લોકોની અટકાયત
    Next Article
    યુઝર્સના ભારે વિરોધ બાદ ગૂગલે Gemini AIની લિમિટમાં આપી મોટી રાહત: હવે સરળ પ્રોમ્પ્ટ પર નહીં વપરાય વધુ કોટા

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment