ભારતમાં કેરલમમાં ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવે સમગ્ર દેશમાં ધીરે-ધીરે ચોમાસું બેસવા લાગવું છે. વરસાદના આગમન સાથે જ લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળશે. જો કે ચોમાસામાં વરસાદ ના આવતા વાતાવરણમાં ભારે ઉકળાટ થાય છે. આવી સ્થિતિમાં ગરમી ના હોવા છતાં ભેજવાળા વાતાવરણથી રાહત મેળવવા લોકો ACનો ઉપયોગ કરે છે. પરંતુ ચોમાસામાં AC કયા મોડમાં ચલાવવું તેને લઈને લોકોને મૂંઝવણ છે. હજુ પણ ઘણા લોકો ACમાં સેટિંગથી અજાણ છે. વરસાદમાં ડ્રાય કે કુલ મોડ, એમ કયા મોડમાં એસી ચલાવવું જોઈએ તે ટેકનિશિયન નિષ્ણાત પાસેથી જાણીએ.ચોમાસા AC 'ડ્રાય મોડ'માં ચલાવવું બેસ્ટચોમાસામાં એસી ડ્રાય મોડમાં ચલાવવું બેસ્ટ માનવામાં આવે છે. વરસાદના ભેજવાળા દિવસો માટે જ એસીમાં ખાસ કરીને 'ડ્રાય મોડ' આપવામાં આવે છે. આ મોડનું મુખ્ય કામ રૂમની હવામાં રહેલા વધારાના ભેજને (Humidity) ખેંચી લેવાનું છે. જ્યારે તમે એસીને ડ્રાય મોડ પર સેટ કરો છો, ત્યારે તેનું કમ્પ્રેસર સતત ચાલવાને બદલે જરૂરિયાત મુજબ જ કામ કરે છે. આનાથી રૂમની સ્ટીકીનેસ (ચીકાશ) ગાયબ થઈ જાય છે અને વાતાવરણ એકદમ આરામદાયક બની જાય છે.ડ્રાય મોડના બેવડા ફાયદાભેજથી મુક્તિ આપશે ડ્રાય મોડ. આ મોડ રૂમને બરફ જેવો ઠંડો કર્યા વગર હવામાંથી માત્ર ચીકાશ દૂર કરે છે, જેથી શરદી-ખાંસી થવાનો ડર રહેતો નથી અને બેસ્ટ કમ્ફર્ટ મળે છે. વીજળી બિલમાં બચત થશે. કૂલ મોડની સરખામણીએ ડ્રાય મોડમાં કમ્પ્રેસર ઓછો પાવર વાપરે છે. એસીને સતત ફૂલ કેપેસિટી પર ચાલવું પડતું નથી, જેથી વીજળીનો વપરાશ ઘટી જાય છે અને ખિસ્સા પરનો બોજ ઓછો થાય છે.ડ્રાય મોડનો ઉપયોગ ક્યારે ન કરવો?યાદ રાખો કે ડ્રાય મોડ ખાસ કરીને વરસાદી અને અતિશય ભેજવાળા દિવસો માટે જ બનેલો છે. જો બહાર કડક તડકો હોય, તાપમાન ખૂબ વધારે હોય અને હવામાં ભેજ ઓછો હોય, તો ડ્રાય મોડ કામ નહીં કરે. આવી સૂકી ગરમીમાં 'કૂલ મોડ' (Cool Mode) જ સૌથી વધુ અસરકારક નીવડે છે. રસાદની ઋતુમાં એસીનું તાપમાન ૨૪ થી ૨૬ ડિગ્રી સેલ્સિયસ વચ્ચે સેટ રાખવું સૌથી બેસ્ટ ગણાય છે. બહારની ભેજવાળી હવા રૂમની અંદર ન આવે તે માટે દરવાજા અને બારીઓ બરાબર બંધ રાખો.ACના ઉપયોગમાં આ ટીપ્સ જરૂરીચોમાસામાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ એટલું વધી જાય છે કે પરસેવો ઝડપથી સુકાતો નથી અને 28 ડિગ્રી તાપમાનમાં અકળામણ થવા લાગે છે. આ અકળામણથી બચવા માટે ઘણા લોકો વરસાદમાં પણ એસી (AC) ચલાવે છે, પરંતુ યોગ્ય સેટિંગની સમજ ન હોવાને કારણે રૂમ ઠંડો તો થાય છે પણ ચીકાશ દૂર નથી થતી, અને વીજળીનું બિલ પણ મોટું આવે છે. જો તમે ચોમાસામાં એસીનો સ્માર્ટ ઉપયોગ કરવા માંગતા હો, તો એસીના આ ખાસ ફીચર તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે. આ દિવસોમાં એસીના ફિલ્ટર નિયમિત સાફ કરતા રહો, કારણ કે ગંદા ફિલ્ટર હવાનો ફ્લો અટકાવે છે અને ઠંડક પણ ઓછી કરે છે.આ પણ વાંચો : WhatsApp યુઝર્સ માટે સારાં સમાચાર, હવે મેસેજ વાંચતા જ આપમેળે ડિલીટ થઇ જશે
Click here to Read more

