IPLની એક જ સિઝનમાં એક ટીમના 2 બેટ્સમેનોએ બનાવ્યા 600 રન, સુદર્શન અને ગિલની જોડીએ મચાવી ધૂમ
3 weeks ago
ગુજરાત ટાઈટન્સના બેટ્સમેન શુભમન ગિલ અને સાઇ સુદર્શન માટે IPLની 19મી સિઝન યાદગાર રહી છે. આ સિઝનમાં બંનેએ સારું પ્રદર્શન કર્યું છે, અને બંનેએ IPL 2026માં 600 રનનો આંકડો પાર કર્યો છે. સાઈ સુદર્શન અને શુભમન ગિલની જોડી બે IPL સિઝનમાં 600 રનનો આંકડો પાર કરનારી પહેલી જોડી બની છે. આ બંને બેટ્સમેનોએ પાછલી સિઝનમાં પણ 600 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી અને ક્રિસ ગેઈલની જોડીએ 2013 માં આ સિદ્ધિ મેળવી IPLના ઈતિહાસમાં એક જ સિઝનમાં એક જ ટીમના બે બેટ્સમેનોના 600 રન બનાવવાના રેકોર્ડની વાત કરીએ તો, આ લિસ્ટમાં ટોપ નામ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુના વિરાટ કોહલી અને ક્રિસ ગેઈલના છે. ગેઇલ અને કોહલીએ સૌપ્રથમ 2013 માં આ સિદ્ધિ મેળવી હતી. ત્યારબાદ 2016 માં વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સની જોડીએ અને પછી 2023 માં વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસે RCB માટે આ રેકોર્ડનું કમબેર કર્યું. બંનેએ 2023માં 600 થી વધુ રન બનાવ્યા. ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસે 2021માં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે 600 રનનો આંકડો વટાવી દીધો હતો. પરંતુ ગુજરાત ટાઈટન્સના બે યુવા બેટ્સમેન, શુભમન ગિલ અને સાઈ સુદર્શને ઈતિહાસ રચ્યો. આ જોડીએ 2025 માં આ સિદ્ધિ હાંસલ કરી એટલું જ નહીં, પરંતુ IPL 2026 માં સતત બીજી વખત પણ તે હાંસલ કર્યું, લીગ ઈતિહાસમાં કંઈક એવું હાંસલ કર્યું જે વિરાટ કોહલી, ડી વિલિયર્સ અથવા ગેઈલ જેવી દિગ્ગજ જોડીએ પણ પહેલાં હાંસલ કર્યું ન હતું. IPL સીઝનમાં એક ટીમ માટે 600+ રન બનાવનારા 2 અલગ અલગ બેટ્સમેન ક્રિસ ગેઈલ અને વિરાટ કોહલી (RCB, 2013) વિરાટ કોહલી અને એબી ડી વિલિયર્સ (RCB, 2016) ઋતુરાજ ગાયકવાડ અને ફાફ ડુ પ્લેસિસ (CSK, 2021) વિરાટ કોહલી અને ફાફ ડુ પ્લેસિસ (RCB, 2023) શુભમન ગિલ અને સાઈ સુદર્શન (GT, 2025) શુભમન ગિલ અને સાઈ સુદર્શન (GT, 2026) ગુજરાતે ચેન્નાઈને 230 રનનો ટાર્ગેટ આપ્યો જીટી વિરુદ્ધ સીએસકે મેચની વાત કરીએ તો પ્રથમ બેટિંગ કરતા, ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 229 રન બનાવ્યા અને ચેન્નાઈને જીતવા માટે 230 રનનો ટાર્ગેટ આપ્યો. આ મેચમાં જીટીના 3 બેટ્સમેનોએ અડધી સદી ફટકારી. ટીમ તરફથી સાઈ સુદર્શને સૌથી વધુ 84 રન બનાવ્યા, જ્યારે શુભમન ગિલે 64 રન બનાવ્યા. જોસ બટલર 27 બોલમાં 57 રન બનાવીને અણનમ રહ્યા. આ પણ વાંચો: BCCIએ શુભમન ગિલને નવા T20 કેપ્ટન તરીકે કર્યો નિયુક્ત, સૂર્યકુમાર યાદવ પાસેથી છીનવાઈ કેપ્ટનશીપ?
Click here to Read more


