Chandigarh : પોતાને ગદ્દાર કહ્યા તો હરભજન સિંહે ખોલ્યું રાજ્યસભાની સીટોનું કરોડોનું સ્કેન્ડલ, રાજકારણમાં ખળભળાટ
3 weeks ago
ક્રિકેટના મેદાન પર પોતાની સ્પિન બોલિંગથી મોટા-મોટા બેટ્સમેનોના સ્ટમ્પ ઉખાડી દેનાર હરભજન સિંહે આ વખતે રાજકારણની પીચ પર એવો બોમ્બ ફોડ્યો છે, જેનાથી પંજાબથી લઈને દિલ્હી સુધીના રાજકીય ગલિયારાઓ હચમચી ગયા છે. આમ આદમી પાર્ટી ના રાજ્યસભા સાંસદ હરભજન સિંહે પોતાની જ જૂની પાર્ટીના નેતૃત્વ અને તેની રાજકીય શુદ્ધતાના દાવાઓ સામે સીધા સવાલો ઉભા કર્યા છે. સોશિયલ મીડિયા પર ખુદને 'ગદ્દાર' કહેવા પર પલટવાર કરતા ભજ્જીએ સનસનાટીભર્યો દાવો કર્યો છે કે પંજાબની રાજ્યસભા બેઠકો કરોડો રૂપિયાના ભારે-ભરખમ સોદા કરીને વેચવામાં આવી હતી.'ગદ્દાર'ના ટેગ પર ભજ્જીનો આક્રોશ આ સમગ્ર વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે સોશિયલ મીડિયા પર દેવેન્દર યાદવ નામના એક આપ કાર્યકર્તાએ હરભજન સિંહને 'ગદ્દાર' ગણાવીને નિશાન સાધ્યા હતા. ટ્રોલે સવાલ પૂછ્યો હતો કે, "જે નેતાને તમે દિવસ-રાત ગાળો આપો છો, તેની આપેલી રાજ્યસભા સીટ પરથી તમે રાજીનામું કેમ ન આપ્યું? ભાજપમાં જવાની તમારી શું મજબૂરી હતી?" આ સાથે જ હરભજન સિંહ પર કરોડો રૂપિયાની બોલી લગાવીને પક્ષપલટો કરવાના આક્ષેપો પણ કરાયા હતા. મેં તમારા કોઈ નેતાને ગાળ નથી આપી આ આક્ષેપો પર રોષે ભરાયેલા હરભજન સિંહે એક્સ પર વળતો પ્રહાર કરતા લખ્યું, "સમય આવવા પર તમારા એક-એક શબ્દનો જવાબ આપવામાં આવશે. મેં તમારા કોઈ નેતાને ગાળ નથી આપી. હું મારી જીભ કેમ ગંદી કરું?" પંજાબ લૂંટાયું, 'લાલા' સુધી માલ પહોંચ્યો હરભજન સિંહે આગળ જે લખ્યું તેણે આમ આદમી પાર્ટી માટે મોટી મુશ્કેલી ઊભી કરી દીધી છે. ટિકિટ વહેંચણી અને પંજાબ સરકારના કામકાજને ભ્રષ્ટાચારના કટઘરામાં ઊભા કરતાં ભજ્જીએ લખ્યું કે મને ગદ્દાર કહેનારાઓ, પહેલા તમારા લોકોને પૂછો કે પંજાબની રાજ્યસભા સીટ કેટલામાં વેચાઈ હતી? જો તેઓ નહીં કહે તો હું પોતે જ જનતા સામે ખુલાસો કરીશ કે કોને કેટલો ચઢાવો ગયો હતો અને કોની તરફથી ગયો હતો. પંજાબને લૂંટવા અને 'લાલા' સુધી માલ પહોંચાડવા માટે કેવી રીતે કોને મંત્રી કે સંતરી બનાવવામાં આવ્યા. પંજાબને લૂંટવામાં આવ્યું છે આ પણ વાંચો---- Gandhinagar : ડાર્ક વેબથી UK જેલ સુધી કનેક્શન, 226 કરોડના ટેરર ફંડિંગ કેસમાં ચોંકાવનારો ધડાકો
Click here to Read more