Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    London:બ્રિટનમાં હિન્દુઓ વિરુદ્ધ વધતા નફરત અને ગુનાખોરી પર રખાશે નજર, લોન્ચ થયું ખાસ ઓનલાઇન પ્લેટફોર્મ

    3 weeks ago

    2

    0

    બ્રિટન (UK)માં વસતા હિન્દુ સમુદાય વિરુદ્ધ વધી રહેલા હેટ ક્રાઇમ (નફરતી ગુનાઓ) અને ભેદભાવની ઘટનાઓ પર રોક લગાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભરવામાં આવ્યું છે. બ્રિટનમાં હિન્દુ વિરોધી ઘટનાઓની દેખરેખ અને ટ્રેકિંગ માટે એક નવું ઓનલાઇન પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે, જેનું નામ 'એન્ટી હિન્દુ હેટ મોનિટરિંગ સેન્ટર' (Anti Hindu Hate Monitoring Center) રાખવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મનો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુઓ સામે થતા ભેદભાવ, નફરત અને હિંસા સાથે જોડાયેલા મામલાઓની સચોટ રિપોર્ટિંગ અને નજર રાખવાનો છે.લંડનમાં નફરતી હિંસામાં 23%નો ચિંતાજનક વધારોછેલ્લા કેટલાક સમયથી બ્રિટનની રાજધાની લંડનમાં હિન્દુઓ વિરુદ્ધ અપરાધ વધવાના કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે. બીબીસી (BBC)ના એક રિપોર્ટ અનુસાર, લંડનમાં ધર્મના આધારે થતા હેટ ક્રાઇમમાં આ વર્ષે 23% ટકાનો મોટો વધારો નોંધાયો છે. ગયા વર્ષે જાન્યુઆરીથી એપ્રિલ દરમિયાન આવા 839 કેસ નોંધાયા હતા, જે આ વર્ષે સમાન ગાળામાં વધીને 1,032 થઈ ગયા છે. આ ચિંતાજનક આંકડાઓએ લંડન પોલીસની ઊંઘ હરામ કરી દીધી છે.આ પ્લેટફોર્મની જરૂર કેમ પડી?આ સંસ્થાના સંચાલકોના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી બ્રિટનની પ્રવર્તમાન સિસ્ટમમાં હિન્દુ વિરોધી ઘટનાઓને યોગ્ય રીતે રેકોર્ડ કરવાની કોઈ ચોક્કસ વ્યવસ્થા નહોતી. ઘણી વખત લોકો ડર અથવા અન્ય કારણોસર ફરિયાદ પણ નોંધાવતા નહોતા. બ્રિટનમાં રહેતા ઘણા હિન્દુઓએ માનસિક સતામણી, તોડફોડ અને ઓનલાઇન દુરવ્યવહારની ફરિયાદો કરી હતી. આ પ્લેટફોર્મ હવે લોકોની ફરિયાદો એકત્રિત કરશે, ઘટનાઓનો રેકોર્ડ રાખશે અને સમગ્ર બ્રિટનમાં હિન્દુઓ સામે થતી નફરતના પેટર્નને સમજવા માટે સત્તાવાર ડેટા જાહેર કરશે.પોલીસ ડેટા માન્ય રાખે તે આગામી લક્ષ્ય: કૃપેશ હિરાનીલંડન એસેમ્બલીના સભ્ય કૃપેશ હિરાનીએ આ પહેલને આવકારી છે. તેમણે જણાવ્યું કે, થોડા વર્ષો પહેલા તેમણે સિટી હોલમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હવે સમુદાય એકજૂથ થઈને કામ કરી રહ્યો છે તે પ્રશંસનીય છે. હિરાનીએ ઉમેર્યું કે, તેમનું આગામી લક્ષ્ય એ સુનિશ્ચિત કરવાનું રહેશે કે આ પ્લેટફોર્મ પર નોંધાયેલા આંકડાઓને બ્રિટનની મેટ્રોપોલિટન પોલીસ પણ સત્તાવાર રીતે માન્યતા આપે. આ સાથે જ તેમણે હિન્દુ સમુદાયને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અન્યાય સામે ડર્યા વગર આ ઓનલાઇન પ્લેટફોર્મ પર રિપોર્ટ નોંધાવે.આ પણ વાંચો:Canada: દુનિયાના નકશા પર દેખાશે નવો દેશ? કેનેડાથી અલગ થવા યોજાશે જનમત સંગ્રહ
    Click here to Read more
    Prev Article
    ટ્વિશાના મોતની CBI તપાસ થશે, સરકારે સંમતિ આપી:સમર્થની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનાવણી, એડવોકેટ જનરલે કેસ ડાયરી માટે સમય માંગ્યો
    Next Article
    Video: किस मौसम में घर बनाना होता है सबसे सस्ता? इन 4 कारणों से कम आता है खर्च, जानें सीक्रेट फॉर्मूला

    Related વિશ્વ Updates:

    Comments (0)

      Leave a Comment