Cyber Security: ટ્રમ્પે ચીનથી મળેલી તમામ ગિફ્ટ કચરાપેટીમાં કેમ ફેંકી દીધી? જાણો અસલી કારણ
4 weeks ago
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની બે દિવસીય ચીન યાત્રા ભારે ચર્ચામાં રહી છે. ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે વેપાર અને દુર્લભ ખનિજો (Rare Minerals) જેવા મહત્વના મુદ્દાઓ પર વાટાઘાટો કર્યા બાદ જ્યારે અમેરિકી પ્રતિનિધિમંડળ વોશિંગ્ટન પરત ફરી રહ્યું હતું, ત્યારે એરપોર્ટ પર એક ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. ડોનાલ્ડ ટ્રમ્પ, વ્હાઇટ હાઉસના સ્ટાફ અને અમેરિકી પત્રકારોએ ચીન તરફથી મળેલી તમામ ભેટ-સોગાદો, સ્મૃતિચિહ્નો અને આઈડી બેજ એર ફોર્સ વન (Air Force One) વિમાનમાં બેસતા પહેલાં જ એરપોર્ટ પરની કચરાપેટીમાં ફેંકી દીધા હતા.ખાલી હાથે પરત ફર્યા ટ્રમ્પઅમેરિકી રાષ્ટ્રપ્રમુખ ચીન પાસેથી મોટા વ્યાપારી કરારોની આશા રાખીને આવ્યા હતા, પરંતુ સોયાબીન અને બોઇંગ વિમાનોના સોદા સિવાય ટ્રમ્પના હાથમાં ખાસ કંઈ આવ્યું નહીં. તેવામાં જ્યારે પરત ફરવાનો સમય આવ્યો, ત્યારે અમેરિકી પ્રતિનિધિમંડળે ચીનની કોઈ પણ વસ્તુ પોતાની સાથે અમેરિકા ન લઈ જવાનો કડક નિર્ણય કર્યો હતો. ન્યૂયોર્ક પોસ્ટની વ્હાઇટ હાઉસ સંવાદદાતા એમિલી ગુડિને સોશિયલ મીડિયા પર આ ઘટનાની પુષ્ટિ કરતાં જણાવ્યું કે, અમેરિકી સ્ટાફે ચીની સત્તાધીશો દ્વારા આપવામાં આવેલી તમામ વસ્તુઓ- જેમ કે આઇડેન્ટિટી કાર્ડ, પિન અને બર્નર ફોન ભેગા કરીને વિમાનની સીડીઓ પાસે રાખેલા કચરાના ડબ્બામાં પધરાવી દીધા હતા.જાસુસી અને સાયબર સુરક્ષાનો મોટો ખતરોઆ આક્રમક પગલાં પાછળનું અસલી કારણ ચીન દ્વારા થતી જાસૂસી અને સાયબર હેકિંગનો ભય છે. અમેરિકા અને ચીન વચ્ચે લાંબા સમયથી સાયબર સુરક્ષાને લઈને ગંભીર તણાવ ચાલી રહ્યો છે. ચીન પ્રવાસેથી રવાના થતાં પહેલાં ખુદ ટ્રમ્પે પણ સ્વીકાર્યું હતું કે બંને દેશો એકબીજા પર નજર રાખે છે.ચીનની હાઈટેક જાસૂસીથી બચવા માટે આ પ્રવાસમાં અમેરિકાએ અભૂતપૂર્વ સાવચેતી રાખી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના હાઈ-પ્રોફાઈલ ડેલિગેશન (જેમાં એનવીડિયાના સીઈઓ જેન્સન હુઆંગ અને એલોન મસ્ક પણ સામેલ હતા) એ ચીન જતાં પહેલાં પોતાના અંગત ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ અમેરિકામાં જ છોડી દીધા હતા. ચીનમાં લોકલ કમ્યુનિકેશન માટે વ્હાઇટ હાઉસે ખાસ 'બર્નર ફોન્સ' (કામચલાઉ ફોન) નો ઉપયોગ કર્યો હતો, જેને પરત ફરતી વખતે ચીનની ધરતી પર જ કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા જેથી ચીની હેકર્સ અમેરિકાના સરકારી નેટવર્કમાં ઘૂસણખોરી ન કરી શકે.અમેરિકા માટે ચીન પ્રવાસ દરમિયાન આવી સાવચેતી રાખવી નવી વાત નથી, પરંતુ આ વખતે મીડિયાની સામે જાહેરમાં ગિફ્ટ કચરામાં ફેંકવાની ઘટનાએ વૈશ્વિક સ્તરે બંને દેશો વચ્ચેના કોલ્ડ-વોરને ફરી સપાટી પર લાવી દીધો છે.આ પણ વાંચો:Hormuz:દુનિયાની ચિંતા વધી: ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ માટે બનાવ્યો નવો નિયમ, આ દેશોની એન્ટ્રી પર બેન
Click here to Read more