Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Kanpur : પરીક્ષા કેન્દ્ર બહાર મોટી દુર્ઘટના, નાળાનો સ્લેબ ધસી પડતાં અનેક વિદ્યાર્થીઓ થયા ઘાયલ

    2 weeks ago

    1

    0

    ઉત્તર પ્રદેશના કાનપુરના મકરાબર્ટગંજ વિસ્તારમાં રવિવારે યુપી B.Ed સંયુક્ત પ્રવેશ પરીક્ષા દરમિયાન એક દુર્ઘટના સર્જાઈ. પ્રોફેસર એચ.એન. મિશ્રા પીજી કોલેજ પરીક્ષા કેન્દ્ર બહાર અચાનક નાળાનો સ્લેબ ધસી પડતાં અનેક પરીક્ષાર્થી નાળામાં પડી ગયા હતા. આ અચાનક બનેલી ઘટનાથી સ્થળ પર અફરાતફરી મચી ગઈ. ઘટનામાં ચાર વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે.સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી મળતી માહિતી મુજબ પ્રથમ પાળીની પરીક્ષા શરૂ થાય તે પહેલાં કેટલાક ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર નજીક આવેલી દુકાન પર ફોટોકોપી કરાવવા ગયા હતા. ત્યારે દુકાનની સામે નાળાની ઉપર મૂકેલી કોન્ક્રીટની સ્લેબ અચાનક ભારે વજન સહન ન કરી શકતાં તૂટી ગઈ અને ઉમેદવારો સીધા નાળામાં પડી ગયા હતા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. રાહતની વાત એ રહી કે બહાર નીકળ્યા બાદ વિદ્યાર્થીઓએ ઝડપથી સ્નાન કરીને સમયસર પરીક્ષા કેન્દ્રમાં પહોંચી પરીક્ષા આપી. અન્ય કેન્દ્રો પર શાંતિપૂર્ણ રીતે પરીક્ષા લેવાઈ બીજી તરફ, જિલ્લામાં 19 પરીક્ષા કેન્દ્રો પર કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પ્રથમ પાળીની પરીક્ષા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. છત્રપતિ શાહૂ જી મહારાજ યુનિવર્સિટી (CSJMU) કેમ્પસમાં જ 9 કેન્દ્રો બનાવવામાં આવ્યા હતા. પરીક્ષા દરમિયાન મોબાઈલ, સ્માર્ટવોચ, કેલ્ક્યુલેટર સહિતના ઈલેક્ટ્રોનિક ઉપકરણો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો અને પ્રવેશ પહેલા કડક ચકાસણી કરવામાં આવી હતી. આ વર્ષે બે પાળીમાં યોજાતી આ પરીક્ષામાં કુલ 9,168 ઉમેદવારો નોંધાયેલા છે. પ્રથમ પાળી સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધી યોજાઈ હતી, જ્યારે બીજી પાળી બપોરે 2થી સાંજના 5 વાગ્યા સુધી રાખવામાં આવી હતી. ઉમેદવારોએ જણાવ્યું કે પ્રથમ પ્રશ્નપત્રમાં સામાન્ય જ્ઞાનના પ્રશ્નો મુશ્કેલ હતા. સમગ્ર પરીક્ષા દરમિયાન ભારે પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ પણ વાંચો : Himachal Pradesh : ચંબામાં 500 મીટર ઉંડી ખીણમાં ટેક્સી ખાબકી, 8 પ્રવાસીઓના મોત
    Click here to Read more
    Prev Article
    गाजियाबाद में छात्र की हत्या करने वाले असद का एनकाउंटर:उकसाने वाला पिता भी गिरफ्तार, कहा था- बकरीद पर सूर्या की कहानी खत्म कर दो
    Next Article
    Petrol Diesel price today in Pakistan: પેટ્રોલના ભાવમાં 22 રૂ.નો ઘટાડો તો ડીઝલના ભાવ પણ ઘટ્યા

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment