પ્રભસિમરન સિંહ-ઋતુરાજે મળીને અફઘાન બોલર્સને ધોયા:ઈન્ડિયન ઓપનરે ચોગ્ગા સાથે ફિફ્ટી ફટકારી; વૈભવ હાફ સેન્ચુરી ચૂક્યો; IND-Aનો સ્કોર 153/2
4 hours ago
શ્રીલંકામાં ચાલી રહેલી ટ્રાઈ નેશન વનડે સિરીઝની બીજી મેચ ઈન્ડિયા-A અને અફઘાનિસ્તાન-A વચ્ચે રમાઈ રહી છે. દાંબુલાના રંગીરી દાંબુલા ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં અફઘાનિસ્તાન-A ટીમે ટૉસ જીતીને બોલિંગ લીધી છે. ઈન્ડિયા-Aનો સ્કોર 19 ઓવરમાં 153/2. ટીમ તરફથી પ્રભસિમરન સિંહ અને ઋતુરાજ ગાયકવાડ ક્રિઝ પર છે. પ્રભસિમરન સિંહે ફિફ્ટી ફટકારી છે. પ્રિયાંશ આર્ય (8 રન)ને અબ્દુલ્લાહ અહમદઝાઈએ બહીર શાહના હાથે કેચ કરાવ્યો. તેણે વૈભવ સૂર્યવંશીને પણ આઉટ કર્યો. વૈભવ 22 બોલમાં 44 રન બનાવીને આઉટ થયો. તેણે 9 ચોગ્ગા ફટકાર્યા. બન્ને ટીમની પ્લેઇંગ-11 ઈન્ડિયા-A: વૈભવ સૂર્યવંશી, પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, ઋતુરાજ ગાયકવાડ, તિલક વર્મા (કેપ્ટન), આયુષ બદોની, સૂર્યાંશ શેડગે, અરશદ ખાન, વિપરાજ નિગમ, અનુકૂલ રોય, અંશુલ કમ્બોજ. અફઘાનિસ્તાન-A: ઇમરાન મીર (કેપ્ટન), હસન ઇસાખિલ, ખાલિદ તનિવાલ, ઇજાઝ અહેમદ અહેમદઝઈ, બહીર શાહ, ઇશાક રહીમી (વિકેટકીપર), ખલીલ ગુરબાઝ, ઝહીર ખાન, અબ્દુલ્લાહ અહેમદઝઈ, મોહમ્મદ ઇબ્રાહિમ અને ફરમનુલ્લાહ સફી.
Click here to Read more
