IND vs AFG: ટીમ ઇન્ડિયા માટે પહેલીવાર સ્પિન બોલિંગ કોચની પસંદગી, ક્રિકેટર 20 વર્ષની કરિયરમાં 827 વિકેટ ઝડપી
3 days ago
India VS Afghanistan Test Match : ટીમ ઈન્ડિયા 6 જૂનથી ઇન્ટરનેશનલ મેચ રમશે. અફઘાનિસ્તાન સામે ટેસ્ટ મેચ ન્યૂ ચંદીગઢમાં રમાવાની છે. અગાઉ ગૌતમ ગંભીરની આગેવાની હેઠળના કોચિંગ સ્ટાફમાં એક નવો સભ્યનો પ્રવેશ થયો છે. ભારતીય ટીમના પૂર્વ લેગ સ્પિનર સાઈરાજ બહુતુલેને મેન્સ ટીમના સ્પિન બોલિંગ કોચ બનાવવામાં આવ્યા છે. 53 વર્ષીય સાઈરાજ વ્હાઈટ બોલ ક્રિકેટમાં પણ ભારતના સ્પિનરો સાથે કામ કરશે. સાઇરાજ બહુતુલેનું ક્રિકેટ કરિયર બહુ ઉતાર ચઢાવ વાળું રહ્યું છે. તેમણે 1997માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને તેની છેલ્લી મેચ 2003માં રમી હતી. આ સમયગાળા દરમિયાન તે માત્ર બે ટેસ્ટ અને આઠ વનડે રમ્યા હતા. જો કે તેમનું ડોમેસ્ટિક ક્રિકેટમાં પર્ફોર્મન્સ બહુ સારું રહ્યું છે. તેમણે લગભગ 20 વર્ષની કારકિર્દીમાં 188 ફર્સ્ટ ક્લાસ મેચમાં 630 વિકેટ અને પોતાના લેગ સ્પિનને સહારે 143 લિસ્ટમાં A મેચમા 197 વિકેટ ઝડપી હતી. ભારતીય ટીમમાં પ્રથમ વખત સ્પિન બોલિંગ કોચ બન્યા ભારતીય ટીમના સપોર્ટ સ્ટાફમાં સ્પિન બોલિંગ કોચને સામેલ કરવામાં આવ્યો હોય તેવી આ પહેલી ઘટના છે. હેડ કોચ ગૌતમ ગંભીર અને સિતાંશુ કોટક (બેટિંગ), મોર્ની મોર્કેલ (ફાસ્ટ બોલિંગ), ટી દિલીપ (ફિલ્ડિંગ) અને રાયન ટેન ડોશેટ (સહાયક કોચ) પહેલાથી જ ટીમમાં છે. બહુતુલે અગાઉ આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સ (પીબીકેએસ)ના સ્પિન-બોલિંગ કોચ હતા. તેમણે કેરળ અને બંગાળની મેન્સ ટીમ સાથે પણ કામ કર્યું છે. ભારતીય ટીમ સાથે કામ પણ કામગીરી નેશનલ ક્રિકેટ એકેડમી (એનસીએ)માં જોડાતા પહેલા સાઇરાજ બહુતુલે 2018 થી 2021 સુધી રાજસ્થાન રોયલ્સના સપોર્ટ સ્ટાફનો પણ ભાગ હતો. જ્યારે રાહુલ દ્રવિડ મુખ્ય કોચ હતા ત્યારે તેમણે ઈન્ડિયા એ અને કેટલાક પ્રસંગોએ ભારતીયોના સપોર્ટ સ્ટાફમાં કામ કર્યું હતું. 2025માં તેઓ રાજસ્થાન રોયલ્સના સપોર્ટ સ્ટાફનો હિસ્સો હતો. ભારતીય ટીમનો ઘરઆંગણે નિરાશાજનક દેખાવ ભારત હાલમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ (ડબલ્યુટીસી)ના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. તેણે ચાર ટેસ્ટ જીતી છે અને ચારમાં હારનો સામનો કરવો પડ્યો છે. એક મેચ ડ્રો થઇ છે. ભારતીય ટીમ ઘરઆંગણે જ છેલ્લી ત્રણ માંથી બે ટેસ્ટ સીરિઝ હારી ચૂકી છે. 2024ના અંતે ટીમ ઈન્ડિયા નવેમ્બર 2025માં ન્યુઝીલેન્ડ સામે 3-0થી અને ત્યાર બાદ દક્ષિણ આફ્રિકા સામે 2-0થી હારી હતી. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026 આ તારીખથી શરુ થશે, 12 ટીમો વચ્ચે 33 મુકાબલા થશે, ભારત-પાકિસ્તાન એક જ ગ્રુપમાં આઈપીએલ 2026 સમાપ્ત થઇ ગઇ છે. જોકે ક્રિકેટ પ્રેમીઓએ નિરાશ થવાની જરુર નથી. હવે આઈસીસી મહિલા ટી20 વર્લ્ડ કપ શરૂ થઇ રહ્યો છે. ટૂર્નામેન્ટનો પ્રારંભ 12 જૂનથી થશે. ઇંગ્લેન્ડ આ ટૂર્નામેન્ટની યજમાની કરશે. ટૂર્નામેન્ટની ફાઇનલ 5 જુલાઈએ યોજાશે. મહિલા ટી20 વર્લ્ડ કપ 2026માં કુલ 12 ટીમો ભાગ લેશે અને સેમિ ફાઈનલ-ફાઈનલ સહિત કુલ 33 મેચો રમાશે. વધુ વાંચવા અહીં ક્લિક કરો.
Click here to Read more

