Kandla Port:દેશને મોટી રાહત,હોર્મુઝ સ્ટ્રેટ પાર કરી 20,000 ટન LPG સાથે‘સિમી’ ટેન્કર ગુજરાત પહોંચ્યું
3 weeks ago
દેશમાં રાંધણ ગેસ (LPG)ની સપ્લાયમાં ચાલી રહેલી ખેંચતાણ વચ્ચે ભારતના ઉર્જા ક્ષેત્ર માટે ખૂબ જ રાહતના સમાચાર આવ્યા છે. માર્શલ આઇલેન્ડ્સનો ધ્વજ ધરાવતું વિશાળ કોમર્શિયલ જહાજ ‘સિમી’ (Symi) આશરે 20,000 ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (LPG)નો જથ્થો લઈને સુરક્ષિત રીતે ગુજરાતના કંડલા પોર્ટ પર પહોંચી ગયું છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા તણાવ અને યુદ્ધની સ્થિતિ વચ્ચે ભારત પહોંચનારૂં આ 15મું જહાજ છે, જેનાથી દેશમાં ગેસની અછત દૂર કરવામાં મોટી મદદ મળશે.હોર્મુઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું જહાજમળતી માહિતી મુજબ, આ ટેન્કર ગત 13 મેના રોજ વૈશ્વિક વેપાર માટે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ (Strait of Hormuz)માંથી પસાર થયું હતું. પ્રાદેશિક તણાવને જોતાં ભારતીય નૌસેના સહિત અનેક સુરક્ષા એજન્સીઓ આ જહાજને સુરક્ષિત રાખવા માટે સતત સહયોગ આપી રહી હતી. આ પહેલાં 13 મેના રોજ જ અન્ય એક LPG ટેન્કર 'MV Sunshine' પણ આ રૂટ પરથી સફળતાપૂર્વક ભારત તરફ આગળ વધ્યું હતું. ભારતીય એજન્સીઓની સતર્કતાને કારણે ફારસી ખાડીમાંથી આ જહાજોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.ઈરાને આપ્યો સુરક્ષાનો ભરોસોઆ મહત્વપૂર્ણ ઘટનાક્રમ વચ્ચે ઈરાનના વિદેશ મંત્રી સૈયદ અબ્બાસ અરાગચીએ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. ઈરાની વિદેશ મંત્રીએ સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું કે, પ્રાદેશિક સ્થિતિ અંગે ભારત સાથે સકારાત્મક ચર્ચા થઈ છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે, "ઈરાન હોર્મુઝ સ્ટ્રેટમાં વ્યાપારી જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પોતાની ઐતિહાસિક જવાબદારી હંમેશા નિભાવશે. ભારત સહિતના તમામ મિત્ર દેશો વ્યાપારી સુરક્ષા માટે ઈરાન પર સંપૂર્ણ ભરોસો રાખી શકે છે."આંતરરાષ્ટ્રીય કાયદાઓનું પાલન થશે: ઈરાનબીજી તરફ, ઈરાનના કાનૂની અને આંતરરાષ્ટ્રીય બાબતોના નાયબ વિદેશ મંત્રી કાઝેમ ગરીબાબાદીએ આ મુદ્દે અમેરિકા પર નિશાન સાધ્યું છે. તેમણે જણાવ્યું કે અમેરિકા ગંભીર કૂટનીતિમાં રસ દાખવી રહ્યું નથી. જોકે, તેમણે આશ્વાસન આપ્યું કે એકવાર આ ક્ષેત્રમાં શાંતિ સ્થપાશે એટલે હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિ પહેલાં કરતાં વધુ સારી, પારદર્શક અને સુદ્રઢ બનશે. ઈરાન ક્યારેય આંતરરાષ્ટ્રીય કાયદાઓની બહાર જઈને કામ નહીં કરે.ગુજરાતના કંડલા પોર્ટ પર ‘સિમી’ ટેન્કરના આગમનથી ભારતીય બજારમાં LPGનો પુરવઠો સામાન્ય કરવામાં અને આગામી દિવસોમાં કિંમતોને નિયંત્રણમાં રાખવામાં મોટી સફળતા મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.આ પણ વાંચો:
Click here to Read more