Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Petrol Diesel Price: પેટ્રોલ ડીઝલના ભાવ વધવાની અટકળો વચ્ચે RBI ગવર્નરનું મોટું નિવેદન, લોકોની ચિંતા વધી

    3 weeks ago

    1

    0

    RBI Governer Statement On Petrol Diesel Price Hike: પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને મોંઘા ક્રૂડ ઓઇલની ચિંતા વચ્ચે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને સોના અને વિદેશી મુસાફરી પરનો ખર્ચ ઘટાડવાની અપીલ કરી છે. હવે આ ઘટનાક્રમ વચ્ચે રિઝર્વ બેંકના ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ પેટ્રોલ ડીઝલના ભાવ વિશે એક મોટું નિવેદન આપ્યું છે. આ નિવેદન બાદ સામાન્ય લોકોની ચિંતા વધી ગઇ છે. પેટ્રોલ ડીઝલ વિશે RBI ગવર્નરે શું કહ્યું? આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે, જો પરિસ્થિતિમાં સુધારો નહીં થાય તો ભારતે ઇંધણના ભાવમાં વધારો કરવો પડશે. ઇરાન યુદ્ધથી દેશની ઇંધણ આયાત, મોંઘવારીની સંભાવના અને સપ્લાય ચેન પર દબાણ વધી રહ્યુંછે. દુનિયાના ત્રીજા સૌથી મોટા ઓઇલ વપરાશ દેશ આ યુદ્ધથી ગંભીર રીતે પ્રભાવિત થયું છે, હાર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી આવશ્યક ઇંધણની સપ્લાયમાં વિક્ષેપ પડ્યો છે, જેનાથી ક્રૂડ ઓઇલની કિંમત વધી ગઇ છે અને રાંધણ ગેસની અછત સર્જાઇ છે. ETના એક રિપોર્ટ મુજબ, મંગળવારે સ્વિત્ઝર્લેન્ડમાં સ્વિસ નેશનલ બેંક અને ઇન્ટરનેશનલ મોનેટરી ફંડની એક કોન્ફરન્સમાં સંજય મલ્હોત્રાએ કહ્યું કે, જો આ લાંબા સમય સુધી ચાલ્યું તો, તે માત્ર થોડાક સમયની વાત છે કે સરકાર કિંમતમાં થોડોક વધારો કરવા માટે આગળ આવશે.  આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ કહ્યું કે, એક્સાઇઝ ડ્યૂટી પહેલાથી જ ઘટાડી દીધી છે, જ્યારે સરકારી ફ્યૂઅલ રિટેલર્સ યુદ્ધ ચાલુ રહેવા છતાં ક્રૂડ ઓઇલની વધેલી કિંમતોનો બોજ સહન કરી રહ્યા છે. અમેરિકા ઇરાન યુદ્ધથી હાર્મુઝ સ્ટ્રેટ બંધ થયો છે, જેના કારણે ભારતમાં ક્રૂડ ઓઇલ અને એલપીજી ગેસની સપ્લાયમાં વિક્ષેપ ઉભો થયો છે. RBI ગવર્નરે કહ્યું કે, અમારી પાસે સ્થિતિસ્થાપક મોંઘવારી લક્ષ્યાંકનું આ માળખું છે, પરંતુ હાલના સમયે તે પુરતું નથી. તેમણે ઉમેર્યું કે, જો સપ્લાય વિક્ષેપ આટલું મોટું છે, તો નાણાકીય પીઠબળ બહુ જરૂરી છે. સમાચાર એજન્સી PTI અગાઉ સરકારી સુત્રોના હવાલાથી જણાવ્યું હતું કે, ટુંક સમયમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાથી ઇન્કાર કરી શકાય નહીં.
    Click here to Read more
    Prev Article
    Share Market News: સેન્સેક્સ નિફ્ટી 3 દિવસ બાદ સુધર્યા, કલ્યાણ જ્વેલર્સ તૂટ્યો
    Next Article
    Gold Silver Import Duty: સોના ચાંદીની આયાત જકાતમાં તોતિંગ વધારો, કેન્દ્ર સરકારના આ પગલાંની શું અસર થશે?

    Related વેપાર Updates:

    Comments (0)

      Leave a Comment