IPL પાસ કૌભાંડ: દિલ્હીમાં વિરાટ કોહલીની મેચનો ફ્રી પાસ ₹80 હજારમાં વેચાયો, પેટ્રોલ પંપથી ચાલતું નેટવર્ક
4 weeks ago
Delhi IPL Pass Scam: દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાઈ રહેલી IPL મેચો દરમિયાન વીઆઈપી અને કોમ્પ્લિમેન્ટ્રી (ફ્રી) પાસની કાળાબજારી કરવાનું એક મોટું અને સંગઠિત કૌભાંડ સામે આવ્યું છે. દિલ્હી પોલીસની તપાસમાં બહાર આવ્યું છે કે આ કૌભાંડ કોઈ સામાન્ય નાની ગેંગ દ્વારા નહીં, પરંતુ સ્ટેડિયમની અંદરથી જ દિલ્હી ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશન (DDCA) ના વરિષ્ઠ અધિકારીઓ અને પેટ્રોલ પંપના કર્મચારીઓની મદદથી ચલાવવામાં આવી રહ્યું હતું.વિરાટ કોહલીની મેચમાં સૌથી વધુ ઉઘાડી લૂંટપોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) અને દિલ્હી કેપિટલ્સ વચ્ચેની હાઈ-પ્રોફાઈલ મેચ દરમિયાન સૌથી વધુ કાળાબજારી થઈ હતી. સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીને રમતા જોવા માટે ચાહકોમાં રહેલી ભારે ક્રેઝનો ફાયદો ઉઠાવીને એક-એક ફ્રી પાસ ₹80,000 સુધીની કિંમતે બ્લેકમાં વેચવામાં આવ્યો હતો.
Click here to Read more

