Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    FIFA World Cup 2026 : 88 વર્ષમાં પોતાની પહેલી વર્લ્ડ કપ મેચ ક્યારેય હાર્યું નથી બ્રાઝીલ

    3 hours from now

    1

    0

    ફીફા વર્લ્ડકપ 2026ના ગ્રુપ સીમાં બ્રાઝીલે પોતાની પહેલી મેચ મોરક્કો વિરુદ્ધ રમી હતી. બંન્ને ટીમ વચ્ચે આ મેચ ન્યુ જર્સીના ઈર્સ્ટ રધરફોર્ડમાં ન્યુયોર્ક ન્યુ જર્સી સ્ટેડિયમમાં રમાઈ હતી. બ્રાઝીલ અને મોરક્કો વચ્ચે રમાયેલી આ મેચ 1-1થી ડ્રો રહી હતી. મેચ ડ્રો સાથે પૂર્ણ થતા બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં 88 વર્ષથી ચાલી રહેલા પોતાની પહેલી મેચ ના હારવાના રેકોર્ડને જાળવી રાખ્યો છે.બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં પોતાની ઓપનિંગ મેચમાં છેલ્લી વખત હાર 1934માં સ્પેન વિરુદ્ધ 1-3થી મળી હતી પરંતુ ત્યારબાદ 1938 થી 2026 વચ્ચે ચાલી રહેલા 88 વર્ષમાં બ્રાઝીલે ફીફા વર્લ્ડકપમાં પોતાની કોઈ પણ ઓપનિંગ મેચ હારી નથી.બ્રાઝીલ અને મોરક્કો વચ્ચે મેચ 1-1થી ડ્રોન્યુયોર્ક ન્યુજર્સી સ્ટેડિયમમાં બ્રાઝીલની ટીમ નેમાર વિના રમવા ઉતરી હતી. નેમાર ઈજાના કારણે આ મેચમાંથી બહાર રહ્યો હતો. નેમાર વિના રમાયેલી આ મેચ બ્રાઝીલ વિરુદ્ધ મોરક્કોએ સ્પીડમાં રમતની શરુઆત કરી હતી. જેનો ફાયદો તેને આ મેચની 21મી મિનિટમાં મળ્યો હતો. જ્યારે ઈસ્લામ સાઈબેરીએ ગોલ કરી ટીમને 1-0થી લડત અપાવી હતી. આ ગોલ બાદ બ્રાઝીલે પોતાની રમત બદલી બ્રાઝીલે મોરક્કોના ગોલપોસ્ટ પર હુમલો કરવાનો પ્રયાસ શરુ કર્યો હતો. તેમજ છેલ્લી મેચની 32મી મિનિટમાં તેને સફળતા મળી હતી. બ્રાઝીલ માટે વિનિસિયસ જૂનિયરે ગોલ કરી મેચ 1-1થી બરાબરી કરી હતી. ત્યારબાદ પરિણામ 1-1નું રહ્યું હતુ.મેચનો ઉત્સાહ એટલો તીવ્ર હતો કે FIFA અધ્યક્ષ પણ આ મેચની મજા માણતા જોવા મળ્યા હતા. જોકે, બીજા હાફમાં બંને ટીમો ફરી ગોલ કરવામાં નિષ્ફળ રહી, જેના પરિણામે મેચ ડ્રો થઈ અને બંને ટીમોએ પોઈન્ટ વહેંચી લીધા.https://x.com/FIFAWorldCup/status/2065951099241046344?s=2088 વર્ષથી હાર્યું નથી બ્રાઝીલજોકે, બ્રાઝિલે મોરોક્કો સામે ડ્રો કરીને પોતાની શરૂઆતની મેચ ન હારવાનો 88 વર્ષનો સિલસિલો જાળવી રાખ્યો હતો. 1938 થી 2026 સુધી, બ્રાઝિલ 1938 થી ફિફા વર્લ્ડ કપમાં ક્યારેય પોતાની શરૂઆતની મેચ હાર્યું નથી. આ 88 વર્ષોમાં રમાયેલી 21 શરૂઆતની મેચોમાં, બ્રાઝિલે 17 જીત મેળવી છે અને 4 ડ્રો કરી છે. તેણે 48 ગોલ કર્યા છે અને 18 ગોલ ગુમાવ્યા છે.આ પણ વાંચો - FIFA World Cup: 'રેપિસ્ટ' ખેલાડીના વિઝા થયા રિજેક્ટ, પહેલી મેચ રમી શકશે નહીં, આ દેશની કડક કાર્યવાહી
    Click here to Read more
    Prev Article
    What Is Formalin? All About the Chemical As 3-Year-Old Cancer Patient Dies After Being Injected With Toxic Formalin at AIIMS Bhopal
    Next Article
    खुद का शुरू करना है काम, तो यहां मिल रहा है फ्री में दोना पत्तल और पापकार्न की मशीन..जानिए पूरा प्रोसेस

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment