Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IPL 2026 playoffs: પ્લેઓફની રેસ થઈ રોમાંચક, જાણો કઈ ટીમ કેવી રીતે ક્વોલિફાય કરી શકે છે?

    3 weeks ago

    1

    0

    IPL 2026 હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગઈ છે અને 31 મેના રોજ ફાઈનલ રમાશે, પરંતુ હજુ સુધી પ્લેઓફની ચોથી ટીમ કઈ હશે તે સસ્પેન્સ અકબંધ છે. બીજી તરફ, પોઈન્ટ્સ ટેબલમાં ટોપ-2માં સ્થાન મેળવવા માટે પણ ટીમો વચ્ચે જોરદાર ટક્કર ચાલી રહી છે. ગુરુવારે ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવીને ગુજરાત ટાઈટન્સે ટોપ-2 માં પોતાનું સ્થાન પાકું કરી લીધું છે, પરંતુ બીજા સ્થાન માટે આજે સનરાઈઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામસામે ટકરાશે.જો આરસીબી જીતશે તો તે ટેબલમાં ટોચ પર રહીને પ્લેઓફમાં જશે. જ્યારે સનરાઈઝર્સે માત્ર જીતવાનું જ નથી, પરંતુ નેટ રન રેટમાં પણ આરસીબીને પછાડવું પડશે, જે ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું છે. વર્તમાન પોઈન્ટ્સ ટેબલ RCB: 13 મેચ, 18 પોઈન્ટ (NRR: +1.065) GT: 14 મેચ, 18 પોઈન્ટ (NRR: +0.695) - ક્વોલિફાય SRH: 13 મેચ, 16 પોઈન્ટ (NRR: +0.350) RR: 13 મેચ, 14 પોઈન્ટ (NRR: +0.083) PBKS: 13 મેચ, 13 પોઈન્ટ (NRR: +0.227) KKR: 13 મેચ, 13 પોઈન્ટ (NRR: +0.011) SRH ને ટોપ-2માં પહોંચવા માટે શું કરવું પડશે? (200 રનના સ્કોરના આધારે ગણિત) જો હૈદરાબાદ (SRH) પહેલા બેટિંગ કરીને 200 રન બનાવે છે, તો તેણે RCB ને ઓછામાં ઓછા 87 રનથી હરાવવું પડશે. જો ટીમ ચેઝ (બીજી બેટિંગ) કરે છે, તો તેણે આ લક્ષ્ય 11 ઓવર કે તેથી પહેલા મેળવવો પડશે. જો આ આંકડાઓ સાથે SRH ન જીતે તો સામાન્ય જીત છતાં પણ આરસીબી અને ગુજરાત જ ટોપ-2માં રહેશે. ટોપ-2માં રહેનારી ટીમને 26 મેના રોજ ધર્મશાલામાં ક્વોલિફાયર-1 રમવાની તક મળશે. ચોથા પ્લેઓફ સ્પોટ માટેની જંગ: ત્રણ ટીમો રેસમાં 1. રાજસ્થાન રોયલ્સ (RR) વિરૂદ્ધ મુંબઈ ઈન્ડિયન્સ (24 મે) રાજસ્થાન જો મુંબઈ સામે પોતાની છેલ્લી મેચ જીતી જશે તો તે 16 પોઈન્ટ સાથે સીધી ક્વોલિફાય થઈ જશે. જો તે હારી જાય, તો તેણે આશા રાખવી પડશે કે લખનૌ પંજાબને હરાવે અને દિલ્હી કોલકાતાને હરાવે, જેથી 14 પોઈન્ટ સાથે પણ રાજસ્થાન આગળ નીકળી શકે. 2. પંજાબ કિંગ્સ (PBKS) વિરુદ્ધ લખનૌ સુપર જાયન્ટ્સ (23 મે) પંજાબને કોઈ પણ અડચણ વગર ક્વોલિફાય થવા માટે ત્રણ પરિણામો પોતાના પક્ષમાં જોઈશે: 1. પંજાબ લખનૌને હરાવે, 2. મુંબઈ રાજસ્થાનને હરાવે અને ૩. દિલ્હી કેકેઆરને હરાવે. 3 કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) નું સમીકરણ કેકેઆરને નેટ રન રેટની ગૂંચવણ વગર ક્વોલિફાય થવા માટે લખનૌ પંજાબને હરાવે, મુંબઈ રાજસ્થાનને હરાવે અને કેકેઆર પોતે દિલ્હી સામે મોટી જીત મેળવે તે જરૂરી છે. જો પંજાબ અને કોલકાતા બંને પોતપોતાની મેચ જીતે, તો નેટ રન રેટના આધારે નિર્ણય થશે , જેમાં હાલ પંજાબ પ્લસમાં હોવાથી મજબૂત સ્થિતિમાં છે. દિલ્હી કેપિટલ્સ (DC) ની આઉટસાઈડ ચાન્સ દિલ્હી માટે પણ એક ધૂંધળી તક છે. જો રાજસ્થાન અને પંજાબ પોતાની મેચો હારે અને દિલ્હી કેકેઆરને ખૂબ મોટા માર્જિનથી (અંદાજે 129 રનથી) હરાવે તો જ તે રેસમાં આવી શકે છે, જે તેમનો નેગેટિવ રન રેટ (-0.871) જોતાં અશક્ય જેવું લાગે છે. IPL 2026 પ્લેઓફ સમીકરણ, પોઈન્ટ્સ ટેબલ લાઈવ, ગુજરાત ટાઈટન્સ ક્વોલિફાયર 1, ચોથા સ્થાનની રેસ, IPL 2026 Playoff Scenarios, SRH vs RCB Net Run Rate, RR PBKS KKR Qualification, IPL Points Table 2026,આ પણ વાંચો - GT vs CSK : હોઠ પર આંગળી, શાંત રહેવાનો ઇશારો... શુભમન ગિલે કેમ કર્યું આવું?
    Click here to Read more
    Prev Article
    ‘चिकनी चमेली’ गाने पर JCB से कराया ऐसा डांस, देख कटरीना कैफ भी कहेंगी- ‘भाई, तू ही असली चमेली है!’
    Next Article
    Malmas 2026: શું ખરેખર મલમાસ છે મલિન કે અપવિત્ર મહિનો? જાણીલો પુરુષોત્તમ માસનું મહત્ત્વ

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment