Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    IPL Golden duck રેકોર્ડ: રાશિદ ખાન ટોપ પર, વિરાટ કોહલીએ કરી ઈશાન કિશનની બરાબરી

    3 weeks ago

    1

    0

    આઈપીએલ (IPL) મેચમાં જ્યાં એક તરફ રનનો પહાડ ખડકાય છે, ત્યાં બીજી તરફ કેટલાક એવા રેકોર્ડ્સ પણ બને છે જે બેટ્સમેનો માટે શરમજનક છે. હાલમાં જ વિરાટ કોહલી શૂન્ય પર આઉટ થતાં  આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ વખત 'ગોલ્ડન ડક' (Golden Duck) પર આઉટ થનારા ખેલાડીઓની યાદી સામે આવી છે, જેમાં અફઘાનિસ્તાનના સ્ટાર ઓલરાઉન્ડર રશીદ ખાને નવો ઈતિહાસ રચ્યો છે. રાશિદ ખાન: ગોલ્ડન ડકનો નવો 'કિંગ' ગુજરાત ટાઇટન્સ તરફથી રમતા રાશિદ ખાન આ શરમજનક રેકોર્ડમાં સુનીલ નરેન અને લથિથ મલિંગા જેવા દિગ્ગજોને પાછળ છોડી મોખરે છે. રાશિદ ખાન આઈપીએલમાં સૌથી વધુ વખત ઇનિંગના પ્રથમ બોલે (ગોલ્ડન ડક) આઉટ થનારો ખેલાડી બની ગયો છે. અત્યાર સુધી તે 11 વખત ગોલ્ડન ડક પર આઉટ થયો છે. Virat Kohli goes for a Golden Duck 😯Courtesy Deepak Chahar 🤌💙Updates ▶️ https://t.co/wYlCB10dhm#TATAIPL | #KhelBindaas | #RCBvMI | @mipaltan pic.twitter.com/LxCP62qvVJ — IndianPremierLeague (@IPL) May 10, 2026 વિરાટ કોહલી અને ઈશાન કિશન સરખા આ લિસ્ટમાં માત્ર રાશિદ ખાન જ નહીં, પણ ભારતીય સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનું નામ પણ ચોંકાવનારું છે. વિરાટ કોહલી અત્યાર સુધીમાં 7 વખત ગોલ્ડન ડકનો શિકાર બન્યો છે. આ સાથે તેણે મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર ઈશાન કિશનની બરાબરી કરી છે. વિરાટ જેવો મહાન ખેલાડી જ્યારે શૂન્ય રને આઉટ થાય છે, ત્યારે સોશિયલ મીડિયા પર તેની ચર્ચા તેજ બની જાય છે. IPL: ગોલ્ડન ડક પર આઉટ થનાર ખેલાડીઓ ખેલાડી ગોલ્ડન ડક રાશિદ ખાન 12 ગ્લેન મેક્સવેલ 10 સુનિલ નરેન 8 ઈશાન કિશન 8 વિરાટ કોહલી 8 હરભજનસિંહ 7 દિનેશ કાર્તિક 7 IPL 2026 સિઝનના વધુ વાંચવા જેવી સ્ટોરી ઉર્વિલ પટેલ: માત્ર 13 બોલમાં ફટકારી સૌથી ફાસ્ટેસ્ટ ફિફ્ટી લોહીલુહાણ અને પીડા છતાં કૃણાલ પંડ્યાની લડાયક બેટિંગ IPL 2026: લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસમાંથી બહાર વિરાટ કોહલી રેકોર્ડ IPL ટુર્નામેન્ટમાં વિરાટ કોહલી રન મશીન તરીકે ઓળખાય છે. તેણે આ IPL સિઝન 2026 માં પોતાના 9 હજાર રન આઈપીએલમાં પુરા કર્યા છે. તેણે 278 મેચમાં 270 ઇનિંગ્સ રમી 9040 રન બનાવ્યા છે. વિરાટે આઈપીએલમાં 8 સદી અને 66 ફિફ્ટી કરી છે. તેણે 306 સિક્સ અને 814 ફોર ફટકારી છે. 
    Click here to Read more
    Prev Article
    ભુવનેશ્વર કુમાર નંબર 1, મલિંગાનો રેકોર્ડ તોડ્યો; IPL જીતમાં સૌથી વધુ વિકેટ મેળવનારા ટોપ-5 બોલર
    Next Article
    IPL 2026: લખનૌ સુપર જાયન્ટ્સ પ્લેઓફની રેસમાંથી બહાર, હવે CSK અને રાજસ્થાનની વધી શકે છે મુશ્કેલી

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment