IPL-2026ની ફાઈનલમાં પહોંચી બેંગલુરુની ટીમ, 92 રને હારેલી ગુજરાત ટાઈટન્સને વધુ એક તક
2 weeks ago
IPL 2026, Royal Challengers Bengaluru vs Gujarat Titans Qualifier 1 Match : આઈપીએલ-2026માં આજથી રૉયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે રમાયેલી પ્લેઓફની મેચમાં ગુજરાતની ટીમનો શરમજનક પરાજય થયો છે. બેંગલુરુની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 254 રન નોંધાવી ગુજરાતને જીતવા માટે 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જોકે ગુજરાતની ટીમ માત્ર 162 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. આજની મેચમાં બેંગલુરુના કેપ્ટન રજત પાટીદારે વિસ્ફોટ બેટિંગ કરીને ટીમને મજબૂત સ્કોર સુધી પહોંચાડ્યું હતું, તો જેકોબ ડફ્ફી સહિતના બોલરોએ પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.રજત પાટીદારના 33 બોલમાં 93 રનબેંગલુરુ તરફથી કેપ્ટન રજત પાટીદારે વિસ્ફોટક બેટિંગ કરીને માત્ર 33 બોલમાં 5 ચોગ્ગા અને 9 છગ્ગાની મદદથી અણનમ 93 રનની તોફાની ઈનિંગ રમી હતી.
Click here to Read more

