Entertainment : 'તનુ વેડ્સ મનુ 3' ફિલ્મની સત્તાવાર જાહેરાત, કંગના-માધવનની જોડી ફરી ધમાલ મચાવશે
3 hours from now
બોલીવુડની સૌથી લોકપ્રિય રોમેન્ટિક-કોમેડી ફ્રેન્ચાઇઝી "તનુ વેડ્સ મનુ" ના ચાહકો માટે એક ધમાકેદાર સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2011 માં આવેલો પહેલો ભાગ અને ત્યારબાદ આવેલી સિક્વલ "તનુ વેડ્સ મનુ રિટર્ન્સ" સુપરહિટ થઈ હતી. દર્શકો વર્ષોથી આ ફિલ્મના ત્રીજા ભાગની રાહ જોઈ રહ્યા હતા. હવે આ આતુરતાનો અંત આવ્યો છે અને 'તનુ વેડ્સ મનુ 3' ની સત્તાવાર પુષ્ટિ થઈ ગઈ છે. આ જાહેરાત સાથે જ તનુની મસ્તી અને મનુના સાદગીભર્યા અંદાજને ફરીથી મોટા પડદા પર જોવા માટે ચાહકોનો ઉત્સાહ અત્યારથી જ સાતમા આસમાને પહોંચી ગયો છે!તનુ વેડ્સ મનુ:3માં કોણ હશે ડાયરેક્ટરમીડિયા અહેવાલ મુજબ 'તનુ વેડ્સ મનુ: ધ નેક્સ્ટ ચેપ્ટર' ફિલ્મનું નામ હશે. ઇરોઝ ઇનોવેશન દ્વારા તાજેતરમાં તેમની નવી કન્ટેન્ટ સ્લેટની જાહેરાત દરમિયાન આ રોમાંચક પ્રોજેક્ટ પર મહોર મારવામાં આવી છે. આ વખતે ફ્રેન્ચાઇઝીમાં એક મોટો ફેરફાર જોવા મળશે. અગાઉની ફિલ્મોનું નિર્દેશન આનંદ એલ. રાયે કર્યું હતું, જ્યારે આ નવા ભાગનું સુકાન મિતાક્ષરા કુમાર સંભાળશે. મિતાક્ષરા 'હીરામંડી' અને 'ધ એમ્પાયર' જેવી ભવ્ય સીરિઝમાં તેમના શાનદાર કામ માટે જાણીતા છે. આ ફિલ્મનું નિર્માણ રુદ્રક સોમા જ્યોતિ લિમિટેડના સહયોગથી કરવામાં આવશે.કંગના રનૌતના રોલને લઈને સસ્પેન્સતનુ અને મનુના પાત્રમાં ફરી એકવાર કંગના રનૌત અને આર. માધવન ની સુપરહિટ જોડી સ્ક્રીન પર ધમાલ મચાવવા પરત ફરી રહી છે. બંનેની ઓન-સ્ક્રીન કેમિસ્ટ્રી હંમેશાથી દર્શકોની ફેવરિટ રહી છે. ફિલ્મની વાર્તા અંગે હજુ રહસ્ય રાખવામાં આવ્યું છે, પરંતુ સિનેમા જગતમાં એક રસપ્રદ ચર્ચાએ જોર પકડ્યું છે. બીજા ભાગમાં કંગનાએ 'તનુ' અને 'દત્તો' (કુસુમ સાંગવાન) એમ ડબલ રોલ ભજવ્યો હતો. હવે એવી અટકળો ચાલી રહી છે કે 'તનુ વેડ્સ મનુ 3' માં કંગના ટ્રિપલ રોલ (ત્રણ અલગ-અલગ ભૂમિકાઓ) માં જોવા મળી શકે છે! જો કે, નિર્માતાઓ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.ફિલ્મનું શૂટિંગ અને સ્ટારકાસ્ટજો કે મેકર્સે હજુ સુધી ફિલ્મનું વિગતવાર પ્રોડક્શન શેડ્યૂલ જાહેર કર્યું નથી, પરંતુ ચર્ચાઓ અને અહેવાલોનું માનીએ તો આ ફિલ્મનું શૂટિંગ આવતા વર્ષથી શરૂ થઈ શકે છે. મુખ્ય જોડી સિવાય, અગાઉની ફિલ્મોમાં પોતાની અદભુત કોમેડી અને અભિનયથી દિલ જીતનારા કલાકારો દીપક ડોબરિયાલ (પપ્પી જી), જિમી શેરગિલ (રાજા અવસ્થી), સ્વરા ભાસ્કર અને મોહમ્મદ ઝીશાન અય્યુબને પણ સામેલ કરવામાં આવી શકે છે. ચાહકો આ તમામ પરિચિત ચહેરાઓને ત્રીજા ભાગમાં પણ પાછા જોવા ઈચ્છી રહ્યા છે. જો કે, ફિલ્મની બાકીની સ્ટારકાસ્ટ અંગેની સત્તાવાર જાહેરાત થવાની હજુ બાકી છે.આ પણ વાંચો : Dhurandhar 2નો રેકોર્ડ તોડવા આવી રહ્યો છે સની દેઓલ! આ 8 શાનદાર ફિલ્મોથી બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ
Click here to Read more
