Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Madhya Pradesh : જબલપુરમાં નશીલા ઈન્જેક્શનના રેકેટનો પર્દાફાશ, 2 MR સહિત 6 લોકોની કરાઈ ધરપકડ

    3 hours ago

    1

    0

    મધ્ય પ્રદેશના જબલપુરમાં નશીલા ઈન્જેક્શનના ગેરકાયદે વેપાર સામે ક્રાઈમ બ્રાન્ચ અને પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. આ ઓપરેશન દરમિયાન બે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ (MR) સહિત કુલ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 6,600 નશીલા ઈન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા છે, જેની બજાર કિંમત અંદાજે 15 લાખ રૂપિયા હોવાનું જણાવવામાં આવ્યું છે.બે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરાઈ પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ પ્રતિબંધિત ઈન્જેક્શનોની સપ્લાય ઉત્તરપ્રદેશમાંથી કરવામાં આવતી હતી અને જબલપુરમાં નશાના વેપાર સાથે સંકળાયેલા લોકો સુધી પહોંચાડવામાં આવતી હતી. પોલીસે નશા વિરોધી અભિયાન હેઠળ બે અલગ-અલગ સ્થળોએ કાર્યવાહી કરી હતી. પ્રથમ કાર્યવાહી બેલબાગ વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યાં પાંચ આરોપીઓની ધરપકડ કરીને 3,200 ઇન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા હતા. બીજી કાર્યવાહી આધારતાલ વિસ્તારમાં કરવામાં આવી હતી, જ્યાં એક આરોપી પાસેથી 3,400 ઇન્જેક્શન મળી આવ્યા હતા. બે મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ પણ ઝડપાયા પોલીસના જણાવ્યા મુજબ બેલબાગ વિસ્તારમાં ઝડપાયેલા પાંચ આરોપીઓમાંથી ત્રણ સપ્લાય નેટવર્કની મધ્યસ્થ કડી તરીકે કામ કરતા હતા, જ્યારે બે આરોપીઓ મેડિકલ રિપ્રેઝેન્ટેટિવ હતા. તપાસમાં સામે આવ્યું છે કે તેઓ પોતાના વ્યાવસાયિક સંપર્કોનો ઉપયોગ કરીને અન્ય રાજ્યોમાંથી પ્રતિબંધિત દવાઓની ખરીદી અને સપ્લાય કરતા હતા. મોટી માત્રામાં પ્રતિબંધિત ઈન્જેક્શન જપ્ત કાર્યવાહી દરમિયાન 2,000 બ્યુપ્રેનોર્ફિન ટેલજેસિક ઈન્જેક્શન અને 1,200 એવિલ ઈન્જેક્શન જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે બીજી કાર્યવાહી દરમિયાન 2,300 એવિલ અને 1,100 ટેલજેસિક ઈન્જેક્શન મળી આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર આ બંને દવાઓના સંયોજનનો ઉપયોગ નશા માટે કરવામાં આવે છે. તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે આરોપીઓ નશાખોરોને તૈયાર પેકેટ બનાવી વેચતા હતા. એક પેકેટની કિંમત 200થી 500 રૂપિયા સુધી વસૂલવામાં આવતી હતી, જ્યારે કેટલીકવાર તેની કિંમત 1,000 રૂપિયા સુધી પહોંચી જતી હતી. યુપી સુધી ફેલાયેલું નેટવર્ક પોલીસે જણાવ્યું છે કે સમગ્ર સપ્લાય ચેઇનની તપાસ ચાલી રહી છે. અન્ય સંડોવાયેલા આરોપીઓની શોધખોળ માટે ટીમને ઉત્તર પ્રદેશ મોકલવામાં આવી છે. ઉપરાંત અન્ય શંકાસ્પદ વ્યક્તિઓની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસનું માનવું છે કે ટૂંક સમયમાં આ નશીલા ઈન્જેક્શન રેકેટ સાથે જોડાયેલા વધુ લોકોની ધરપકડ કરવામાં આવશે. આ પણ વાંચો : Samosa-VadaPav સહિત અન્ય ફૂડની વસ્તુઓને લઈને બદલાયો નિયમ, જો ભૂલ કરી તો થઈ શકે છે જેલ
    Click here to Read more
    Prev Article
    KL Rahul, Shubman Gill's century highlights India's dominance on Day 1 of one-off Test vs Afghanistan
    Next Article
    मानसून महाराष्ट्र-आंध्र तक पहुंचा, MP-छत्तीसगढ़ देर से पहुंचने का अनुमान:केरलम में बारिश का रेड अलर्ट, वायनाड-कासरगोड में स्कूल बंद, ट्रेकिंग पर रोक

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment