NIAએ પહેલગામ આતંકી હુમલા મામલે દાખલ કરેલી ચાર્જશીટમાં લશ્કર-એ-તૈયબા અને TRF સાથે જોડાયેલા ખૂંખાર આતંકી સૈફુલ્લાહ સાજિદ જટ્ટને આરોપી નંબર-1 બનાવ્યો છે. NIAના જણાવ્યા મુજબ પાકિસ્તાનના લાહોરમાં બેઠેલો સૈફુલ્લાહ જટ્ટ જ આ હુમલાનો મુખ્ય સૂત્રધાર અને હેન્ડલર હતો.માસ્ટરમાઈન્ડને 'લંગડા' તરીકે ઓળખવામાં આવે છે તપાસ એજન્સી મુજબ, સૈફુલ્લાહ હુમલામાં સામેલ ત્રણેય આતંકીઓ સાથે સતત સંપર્કમાં હતો. તેણે આતંકીઓને રિયલ ટાઈમમાં સૂચનાઓ આપી હતી અને હુમલા દરમિયાન પણ તેઓ સાથે વાતચીત ચાલુ રાખી હતી. હુમલાની લોકેશન અને અન્ય મહત્વપૂર્ણ માહિતી પણ તેણે જ મોકલી હતી. સૈફુલ્લાહ જટ્ટ પાકિસ્તાનના કસૂર વિસ્તારનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેના પગમાં ગોળી વાગવાના કારણે તે નકલી પગનો ઉપયોગ કરે છે અને આ કારણે તેને ‘લંગડા’ તરીકે પણ ઓળખવામાં આવે છે. યુવાનોનું બ્રેઈનવોશ કરી લશ્કરનું મજબૂત નેટવર્ક ઉભું કરતો વર્ષ 2005માં તે ગેરકાયદેસર રીતે ભારતીય સીમા પાર કરીને જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ્યો હતો. દક્ષિણ કાશ્મીરના કુલગામ વિસ્તારમાં રહી તેણે સ્થાનિક યુવાનોનું બ્રેઇનવોશ કરીને લશ્કરનું મજબૂત નેટવર્ક ઉભું કર્યું હતું. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે તેણે કાશ્મીરની શબ્બીરા નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્ર પણ છે. બાદમાં તે પત્ની સાથે પાકિસ્તાન ભાગી ગયો હતો, જ્યારે તેનો પુત્ર હજુ કાશ્મીરમાં રહે છે. NIAએ ચાર્જશીટમાં સૈફુલ્લાહનો ફોટોગ્રાફ પણ સામેલ કર્યો છે. તેની ઓળખ તેના પુત્ર દ્વારા કરાવવામાં આવી હતી અને પુત્રએ પુષ્ટિ કરી કે ફોટોમાં દેખાતો વ્યક્તિ તેનો પિતા જ છે. એજન્સીએ પુત્રનું નિવેદન પણ નોંધ્યું છે. આ પણ વાંચો : Twisha Sharma Case : ટ્વીશાના પરિવારને મોટો ઝટકો, એઈમ્સ દિલ્હીમાં બીજી વખત પોસ્ટમોર્ટમની અરજી કોર્ટે ફગાવી
Click here to Read more
