Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    હોન્ડા NX500 બાઇક E Clutch સાથે લોન્ચ, ક્લચ વગર ગિયર બદલાશે, જાણો કિંમત અને ખાસિયત

    3 weeks ago

    1

    0

    Honda NX500 E Clutch Price And Features : હોન્ડા મોટરસાઇકલ કંપનીએ ભારતમાં નવી બાઇક Honda NX500 E Clutch લોન્ચ કરી છે. આ બાઇકની સૌથી મોટી ખાસિયત તેનું E Clutch ફીચર છે. આ બાઇકમાં ક્લચ લીવરનો ઉપયોગ કર્યા વગર જ ગિયર બદલી શકાય છે. તેમા 500cc એન્જિન, એલોય વ્હીલ્સ, બ્લૂટુથ કનેક્ટિવિટી જેવા ઘણા ફીચર્સ આપ્યા છે. આ એક પ્રીમિયમ મોટરસાયકલ છે. આ એક એડવેન્ચર મોટરસાયકલ છે. જાણો હોન્ડા એન એક્સ 500 ઇ ક્લચ મોટરસાઇકલની કિંમત અને ફીચર્સ. E Clutch : ક્લચ વગર ગિયર બદલાશે હોન્ડા મોટરસાયકલ તરફથી NX 500 બાઇકને E Clutch સાથે કરવામાં આવી છે. ઓટો કંપનીએ આપેલી માહિતી મુજબ આ ફીચરના કારણે મોટરસાયકલને સ્ટાર્ટ કરવાથી લઇ ગિયર બદલવા અને કલ્ચ દબાવી સ્પીડ કન્ટ્રોલ કરવા દરમિયાન કલચની જરૂરિયાત ઓછી થઇ જાય છે અને તેનાથી બાઇક ચલાવવી આરામદાયક રહે છે. Honda NX500 E Clutch એન્જિન હોન્ડા NX500 E Clutch બાઇકમાં 500 સીસીની ક્ષમતા વાળું એન્જિન આવે છે. આ એન્જિન 35 કિલોવોટ પાવર અને 43 ન્યૂટન મીટર ટોર્ક જનરેટ કરે છે. જેની સાથે 6 સ્પીડ ટ્રાન્સમિશન આપવામાં આવ્યું છે. E Clutch સિસ્ટમથી બાઇકનું વજન 199 કિલો થાય છે. તાજેતરમાં હોન્ડા કંપનીએ CB650R અને CBR650R બાઇક E Clutch ઓપ્શન સાથે લોન્ચ કરી હતી.  Honda NX500 E Clutch ફીચર્સ હોન્ડા NX500 E Clutch બાઇકની ફ્રન્ટમાં અપસાઇડ ડાઉન (USD) ફોર્ક અને પાછળની તરફ મોનોશોક સસ્પેન્શન આપ્યા છે. NX500 બાઇકમાં આગળ 19 ઇંચ અને પાછળ 17 ઇંચના એલોય વ્હીલ આવે છે. બ્રેકિંગ માટે ડ્યુઅલ ચેનલ ABS સિસ્ટમ આપી છે, જે આગળની તરફ રેડિયલી માઉન્ટેડ નિસિન કેલિપર્સ સાથે જોડાયેલા ટ્વિન 296mm ડિસ્ક બ્રેક સાથે કામ કરે છે. પાછળની બાજુ સિંગલ પિસ્ટન ક્લિપર સાથે 240mm સિંગલ ડિસ્ક બ્રેક આપી છે. હોન્ડા મોટરસાયકલ તરફથી NX500 E Clutch બાઇકમાં એલઇડી હેડલાઇટ, ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ કલસ્ટર, આસિસ્ટ અને સ્લ્પિર ક્લચ, બલૂટુથ કનેક્ટિવિટી, નેવિગેશન સિસ્ટમ, 17 -19 ઇંચ એલોય વ્હીલ્સ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. આ પણ વાંચો | હોન્ડા મોટરસાયકલની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક Honda WN7 લોન્ચ, કિંમત અને ફીચર જાણો Honda NX500 E Clutch કિંમત ભારતમાં હોન્ડા NX500 E Clutch મોટરસાયકલ 7.43 લાખ રૂપિયા એક્સ શોરૂમ કિંમતે લોન્ચ કરવામાં આવી છે. આ હોન્ડ બાઇક ઓનલાઇન અને ઓફલાઇન બુકિંગ કરી શકાય છે.
    Click here to Read more
    Prev Article
    Gold Silver Import Duty: સોના ચાંદીની આયાત જકાતમાં તોતિંગ વધારો, કેન્દ્ર સરકારના આ પગલાંની શું અસર થશે?
    Next Article
    ભારતમાં ગ્રીન એનર્જીની ગતિ તેજ, નાણાકીય વર્ષ 2026માં રિન્યુએબલ એનર્જી ઉત્પાદનમાં 20%નો વધારો

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment