Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Dosa Recipe: સાઉથ ઈન્ડિયન વાનગીને આપો નવો ટ્વિસ્ટ, શેફ કુણાલે જણાવી ઇન્સ્ટન્ટ કાળા ચણાના ઢોસા રેસીપી

    1 day ago

    1

    0

    Instant Chana Dosa Recipe : સવાર કે સાંજ દરેક વ્યક્તિને કંઈક નવું, સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ ખાવાની ઇચ્છા હોય છે. ઘણા લોકો દક્ષિણ ભારતીય ખોરાક પસંદ કરે છે જેમાં ઇડલી, ઢોંસા, સાંભાર, રસમ વગેરે જેવી વાનગીઓ શામેલ છે. મોટાભાગના લોકોને ઢોસા ખાવાનું પસંદ છે. ઢોસા સામાન્ય રીતે ચોખા અને દાળ પલાળીને બનાવવામાં આવે છે જેમાં વધારે સમય અને મહેનત લાગે છે. પરંતુ જો તમે આ ઢોસાને નવા ટ્વિસ્ટ સાથે ખાવા માંગો છો, તો આ વખતે તમે ચોખા અથવા દાળથી નહીં પરંતુ કાળા ચણા માંથી ઢોસા બનાવી શકો છો. કાળા ચણામાં પ્રોટીન, ફાઇબર અને ઘણા આવશ્યક પોષક તત્વો ભરપૂર હોય છે. આવી સ્થિતિમાં, તેમાંથી બનેલા ઢોસા સ્વાદ અને સ્વાસ્થ્યનું સારું સંયોજન સાબિત થઈ શકે છે. તમે તેને ફટાફટ ઘરે તૈયાર કરી શકો છો, જો કે તેની માટે કાળા ચણા આખી રાત પાણીમાં પલાળી રાખો. શેફ કૃણાલ કપૂરે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ ઢોસાની ખાસ રેસીપી શેર કરી છે. તમે તેને સરળતાથી ઘરે તૈયાર કરી શકો છો, જે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક હોઈ શકે છે. કાળા ચણાના ઢોસા બનાવવા માટે સામગ્રી દેશી ચણા - 1/2 કપ સોજી - 1/2 કપ દહીં - 1/2 કપ લીલા મરચાં - 2 નંગ લસણ - 2 -3 કળી આદુ - 1/2 ઇંચનો ટુકડો મીઠી લીમડાના પાન - 5-6 જીરું - 1 ચમચી મીઠું - સ્વાદ મુજબ પાણી - 1 કપ Chana Dosa Recipe : ચણાના ઢોસા કેવી રીતે બનાવવા? પાણી પલાળી રાખો. હવે સવારે એક મિક્સર જારમાં કાળા ચણા, લીલા મરચાં, લસણ, આદુ, જીરૂ, મીઠા લીમડાના પાન પત્તા, સોજી, દહીં, સ્વાદ મુજબ મીઠું અને થોડું પાણી રેડીને સારી રીતે પીસી લો. ખીરું એકદમ સ્મૂધ થાય ત્યાં સુધી તેને સારી રીતે પીસી લો. હવે આ ખીરાને એક બાઉલમાં કાઢી લો અને તેને લગભગ 5 મિનિટ સુધી ઢાંકી રાખો. હવે ગેસ ચાલુ કરી તેની ઉપર એક નોન સ્ટીક તવો મૂકો અને જ્યાં સુધી તેમાંથી સહેજ ધૂમાડો ન નીકળે ત્યાં સુધી ગરમ કરો. ઢોસા બનાવવાની પહેલા પેન પર થોડું પાણી છાંટી લો. પાણીનું બાષ્પીભવન થઈ જાય પછી તેને કપડા વડે લૂછી લો, આનાથી પેન નોન સ્ટીક રહેશે. આ પણ વાંચો | બજાર જેવા જાળીદાર ઢોકળા કેવી રીતે બનાવવા? નોંધી લો રેસીપી હવે એક ચમચા વડે તવા ઉપર ખીરું ગોળ પાથરો. ઢોસા થોડુંક શેકાય એટલે તેના પર થોડું તેલ લગાવો અને થોડાક સમય સુધી શેકો. ધીમે ધીમે ઢોસા ચારે બાજુથી શેકાવા લાગશે. જ્યારે ઢોસા બરાબર શેકાય જાય એટલે તેને એક થાળીમાં કાઢો લો. આ ઢોસા સાથે ગરમા ગરમ સાંભર, લાલ મરચાની ચટણી અને નારિયેળ ચટણી પીરસો.
    Click here to Read more
    Prev Article
    पाकिस्तान को मिल गया 'खजाना', होर्मुज संकट के बीच खुली किस्मत; कितना होगा फायदा?
    Next Article
    Redmi Turbo 5 Specifications and Features; Check Everything Before June 16

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment