Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Monsoon Trip: ચોમાસામાં ફરવા માટે 3 સુંદર મોન્સૂન ડેસ્ટિનેશન, વિકેન્ડ ટ્રીપ રહેશે યાદગાર

    4 hours from now

    1

    0

    Best Monsoon Destinations In India : જો તમે શહેરની ભીડથી દૂર થોડી આરામદાયક ક્ષણો વિતાવવા માંગો છો, તો આ ચોમાસું એવી જગ્યાએ જઈ શકે છે જ્યાં સુંદરતા તમારું દિલ જીતી લેશે. આ સ્થળો પર ચોમાસા દરમિયાન મનમોહક કુદરતી દ્રશ્યો જોવા મળે છે. અહીં પાર્ટનર, મિત્રો, પરિવાર સાથે કે પછી એકલા પણ ફરવા જઇ શકાય છે. વિકેન્ડ ટ્રીપમાં આ મોનસૂન ડેસ્ટિનેશનને ટ્રાવેલ લિસ્ટમાં શામેલ કરી શકાય છે. વરસાદમાં આ જગ્યા વધુ સુંદર બની જાય છે. વરસાદની ઋતુ શરૂ થતાંની સાથે જ હરિયાળી, વાદળો અને ઠંડા પવન ચાલવાની મજા અનેકગણું વધારી દે છે.  નીમરાના : Neemrana જો તમે વરસાદની સીઝનમાં પર્વતો પર જવા માંગતા નથી અને સમય પણ ઓછો હોય તો તમે નીમરાના જઈ શકો છો. નીમરાના રાજસ્થાનના અલવર જીલ્લામાં પહાડ પર આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. નીમરાના અમદાવાદથી 800 કિમી અને દિલ્હીથી લગભગ 131 કિમી દૂર છે. અહીંનો પ્રખ્યાત ફોર્ટ પેલેસ અરવલ્લી ટેકરીઓની વચ્ચે બનાવવામાં આવ્યો છે. ચોમાસામાં કિલ્લામાંથી દેખાતી હરિયાળી અને વાદળોનો નજારો તમારા મનને મોહિત કરશે. અરવલ્લી ટેકરીઓની વચ્ચે સ્થિત ઐતિહાસિક કિલ્લો અને આસપાસની હરિયાળી ચોમાસામાં ખૂબ જ આકર્ષક લાગે છે. તે કલપ, ફેમિલી અને વીકેન્ડ ટ્રિપ પ્લાનર્સ માટે શ્રેષ્ઠ છે. ફોટોગ્રાફી અને નેચર વોક માટે પણ પરફેક્ટ ડેસ્ટિનેશન છે. લેન્સડાઉન : Lansdowne લેન્સડાઉન ઉત્તરાખંડનું પ્રખ્યાત હિલ સ્ટેશન છે, જ્યાં મસૂરી અને નૈનીતાલ જેવી ભીડ મળતી નથી. ચોમાસામાં અહીંના દેવદાર અને ઓકના જંગલો ખૂબ જ સુંદર લાગે છે. ઉત્તરાખંડનું આ નાનું અને શાંત હિલ સ્ટેશન ચોમાસામાં ખૂબ જ સુંદર લાગે છે. અહીં તમે ભુલ્લા તાલ, ટિપ-ઇન-ટોપ વ્યૂ પોઇન્ટ, સેન્ટ જ્હોન્સ ચર્ચ, જંગલ વોકનો આનંદ માણી શકો છો. આ પણ વાંચો | ભારતમાં વિદેશ પ્રવાસ જેવી મજા માણો, આ 3 સુંદર સ્થળોને જોઇ તમે પણ કહેશો વાહ નાહન : Nahan તમે અત્યાર સુધી ઘણા હિલ સ્ટેશનોની મુલાકાત લીધી હશે, પરંતુ શું તમે ક્યારેય એવા હિલ સ્ટેશનની મુલાકાત લીધી છે, જ્યાં તમને ટ્રેકિંગ, હરિયાળી જંગલ પહાડ અને ખીણો હંમેશા યાદ રહેશે. જો નહીં, તો તમે દિલ્હીથી લગભગ 250-260 કિમી દૂર નાહન જઈ શકો છો. શિમલાની ભીડથી બચવા માંગતા લોકો માટે નાહન એક શ્રેષ્ઠ સ્થળ છે. તે એક નાનું પરંતુ અત્યંત શાંત પર્વતીય શહેર છે. અહીં તમે રેણુકા તળાવ, સુકૈતી ફોસિલ પાર્ક સિવાય ઘણા વ્યૂ પોઇન્ટ્સ જોઈ શકો છો. તે પરિવાર સાથે આરામદાયક વિકેન્ડ માણવા માટે ઉત્તમ સ્થળ છે.
    Click here to Read more
    Prev Article
    जनरल नरवणे चीन पर बोले- पीएम मोदी ने सही कहा था भारत ने एक इंच ज़मीन भी नहीं गंवाई
    Next Article
    हिमंता बिस्वा सरमा ने 12 मंत्रियों को विभागों का किया बंटवारा, अपने पास रखेंगे कौन से मंत्रालय

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment