Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Falta Seat Counting : બંગાળના ફાલ્ટામાં ભાજપની એકતરફી આગેકૂચ, દેબાંશુ પાંડા 9,500 થી વધુ મતોથી આગળ

    2 weeks ago

    1

    0

    પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ ફાલ્ટા વિધાનસભા બેઠક પર યોજાયેલા પુનઃમતદાન (Re-polling) બાદ આજે સવારથી મતગણતરી શરૂ થઈ ગઈ છે. ગુરુવારે ભારે સુરક્ષા વચ્ચે તમામ ૨૮૫ મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થયું હતું અને ક્યાંયથી પણ હિંસા કે ગેરરીતિના અહેવાલો આવ્યા નહોતા. શરૂઆતના વલણોમાં શાસક પક્ષ ભારતીય જનતા પાર્ટી (BJP) એ અહીં એકતરફી અને પ્રચંડ લીડ મેળવી લીધી છે, જેનાથી ભાજપ ખેમામાં ઉત્સાહનો માહોલ છે. પ્રથમ તબક્કાની ગણતરી: ભાજપની મોટી લીડ ફાલ્ટા બેઠક પરથી આવેલા પ્રથમ તબક્કાના સત્તાવાર વલણો મુજબ, ભાજપના ઉમેદવાર દેબાંશુ પાંડાએ પોતાના હરીફોને ભારે માત આપી છે. દેબાંશુ પાંડાને પ્રથમ રાઉન્ડમાં ૯,૫૩૪ મતો મળ્યા છે અને તેઓ ૯,૦૮૬ મતોની મજબૂત લીડ સાથે સૌથી આગળ ચાલી રહ્યા છે. આ રેસમાં સીપીઆઈ(એમ) ના શંભુનાથ કુર્મી બીજા સ્થાને છે. સૌથી ચોંકાવનારા પરિણામો તૃણમૂલ કોંગ્રેસ (TMC) ના આવ્યા છે, જ્યાં તેમના ઉમેદવાર જહાંગીર ખાન ચોથા સ્થાને ફેંકાઈ ગયા છે અને તેમને અત્યાર સુધીમાં માત્ર ૨૧૦ મતો જ મળ્યા છે. ફાલ્ટા બેઠક પર ફરીથી મતદાન કેમ થયું?  ઉલ્લેખનીય છે કે ગત ૨૯ એપ્રિલે રાજ્યની અન્ય બેઠકો સાથે ફાલ્ટામાં પણ મતદાન થયું હતું. પરંતુ, તે સમયે ઇવીએમ (EVM) મશીનો પર પરફ્યુમ જેવો પદાર્થ છાંટવા અને એડહેસિવ ટેપ ચોંટાડવા જેવી ગંભીર ફરિયાદો સામે આવી હતી. આ વિવાદ બાદ ચૂંટણી પંચે ફાલ્ટા બેઠક પરનું મતદાન રદ કરીને ફરીથી ચૂંટણી કરાવવાનો આદેશ આપ્યો હતો. બાકીની ૨૯૩ બેઠકોના પરિણામો ૪ મેના રોજ જાહેર થઈ ચૂક્યા છે, જેમાં ભાજપે ઐતિહાસિક બહુમતી સાથે પશ્ચિમ બંગાળમાં પહેલીવાર પોતાની સરકાર બનાવી છે. જહાંગીર ખાને પાછી ખેંચી હતી ઉમેદવારી આ ચૂંટણીમાં વધુ એક ટ્વિસ્ટ એ આવ્યો હતો કે મતદાનના બરાબર બે દિવસ પહેલાં ટીએમસીના ઉમેદવાર જહાંગીર ખાને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો અને પોતાની ઉમેદવારી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. જોકે, ટેકનિકલ કારણોસર તેમનું નામ ઈવીએમ (EVM) પર યથાવત રહ્યું હતું, જેના કારણે તેમને ૨૧૦ મતો મળ્યા છે. હાલ ડાયમંડ હાર્બર મહિલા યુનિવર્સિટીના સ્ટ્રોંગ રૂમની બહાર ચુસ્ત સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે અને આગળના રાઉન્ડની ગણતરી ચાલુ છે. આ પણ વાંચોઃ Petrol Diesel Price Today: વૈશ્વિક તણાવ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવમાં ધડાધડ વધારો! જાણો આજનો લેટેસ્ટ રેટ...
    Click here to Read more
    Prev Article
    Watch | Reporters take cover after gunshots heard near White House
    Next Article
    IPL 2026: 'जिस तरह तुमने खुद को संभाला...', अर्जुन के लिए सचिन तेंदुलकर ने लिखा खास मैसेज, आखरी मैच में मिला पहला चांस

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment