Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    NCERT બની 'ડીમ્ડ યુનિવર્સિટી', શિક્ષણ મંત્રાલયે આપી મંજૂરી

    2 months ago

    1

    0

     કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT) ને 'ડીમ્ડ યુનિવર્સિટી' નો દરજ્જો આપવાની જાહેરાત કરી છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ની ભલામણના આધારે લેવાયેલા આ નિર્ણયથી હવે NCERT ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં સીધી રીતે કાર્યરત થઈ શકશે.NCERTની ૬ સંસ્થા માટે નિર્ણય છેલ્લા ત્રણ વર્ષથી ચાલી રહેલી પ્રક્રિયા બાદ UGC એક્ટ ૧૯૫૬ની કલમ ૩ હેઠળ NCERT ને આ માન્યતા આપવામાં આવી છે.આ નિર્ણય માત્ર દિલ્હી સ્થિત મુખ્ય મથક માટે જ નહીં, પરંતુ NCERT ના દેશભરમાં ફેલાયેલા ૬ સંસ્થાઓ માટે પણ લાગુ થશે.જેમાં અજમેર, ભોપાલ, ભુવનેશ્વર, મૈસૂર અને શિલોંગની સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ સંસ્થા દરેક નિર્ણયો જાતે લઈ શકશે અત્યાર સુધી આ પ્રાદેશિક સંસ્થાઓ જે-તે રાજ્યની યુનિવર્સિટીઓ સાથે સંલગ્ન હતી. કોઈપણ નવો કોર્સ શરૂ કરવા માટે આ સંસ્થાઓએ જે-તે યુનિવર્સિટીની પરવાનગી લેવી પડતી હતી. હવે 'ડીમ્ડ યુનિવર્સિટી' બન્યા બાદ NCERT પોતાની રીતે નવા શૈક્ષણિક કાર્યક્રમો, સંશોધનો અને ડિગ્રી કોર્સ શરૂ કરી શકશે. નિયમો અને શરતો: શિક્ષણ મંત્રાલયના નોટિફિકેશન મુજબ, NCERT હવે UGC ના નિયમનકારી માળખા હેઠળ રહેશે.સંસ્થાએ હવે શૈક્ષણિક ગુણવત્તા જાળવવા માટે NIRF રેન્કિંગમાં ભાગ લેવો પડશે અને NAAC દ્વારા માન્યતા મેળવવી પડશે.આ ઉપરાંત એકેડેમિક ક્રેડિટ બેંક (ABC) જેવી ડિજિટલ સિસ્ટમ પણ લાગુ કરવાની રહેશે. આ પણ વાંચો : US Iran war: ટ્રમ્પનું ચોકાવનારુ નિવેદન,'ઈરાની લોકો શક્તિશાળી છે,હું તેમનો આદર કરુ છું
    Click here to Read more
    Prev Article
    CBSEએ ખાડી દેશોની શાળાઓ માટે ઓપન કર્યું સ્પેશિયલ પોર્ટલ, વિદ્યાર્થીઓને થશે ફાયદો
    Next Article
    Indiaને ગ્લોબલ MRO બનાવવાની તૈયારી, એરક્રાફ્ટ મેઈન્ટેનન્સ એન્જિનિયરિંગનો કોર્સ થશે શરૂ

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment