India Usa Bilateral Meeting : ડોભાલે USના વિદેશ મંત્રીને PAKનો અસલી ચહેરો બતાવ્યો
2 weeks ago
રૂબિયો સાથે ડોભાલ અને જયશંકરની આ બેઠકમાં પ્રાદેશિક સુરક્ષા, આતંકવાદ સામેની લડત અને રક્ષા સહકાર જેવા અનેક મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ચર્ચા દરમિયાન અજિત ડોભાલે આતંકવાદ મુદ્દે ભારતનું વલણ સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે આતંકવાદ માત્ર એક વિચારધારા નથી, પરંતુ એ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ છે. ડોભાલે જણાવ્યું કે પાકિસ્તાનમાં રહેલા આતંકી નેટવર્ક હજુ પણ સક્રિય છે. જેના કારણે અફઘાનિસ્તાન અને સમગ્ર દક્ષિણ એશિયામાં સ્થિરતા માટે સતત ખતરો ઊભો થાય છે.ટેકનોલોજી ટ્રાન્સફર અને સંયુક્ત વિકાસ પર ચર્ચા આ બેઠકમાં ભારત તરફથી સ્પષ્ટ કરાયું કે હવે ભારત માત્ર ચેતવણી નહીં આપે, પરંતુ જરૂર પડશે તો સીધી કાર્યવાહી કરશે. આ દરમિયાન ભારત અને અમેરિકા વચ્ચે રક્ષા સહકારને નવી ઊંચાઈઓ પર લઈ જવા પર પણ સહમતિ બની હતી. બંને દેશો વચ્ચે ‘iCET’ હેઠળ ટેકનોલોજી ટ્રાન્સફર, સંયુક્ત વિકાસ અને કો-પ્રોડક્શન પર ખાસ ધ્યાન આપવામાં આવશે. આ મોટા બદલાવ પછી ભારત હવે માત્ર રક્ષા ક્ષેત્રમાં ખરીદદાર બનીને નહીં રહે, પરંતુ અમેરિકા સાથે મળીને રક્ષા ટેકનોલોજીનો કો-ક્રિએટર બનશે. રૂબિયોએ PM મોદીને આપ્યું આમંત્રણ આ પહેલાં અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં વિદેશ મંત્રી એસ. જયશંકર અને એનએસએ અજિત ડોભાલ પણ હાજર હતા. તે દરમિયાન બંને દેશોએ વેપાર, ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ગ્લોબલ સપ્લાય ચેઇન, રક્ષા અને ઊર્જા જેવા ક્ષેત્રોમાં સહકાર વધારવા અંગે ચર્ચા કરી હતી. રૂબિયોએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તરફથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને વ્હાઇટ હાઉસની મુલાકાત માટે આમંત્રણ પણ આપ્યું છે.
Click here to Read more