Gold Silver Import Duty: સોના ચાંદીની આયાત જકાતમાં તોતિંગ વધારો, કેન્દ્ર સરકારના આ પગલાંની શું અસર થશે?
3 weeks ago
Gold Silver Custom Duty Hike In India: સોના ચાંદીની કસ્ટમ ડ્યુટીમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે બંને કિંમતી ધાતુની કિંમતમાં વધી છે. કેન્દ્ર સરકારે બુધવારે સોના અને ચાંદી પરની ઇમ્પોર્ટ ટેરિફ 6 ટકાથી વધારીને 15 ટકા કરી છે. આ પગલાને સોના ચાંદીની ખરીદી ઘટાડવા અને દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પરનું દબાણ ઘટાડવાના પ્રયાસના ભાગરૂપે જોવામાં આવી રહ્યું છે. સોના ચાંદીની નવી આયાત જકાત આજથી લાગુ થઇ ગઇ છે. સોના ચાંદીની કસ્ટમ ડ્યુટી વધવાથી દુનિયાના બીજા સૌથી મોટા ગ્રાહકની માંગમાં ઘટાડો કરી શકે છે. જો કે, તેનાથી ભારતની વેપાર ખાધ ઘટાડવામાં મદદ કરી શકે છે અને રૂપિયાને ટેકો આપી શકે છે, જે એશિયાના સૌથી નબળા ચલણોમાંને એક છે. જો કે, બુલિયન ઇન્ડસ્ટ્રીઝના જાણકારોએ ચેતવણી આપી છે કે, કસ્ટમ ડ્યૂટી વધવાથી સોનાની દાણચોરીને ફરી પ્રોત્સાહન મળી શકે છે, જે 2024ના મધ્યમાં ભારત દ્વારા ટેરિફમાં ઘટાડો કર્યા પછી ઘટી છે. સરકારે સોના અને ચાંદીની આયાત પર 10 ટકા બેઝિક કસ્ટમ્સ ડ્યુટી અને 5 ટકા એગ્રીકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ ડેવલપમેન્ટ સેસ (એઆઇડીસી) લાદયો છે. આમ અસરકારક આયાત જકાત 6 ટકાથી વધીને કુલ 15 ટકા થઇ છે. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના રાષ્ટ્રીય સચિવ સુરેન્દ્ર મહેતાએ જણાવ્યું હતું કે, "અપેક્ષા મુજબ, સરકારે ચાલુ ખાતાની ખાધ ઘટાડવા માટે કસ્ટમ ડ્યુટી વધારી છે. જો કે, તેનાથી માંગ પર પ્રતિકુળ અસર થશે, કારણ કે સોના અને ચાંદીના ભાવ પહેલાથી જ અતિશય ઊંચા છે. ઉલ્લેખનિય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે લોકોને વિનંતી કરી હતી કે વિદેશી હૂંડિયામણ ભંડોળને બચાવવા માટે એક વર્ષ સુધી સોનું ખરીદવાનું ટાળો. ભારત તેની લગભગ સંપૂર્ણ સોનાની માંગ આયાત દ્વારા સંતોષે છે. છેલ્લા એક વર્ષમાં સોનાના ભાવમાં તાજેતરના ઉછાળા અને શેરબજારમાંથી નકારાત્મક વળતરને કારણે ભારતમાં સોનાની માંગ ખાસ કરીને રોકાણના હેતુ માટે વધી છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે (WGC) ગયા મહિને અહેવાલ આપ્યો હતો કે ભારતના ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ટ્રેડ ઇટીએફમાં રોકાણ પાછલા વર્ષની તુલનામાં માર્ચ ક્વાર્ટરમાં 186 ટકા વધ્યું છે અને રેકોર્ડ 20 મેટ્રિક ટન સુધી પહોંચ્યું છે. ભારત છેલ્લા કેટલાક અઠવાડિયાથી સોનાની આયાત પર અંકુશ લગાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને સોના અને ચાંદીની આયાત પર 3 ટકા ઇન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (આઇજીએસટી) લાદવાનું શરૂ કર્યું છે. જેના કારણે બેંકોએ એક મહિનાથી વધુ સમય સુધી આયાત બંધ કરી દીધી હતી. પરિણામે, એપ્રિલમાં આયાત લગભગ 30 વર્ષની નીચી સપાટીએ આવી ગઈ હતી. બેન્કોએ 3 ટકા આઇજીએસટી ચૂકવ્યા બાદ આયાત ફરી શરૂ કરી છે, પરંતુ સોનાના વેપારીઓનું કહેવું છે કે આયાત જકાતમાં વધારા બાદ આયાતમાં ફરીથી ઘટાડો થવાની સંભાવના છે. મુંબઈ સ્થિત એક ખાનગી બેંકના એક બુલિયન ડીલરે પોતાનું નામ જાહેર ન કરવાની શરતે કહ્યું કે, ગેરકાયદેસર રીતે સોનું લાવવાના પ્રોત્સાહનોને કારણે ગ્રે માર્કેટ સક્રિય થવાની સંભાવના છે. હાલના ભાવે દાણચોરો ઘણો નફો આપે છે.
Click here to Read more


