Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Education: પીએમ શ્રી અને સીએમ શ્રી સ્કૂલોમાં શું છે અંતર? કઈ સ્કૂલમાં કેવી રીતે મળે છે એડમિશન?

    7 months ago

    1

    0

    ભારત સરકાર દ્વારા દેશના નાગરિકો માટે ઘણી વિવિધ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે. લોકોને શ્રેષ્ઠ સુવિધા આપવા માટે આ યોજનાઓ ચલાવાય છે. ત્યારે શિક્ષણને મજબૂત બનાવવા માટે પણ સરકાર કેટલીક યોજનાઓ ચલાવે છે. ભારતમાં ઘણી એવી શાળાઓ છે જેનું નિર્માણ ઘણા વર્ષો પહેલા કરવામાં આવ્યું હતું. હવે આ શાળાઓને આધુનિક બનાવવા માટે પ્રધાનમંત્રી શ્રી શાળા અને મુખ્યમંત્રી શ્રી શાળા યોજના શરૂ કરવામાં આવી. આ બંને યોજનાઓનો ઉદ્દેશ્ય સરકારી સ્કુલોને આધુનિક બનાવવાનો છો. પીએમ શ્રી કેન્દ્ર સરકારની યોજના છે જે આખા દેશમાં સ્કૂલોને NEP 2020 પ્રમાણે આધુનિક બનાવે છે. તેવી જ રીતે સીએમ શ્રી એક રાજ્ય એટલે કે દિલ્હી સ્તરની પહેલ છે. જે સ્થાનિય સરકારી સ્કૂલોને અપગ્રેડ કરી તેને વધુ સુવિધાયુક્ત બનાવવાનો ઉદ્દેશ્ય છે. જાણો આ સ્કૂલોમાં એડમિશન કેવી રીતે થાય છે? પ્રધાનમંત્રી શ્રી સ્કૂલમાં કેવી રીતે થાય છે એડમિશન? પીએમ શ્રી કેન્દ્રીય લેવલની યોજના છે જેનો ઉદ્દેશ્ય દેશભરની સરકારી સ્કૂલોમાં પ્રથમિક અને શૈક્ષણિક સુધારો લાવવાનો છે. જેમ કે સહાયક સુવિધાઓ, ડિજિટલ ક્લાસ, ટીચર ટ્રેનિંગ અને કોર્સ કરેક્શન. પીએમ શ્રી સ્કૂલોમાં એડમિશન સામાન્ય રીતે સંબંધિત સ્કૂલ કે શિક્ષણ વિભાગની સત્તાવાર વેબસાઈટ પર દર્શાવેલા નિયમો અનુસાર ઓનલાઈન એપ્લીકેશનથી થાય છે. એપ્લીકેશન બાદ કેટલીક જગ્યાએ એન્ટ્રન્સ એક્ઝામ લેવાતી હોય છે. ત્યારબાદ ડૉક્યુમેન્ટ વેરિફિકેશન કરાતું હોય છે. કેટલાક રાજ્યોમાં એડમિશનમાં અનામત કેટેગરી પણ હોય છે. એલિજિબિલિટી ક્રાઈટએરિયા રાજ્યના નિયમો પ્રમાણે અલગ અલગ હોય છે. મુખ્યમંત્રી શ્રી સ્કૂલમાં કેવી રીતે થાય છે એડમિશન? સીએમ શ્રી દિલ્હી સરકાર દ્વારા શરૂ કરાયેલી પહેલ છે. જેમાં પીએમ શ્રી યોજનાના માળખાના આધાર પર દિલ્લીની સ્કૂલોમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરાય છે. અને સ્કૂલોમાં આધુનિક સુવિધાઓ આપવાનો પ્રયત્ન કરાય છે. જેમ કે એ-કેટેગરીની લાયબ્રેરી, સ્માર્ટ ક્લાસરૂમ, ડિજિટલ લર્નિંગ ટૂલ્સ. તેમાં ઓગમેન્ટેડ રિયાલિટી અને વર્ચુઅલ રિયાલિટી ટેકનિક, સ્માર્ટ બોર્ડ, બાયોમેટ્રિક અને રોબોટિક લેબનો પણ સમાવેશ થાય છે. આ સુવિધાઓ આપવાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને આધુનિક અને ક્રિએટિવ વિચાર સાથે ટેકનિકલ સમજ આપવાનો છે. તેમાં એડમિશન મેરિટ આધારે થાય છે. બાળકોને અહીં પ્રવેશ પરિક્ષા આપવી પડે છે. નિયમ પ્રમાણે ઓછામાં ઓછી 50% સીટ એ બાળકો માટે અનામત હોય છે જેઓ દિલ્લીની સરકારી અથવા ગ્રાન્ટેડ શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. અને શૈક્ષણિક સત્ર 2025-26 દરમિયાન કોઈ માન્યતા પ્રાપ્ત દિલ્લી સ્થિત સ્કૂલમાં ધોરણ 6 થી 8માં અભ્યાસ કરી રહ્યા છે. જેમ કે DOE, MCD, NDMC, કેન્દ્રીય વિદ્યાલય કે નવોદય વિદ્યાલયનો સમાવેશ થાય છે.
    Click here to Read more
    Prev Article
    Punjab National Bankમાં LBO પદ પર નીકળી ભરતી, જાણો કેટલી છે વેકેન્સી અને કોણ કરી શકે છે એપ્લાય?
    Next Article
    Shani Jayanti 2026: 13 વર્ષ બાદ અદ્ભૂત સંયોગ, કરી લો આ કામ, દૂર થશે શનિદોષ

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment