IPL 2026, LSG vs PBKS LIVE : આઈપીએલ 2026, પ્રભસિમરન સિંહ 69 રને આઉટ
3 weeks ago
IPL 2026 Lucknow Super Giants vs Punjab Kings, LSG vs PBKS LIVE Score: આઈપીએલ 2026ની 68મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે આપેલા 197 રનના પડકાર સામે પંજાબ કિંગ્સે 15 ઓવરમાં 3 વિકેટે 162 રન બનાવી લીધા છે. આ મેચ લખનઉના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઇ રહી છે. પંજાબ કિંગ્સ ઇનિંગ્સ -પ્રભસિમરન સિંહ 39 બોલમાં 7 ફોર અને 2 સિક્સર સાથે 69 રને અર્જુન તેંડુલકરની ઓવરમાં એલબી આઉટ થયો. -શ્રેયસ ઐયરે 33 બોલમાં 8 ફોર સાથે અડધી સદી ફટકારી. -પ્રભસિમરન સિંહે 28 બોલમાં 4 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. -પંજાબ કિંગ્સે 9.3 ઓવરમાં 100 રન પુરા કર્યા. -કૂપર કોનોલી 10 બોલમાં 4 ફોર સાથે 18 રને શમીની ઓવરમાં બોલ્ડ થયો. -પ્રિયાંશ આર્યા પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના શમીની ઓવરમાં કેચ આઉટ. લખનઉ સુપર જાયન્ટ્સ ઇનિંગ્સ -અર્જુન તેંડુલકરના 5 બોલમાં અણનમ 5 રન. -જોશ ઇંગ્લિશ 44 બોલમાં 9 ફોર અને 2 સિક્સર સાથે 72 રને શશાંક સિંહની ઓવરમાં કેચ આઉટ થયો. -ઋષભ પંત 22 બોલમાં 3 ફોર સાથે 26 રને ચહલનો શિકાર બન્યો. -જોશ ઇંગ્લિશે 28 બોલમાં 6 ફોર અને 2 સિક્સર સાથે અડધી સદી ફટકારી. -લખનઉ સુપર જાયન્ટ્સે 10 ઓવરમાં 100 રન પુરા કર્યા. -આયુષ બદોની 18 બોલમાં 5 ફોર અને 3 સિક્સર સાથે 43 રને ચહલની ઓવરમાં સ્ટમ્પિંગ આઉટ થયો. -નિકોલસ પૂરન 7 બોલમાં 2 રન બનાવી જાન્સેનની ઓવરમાં બોલ્ડ થયો. -અર્શીન કુલકર્ણી પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના ઓમરઝાઇની ઓવરમાં કેચ આઉટ થયો. -લખનઉ સુપર જાયન્ટ્સે સિઝનની તેની છેલ્લી લીગ મેચમાં અર્જુન તેંડુલકરને તક આપી છે. -પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો છે. આઈપીએલ 2026 : કોહલી અને ટ્રેવિસ હેડ વચ્ચે બબાલ, મેચ પછી કોહલીએ હાથ ના મિલાવ્યો બન્ને ટીમો આ પ્રમાણે છે લખનઉ સુપર જાયન્ટ્સ : જોશ ઇંગ્લિશ, અર્શીન કુલકર્ણી, ઋષભ પંત (કેપ્ટન), નિકોલસ પૂરન, આયુષ બદોની, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, અર્જુન તેંડુલકર, મોહમ્મદ શમી, મોહસિન ખાન, પ્રિન્સ યાદવ. પંજાબ કિંગ્સ : પ્રિયાંશ આર્યા, પ્રભસિમરન સિંહ, કૂપર કોનોલી, શ્રેયસ ઐયર (કેપ્ટન), શશાંક સિંહ, સૂર્યાંશ શેડગે, અઝમતુલ્લાહ ઓમરઝાઇ, માર્કો જેન્સન, અર્શદીપ સિંહ, વિજયકુમાર વૈશ્યાક, યુઝવેન્દ્ર ચહલ.
Click here to Read more
