Punjab : વૈષ્ણોદેવી સ્પેશિયલ ટ્રેન અચાનક જ ધડાકાભેર અવાજ સાથે બે ભાગમાં વહેંચાઈ ગઈ, 1200 મુસાફર ટ્રેનમાં હતા સવાર
2 hours from now
પંજાબના લુધિયાણા રેલવે સ્ટેશન પર શનિવારે એક મોટો રેલ અકસ્માત ટળ્યો છે. નવી દિલ્હીથી શ્રી માતા વૈષ્ણોદેવી કટરા તરફ જતી સ્પેશિયલ ટ્રેન (04081)ના અંદાજે 1200 મુસાફરો સાથે ભરેલા એક કોચનો અચાનક બીજા ડબ્બાથી જોડાણ તૂટી ગયો હતો. ટ્રેન સવારે લગભગ 8:47 વાગ્યે લુધિયાણા સ્ટેશન પર પહોંચી હતી. સ્ટોપ બાદ ટ્રેન આગળ વધતા જ અચાનક જોરદાર અવાજ સાથે એક સ્લીપર કોચ અલગ પડી ગયો.અવાજથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો આ અવાજથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો અને ઘણા લોકો તાત્કાલિક કોચમાંથી બહાર નીકળી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ અવાજ એટલો જોરદાર હતો કે મુસાફરોને પહેલા વિસ્ફોટ જેવી આશંકા થઈ હતી. પરંતુ બાદમાં જાણવા મળ્યું કે બે કોચને જોડતો કપલર તૂટી જવાથી ડબ્બો અલગ થયો હતો. લુધિયાણા એડિશનલ ડેપ્યુટી પોલીસ કમિશનરે (ADCP) સ્પષ્ટ કર્યું કે પ્રાથમિક તપાસમાં કોઈ વિસ્ફોટ કે શંકાસ્પદ પ્રવૃત્તિ સામે આવી નથી. કોચ લગભગ 15 વર્ષ જૂનો છે આ એક ટેકનિકલ ખામી છે અને કપલર તૂટી જવાના કારણે ઘટના બની છે. ફિરોઝપુર ડિવિઝનના DRMએ જણાવ્યું કે જે કોચમાં ઘટના બની તેનું આયુષ્ય 25 વર્ષ છે, જ્યારે આ કોચ લગભગ 15 વર્ષ જૂનો છે. તેમણે કહ્યું કે ટેકનિકલ તપાસ બાદ જ સ્પષ્ટ થશે કે કપલર કેમ તૂટી ગયો. ઘટનાના કારણે સ્ટેશન પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સદનસીબે ટ્રેનની ગતિ ઓછી હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ. જો આ ઘટના હાઈસ્પીડમાં બની હોત તો ગંભીર અકસ્માત થવાની શક્યતા હતી. હાલ રેલવે અધિકારીઓએ કોચ બદલવાની પ્રક્રિયા શરૂ કરી છે અને સમગ્ર મામલાની ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી છે. મુસાફરોને સુરક્ષિત યાત્રાનો વિશ્વાસ અપાવવામાં આવ્યો છે. આ પણ વાંચો : Madhya Pradesh : જબલપુરમાં નશીલા ઈન્જેક્શનના રેકેટનો પર્દાફાશ, 2 MR સહિત 6 લોકોની કરાઈ ધરપકડ
Click here to Read more