Denim Washing Tips: ડેનિમ જીન્સ ધોવાની 7 ટીપ્સ, કલર પણ ઝાંખો પડશે નહીં
1 day ago
How to Wash Denim Jeans At Home : ફેશન જગતમાં સૌથી વધુ પહેરવામાં આવતા કાપડમાંનું એક ડેનિમ છે. લોકો ઘણા બધા ડેનિમ જીન્સ, શર્ટ, જેકેટ અને સ્કર્ટ પહેરે છે. તે લાંબા સમય સુધી ચાલતું ફેબ્રિક છે. શરૂઆતમાં ડેનિમ માત્ર મજૂરો માટે બનાવવામાં આવતું હતું, પરંતુ ધીમે ધીમે તે એટલો લોકપ્રિય ટ્રેન્ડ બની ગયો કે લોકોએ તેને પોતાની ફેશનનો એક ભાગ બનાવી લીધો. આજે સમગ્ર દુનિયામાં ડેનિમના કપડા પહેરવામાં આવે છે. જો ડેનિમ કપડાં યોગ્ય રીતે જાળવવામાં આવે તો તે લાંબા સમય સુધી નવા જેવા રહી શકે છે. જો જીન્સને ખોટી રીતે સાફ કરવામાં આવે તો તેનો રંગ ગુમાવી શકે છે અથવા તેના ફેબ્રિકને નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ જીન્સ ધોવાની સાચી રીત કઈ છે. ડેનિમના કપડાં કેટલા દિવસ પછી ધોવા જોઈએ? Levi’s સત્તાવાર વેબસાઇટ પરના એક લેખમાં જીન્સને કેવી રીતે અને કેટલા દિવસ પછી સાફ કરવું જોઈએ તેની માહિતી આપવામાં આવી છે. વધારે ધોવાથી ડેનિમ ફેબ્રિકના ફોલ્ડ્સ અને રંગને ઝાંખા કરી શકે છે. આ વેબસાઇટ અનુસાર, ડેનિમને ઓછો ધોવો જોઈએ. વેબસાઈટ પરની માહિતી મુજબ જીન્સને લગભગ 8-10 વખત પહેર્યા પછી ધોવું જોઈએ, જ્યાં સુધી તે ગંદુ ન દેખાય. ડાઘ કેવી રીતે સાફ કરવા levi.com/US વેબસાઈટ અનુસાર, જો ડેનિમ ફેબ્રિક પર કોઈ ડાઘ હોય, તો તેને હંમેશા હળવા સાબુ અને ભીના કપડા અથવા જૂના ટૂથબ્રશથી સાફ કરવું જોઈએ. ઘરે ડેનિમ જીન્સ સાફ કરવાની સાચી રીત 1. વોશિંગ મશીનમાં કેવી રીતે ધોવું? આ વેબસાઈટ અનુસાર, જો તમે વોશિંગ મશીનમાં ડેનિમ કપડાં ધોઈ રહ્યા છો, તો પહેલા તેને તેને ઊલટું કરી દો. તેનાથી કાપડનો બહારનો ય રંગ ઝાંખો પડતો અટકે છે. ઉપરાંત, તે ડિટરજન્ટના સીધા સંપર્કમાં આવતું નથી, જેનાથી રંગ ઉતરવાનું અથવા ઝાંખો થવાનું જોખમ ઘટાડે છે. 2. બટન અને ચેન કેમ બંધ કરવા જોઇએ ડેનિમ ફેબ્રિકને ધોતા પહેલા તેની ચેન અને બટનને બંધ કરો. હકીકતમાં તેનાથી જીન્સની પેન્ટનો આકાર જળવાઇ રહે છે અને તેમને મશીનની અંદર ફસાતા નથી, જે બટન કે ચેન ખરાબ થવાની શક્યતા ઘટાડે છે. 3. ડેનિમ બીજા કપડા સાથે કે અલગથી ધોવું ? ઘણીવાર લોકો અન્ય કપડાં સાથે વોશિંગ મશીનમાં ડેનિમ જીન્સ, શર્ટ અથવા સ્કર્ટ ધોવા મૂકી દે છે અથવા તેને ડોલમાં પલાળી રાખી છે. પરંતુ આમ કરવાનું ટાળવું જોઈએ. જીન્સને હંમેશા અલગથી ધોવું જોઈએ જેથી કપડાના કલર એકબીજામાં લાગે નહીં. ઉપરાંત ડાર્ક રંગના જીન્સને ઘટ્ટ અને હળવા રંગના જીન્સને હળવા રંગના ડેનિમ સાથે ધોવા જોઈએ. 4. મશીનમાં વધારે કપડાં ન મૂકો ડેનિમ કપડાંની સાથે સાથે ઘણી વખત લોકો અન્ય કપડાં પણ વોશિંગ મશીનમાં ભરી દે છે. પરંતુ આવું કરવાનું ટાળવું જોઈએ, કારણ કે વધુ પડતા કપડાં ઉમેરવાથી ઘર્ષણ થઈ શકે છે જે ફેબ્રિકને નુકસાન પહોંચાડી શકે છે. 5. ડેનિમ માટે ડિટર્જન્ટ ડેનિમ કપડાંને હંમેશા સામાન્ય (હળવા) ડિટર્જન્ટથી ધોવા જોઈએ. ખાસ કરીને ડાર્ક અને કલર જીન્સને હળવા ડિટર્જન્ટમાં ધોઈ લો. તે રંગ ઝાંખો થવાથી અટકાવે છે. ૬. ફેબ્રિક સોફ્ટનરનો ઉપયોગ કરવો જાઇએ કે નહીં? ઘણા લોકો ડેનિમ ફેબ્રિકને સાફ કરવા માટે ફેબ્રિક સોફ્ટનર્સનો ઉપયોગ પણ કરે છે. પરંતુ આ ડેનિમની રચના અથવા તેમના રંગને ઝાંખું કરી શકે છે. આ માટે, હંમેશા હળવા સરકો અને હળવા ડિટર્જન્ટનો ઉપયોગ કરવાની ભલામણ કરવામાં આવે છે. 7. ગરમ કે ઠંડા પાણીથી ધોવું? ઘણી વખત જીન્સની ગંદકી સાફ કરવા માટે લોકો તેને ગરમ પાણીમાં પલાળી દે છે. પરંતુ આમ ન કરવું. ડેનિમ ફેબ્રિકને હંમેશા ઠંડા પાણીથી ધોવું જોઈએ. ગરમ પાણી ડેનિમ કપડાં સંકોચવાનું કારણ બની શકે છે અને તેનો રંગ પણ ઝડપથી ઝાંખો પડી શકે છે.
Click here to Read more

