Health Alert: સાવાધાન! સ્નાન કર્યા પછી તરત ACમાં બેસવાની આદત હેલ્થ માટે ખતરો, ડોક્ટરે આપી ચેતવણી
3 hours from now
ઉનાળાની કાળઝાળ ગરમીમાં સ્નાન કર્યા પછી તરત જ એર કંડિશનર (AC) ના ઠંડા-ગાર વાતાવરણમાં બેસી જવું એ મોટાભાગના લોકોની આદત હોય છે. ઘણા લોકો તો નહાવા જતાં પહેલાં જ રૂમનું AC ચાલુ કરી દે છે જેથી બહાર આવતાની સાથે જ ઠંડકનો અહેસાસ થાય. પરંતુ, શું આ આદત તમારા સ્વાસ્થ્ય માટે ખરેખર સુરક્ષિત છે? ડોકટરે લોકોની આ સામાન્ય આદતને લઈને ચેતવણી આપી. ડોક્ટરના જણાવ્યા મુજબ સ્નાન કર્યા પછી તરત જ AC માં બેસવું દરેક માટે સલામત નથી અને તેનાથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે.સ્નાન બાદ AC માં બેસવાથી સ્વાસ્થ્ય પર અસરશ્વાસ લેવામાં તકલીફ અને શરદી-ઉધરસ : જો તમને નાની-નાની વાતોમાં શરદી કે ખાંસી થઈ જતી હોય, તો આ આદતથી ખાસ બચવું જોઈએ. સ્નાન કર્યા પછી તરત જ એસીમાં બેસવાથી શરદી, ઉધરસ, નાક બંધ થઈ જવું અને શ્વાસ લેવામાં તકલીફ થવા જેવી સાઇનસની સમસ્યાઓ વધી શકે છે.આંખોમાં ભારે શુષ્કતા : એસી રૂમની હવા ખૂબ જ સૂકી હોય છે. નહાયા પછી તરત જ ત્યાં બેસવાથી આંખોમાં ડ્રાયનેસ આવી શકે છે, જેના કારણે આંખો લાલ થવી, ખંજવાળ આવવી કે દુખાવો થવો જેવી તકલીફો થાય છે. સ્કીન ઈન્ફેક્શન જેમ કે ખરજવું અને રોસેસીયાના દર્દીઓ માટે આ સ્થિતિ વધુ નુકસાનકારક સાબિત થાય છે.ડિહાઇડ્રેશનની સમસ્યા : એર કંડિશનર રૂમની હવામાંથી ભેજ સોષી લે છે. સ્નાન કર્યા પછી શરીર પહેલેથી જ અમુક અંશે ડિહાઇડ્રેટ થવાની પ્રક્રિયામાં હોય છે, તેવામાં એસીના સંપર્કમાં આવવાથી શરીરમાં પાણીની અછત વધી જાય છે. આ સ્થિતિમાં જો તમે તરત પાણી પી લો તો પણ ડિહાઇડ્રેશનની અસર લાંબો સમય રહે છે.માથાનો દુખાવો અને ચક્કર આવવા : તાપમાનમાં થતા અચાનક બદલાવને કારણે માથાની નસો પર દબાણ આવે છે, જેના લીધે અચાનક તીવ્ર માથાનો દુખાવો થઈ શકે છે અથવા ચક્કર આવવાની સમસ્યા થઈ શકે છે, જે સ્વાસ્થ્ય માટે બિલકુલ યોગ્ય નથી.સ્નાન કર્યા બાદ કેમ એસીમાં ના બેસવું, ડોક્ટરતબીબોના જણાવ્યા અનુસાર, મોટાભાગના લોકો હવે એસીનો ઉપયોગ કરવા લાગ્યા છે. ગરમીથી બચવા એસી અને કૂલરનો વપરાશ વધ્યો છે. ઉનાળામાં આપણા શરીરનું તાપમાન સામાન્ય રીતે ગરમ હોય છે. જ્યારે આપણે સ્નાન કરીએ છીએ, ત્યારે પાણીના કારણે શરીરનું તાપમાન અચાનક ઘટી જાય છે. આવી સ્થિતિમાં, શરીરનું તાપમાન સામાન્ય થાય તે પહેલાં જ જો તમે ભારે ઠંડક ધરાવતા AC રૂમમાં જાઓ છો, તો શરીર તાપમાનના આ અચાનક ફેરફાર (Temperature Shock) ને સહન કરી શકતું નથી.આ પણ વાંચો : Health: આ લક્ષણોને હલકામાં ન લો! નહીં તો થઇ શકે છો આ ગંભીર બીમારી....(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )
Click here to Read more

