Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Gurugramમાં મધ્યરાત્રિએ મહા વીજ સંકટ, મુખ્ય ટ્રાન્સફોર્મર ફૂંકાતા એકસાથે 7 પાવર હાઉસ ઠપ્પ

    3 weeks ago

    1

    0

    દિલ્હીને અડીને આવેલા હરિયાણાના સાયબર સિટી ગુરુગ્રામમાં શુક્રવારની રાત્રે એકાએક બહુ મોટું વીજ સંકટ સર્જાયું છે. સેક્ટર-72માં આવેલા મુખ્ય પાવર હાઉસનું વિશાળ ટ્રાન્સફોર્મર અચાનક બળીને ખાખ થઈ જતાં ભારે અફરાતફરી મચી ગઈ છે. આ ટેક્નિકલ ખામીની અસર એટલી ભયંકર હતી કે આખી વીજ ચેઈન તૂટી ગઈ હતી અને તેની સાથે જોડાયેલા અન્ય 7 સબ-સ્ટેશનો એક પછી એક બંધ થઈ ગયા હતા. આ બ્લેકઆઉટને કારણે માત્ર હજારો ઘરોમાં જ અંધારપટ નથી છવાયો, પરંતુ ગુરુગ્રામની જીવાદોરી સમાન રેપિડ મેટ્રોની સેવા પણ એક કલાકથી વધુ સમય સુધી સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ હતી.એક ટ્રાન્સફોર્મર ફૂંકાયું અને 7 પાવર હાઉસમાં અંધારપટ મળતી વિગતો મુજબ, સેક્ટર-72માં આવેલું આ મુખ્ય વીજ ઘર 220 KVA ની ક્ષમતા ધરાવે છે, જે ગુરુગ્રામના એક બહુ મોટા હિસ્સાને વીજળી સપ્લાય કરે છે. આ પાવર હાઉસનું મુખ્ય ટ્રાન્સફોર્મર ફૂંકાતા જ સેક્ટર-15, સેક્ટર-38, સેક્ટર-44, સેક્ટર-46, સેક્ટર-52, સેક્ટર-56 અને મારુતિનું 66 KVA નું વીજ ઘર સંપૂર્ણપણે બંધ પડી ગયું હતું. આ પાવર હાઉસ બંધ થવાના કારણે સેક્ટર-38 થી લઈને સેક્ટર-57 સુધી, સેક્ટર-15 ના પાર્ટ-1 અને પાર્ટ-2 તેમજ સેક્ટર-18 ના વિસ્તારોમાં બત્તી ગુલ થઈ ગઈ હતી અને કરોડો રૂપિયાની કોર્પોરેટ ઓફિસો અને રહેણાંક સોસાયટીઓ અંધારામાં ડૂબી ગઈ હતી. સૌથી મોટી માઠી અસર રેપિડ મેટ્રો પર પડી આ પાવર કટની સૌથી મોટી માઠી અસર રેપિડ મેટ્રો પર પડી હતી. રોજિંદા હજારો મુસાફરોથી ઉભરાતી મેટ્રોમાં અચાનક પાવર સપ્લાય બંધ થતાં ટ્રેનો જ્યાંની ત્યાં જ અટકી પડી હતી. મેટ્રો સ્ટેશનો અને ટ્રેનની અંદર ફસાયેલા હજારો મુસાફરો ભારે ગરમી અને અંધારાના કારણે આકુળ-વ્યાકુળ થઈ ગયા હતા અને એક કલાકથી વધુ સમય સુધી મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા.  8 થી 10 કલાક બાદ જનજીવન સામાન્ય થશે હવે સૌથી મોટો સવાલ એ છે કે ગુરુગ્રામમાં વીજળી ક્યારે પૂર્વવત થશે? આ અંગે વીજ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ જણાવ્યું છે કે બળી ગયેલા ભારે-ભરખમ ટ્રાન્સફોર્મરને સંપૂર્ણપણે રીપેર કરવામાં કે બદલવામાં ઓછામાં ઓછો 8 થી 10 કલાકનો સમય લાગશે. આનો અર્થ એ થયો કે મોડી રાત કે વહેલી સવાર સુધી લોકોને અસહ્ય ગરમી અને અંધારામાં જ રહેવું પડશે. વીજ કંપનીઓની ટીમો હાલમાં યુદ્ધના ધોરણે કામગીરી કરી રહી છે.આ પણ વાંચો----     Vadodara : MLA અક્ષય પટેલના પુત્ર રિશી પટેલ સહિત 5 સામે ગુનો દાખલ, ડીઝલ ચોરીના આક્ષેપ સાથે માર માર્યાનો આરોપ
    Click here to Read more
    Prev Article
    Aishwarya Rai Bachchan stuns in royal blue gown at Cannes 2026, photos go viral
    Next Article
    IPL 2026 SRH vs RCB Live Score: 11 ઓવર બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુનો સ્કોર ત્રણ વિકેટના નુકસાન સાથે 112 રન

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment