Monsoon Clothes Care Tips: ચોમાસા પહેલા તિજોરીમાં મૂકો આ 5 વસ્તુ; ભેજ અને ફૂગ લાગશે નહીં
1 day ago
Monsoon Wardrobe Moisture And Fragrant Control Tips : ચોમાસાની સીઝન શરૂ થવાની તૈયારી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, જૂનના ત્રીજા અઠવાડિયાથી ઉત્તર ભારતમાં ચોમાસાની ગતિવિધિઓ ઝડપથી વધવાની સંભાવના છે. વરસાદ પછી હવામાન સુખદ બની જાય છે, પરંતુ લોકોને થોડી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે. ચોમાસામાં ભેજનું પ્રમાણ વધવાને કારણે વોર્ડરોબ, કપડાં, બેગ અને શૂઝમાં ફુગ, ભેજ અને ગંધની સમસ્યા પરેશાન કરે છે. તિજોરીમાં થોડી ભેજવાળી વસ્તુઓ રાખવાથી આ સમસ્યા ઘણી હદ સુધી ઓછી કરી શકાય છે. આવી સ્થિતિમાં, ચોમાસાની શરૂઆત પહેલા તમારે કબાટમાં કેટલીક વસ્તુઓ રાખવી જોઈએ જેથી ભેજ અને ફુગની સમસ્યાથી બચી શકાય. પહેલો વરસાદ બાજ ફુગની સમસ્યા કેમ વધે છે? વરસાદ દરમિયાન હવામાં ભેજનું સ્તર વધી જાય છે. ઉપરાંત બંધ કબાટમાં વેન્ટિલેશન ઓછું હોય છે. આ કારણોસર ભૂલથી કબાટમાં હળવા ભીના કપડાં મૂકી દઈએ તો પણ ફૂગ લાગવાનો ડર રહે છે. ચામડાની ચીજોમાં ઝડપથી ભેજ અને ફુગ લાગવાનો ડર રહે છે. ભેજ અને ફુગને રોકવા માટે આ વસ્તુ કબાટમાં રાખો સિલિકા જેલ પેકેટ્સ શું તમે જાણો છો કે નવા શૂઝ, બેગ અને ઇલેક્ટ્રોનિક સામાન સાથે આવતા નાના પેકેટ ખૂબ ઉપયોગી છે. તે વધુ પડતા ભેજને શોષવામાં મદદ કરે છે. તમે તેમને કપડા મૂકવાની તિજોરીમાં મૂકી શકો છો. સૂકા લીમડાના પાન ભેજ અને ફૂગ લાગવાથી રોકવાની આ રીત બહુ જૂની છે. આ સાથે જ તે જંતુઓ અને ભેજને લગતી સમસ્યાઓ ઘટાડવામાં મદદગાર સાબિત થઈ શકે છે. કપૂર જો તમે કબાટમાં ભેજની ગંધ ન આવે તેવું ઇચ્છો છો તો ચોમાસું આવે તેની પહેલાં તિજોરીમાં કપૂર મૂકી દો. તે ભેજ અને ગંધ ઘટાડવામાં મદદરૂપ હોવાનું માનવામાં આવે છે. તેને નાના બાઉલ અથવા કાપડની થેલીમાં મૂકી શકાય છે. લવિંગ અથવા સૂકા લવંડર પાઉચ વોર્ડરોબમાં તાજગી જાળવવા માટે તમે લવિંગ અથવા સૂકા લવંડરના પાઉચ મૂકી શકો છો. કપડાંમાં ભીનાશની ગંધ ઘટાડવામાં મદદ કરી શકે છે. આ પણ વાંચો | ડેનિમ જીન્સ ધોવાની 7 ટીપ્સ, કલર પણ ઝાંખો પડશે નહીં બેકિંગ સોડા તમે આ પદ્ધતિ પણ અપનાવી શકો છો. બેકિંગ સોડા મૂકવાથી ભેજ અને ગંધ ઘટાડવામાં મદદ મળી શકે છે. તમે તેને ખુલ્લા બાઉલમાં મૂકી શકો છો. ધ્યાનમાં રાખો કે તમારે તેને સમયાંતરે બદલવું પડશે.
Click here to Read more

