Rajasthan Trip: પુષ્કરનું બ્રહ્માજી મંદિર કેમ સમગ્ર દુનિયામાં ખાસ છે, જાણો ઇતિહાસ અને ધાર્મિક મહત્વ
4 weeks ago
Famous Pushkar Brahma Temple In Rajasthan: પુષ્કર હિન્દુ ધર્મનું પવિત્ર યાત્રાધામ છે, જે રાજસ્થાનના અજમેર જિલ્લામાં આવેલું છે. પુષ્કળ ધાર્મિક અને સંસ્કૃતિ દેશ વિદેશમાંથી લોકોનો ખેંચી લાવે છે. પુષ્કરમાં સ્થિત બ્રહ્મા મંદિરની ગણતરી માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વના સૌથી પ્રસિદ્ધ અને દુર્લભ બ્રહ્માજી મંદિરોમાં થાય છે. કારણ કે હિન્દુ ધર્મમાં ભગવાન બ્રહ્માને બ્રહ્માંડના સર્જક માનવામાં આવે છે, પરંતુ તેમના મંદિરો ભાગ્યે જ જોવા મળે છે. આવી સ્થિતિમાં પુષ્કરનું આ પ્રાચીન મંદિર ભક્તો અને પ્રવાસીઓ માટે વિશેષ આસ્થાનું કેન્દ્ર બની રહે છે. દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ અહીં દર્શન અને પૂજા-અર્ચના માટે આવે છે. ખાસ કરીને કારતક પૂનમ અને પુષ્કર મેળા દરમિયાન આ મંદિરની ભવ્યતા જોવા જેવી હોય છે. ભારતમાં બ્રહ્માને સમર્પિત એકમાત્ર મંદિર હોવાને કારણે અહીં દર વર્ષે લાખો યાત્રાળુ દર્શન કરવા છે. લાલ શિખર અને હંસની છબી આ મંદિરની વિશેષતા છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન બ્રહ્માની ચાર ચહેરાવાળી મૂર્તિ છે. બ્રહ્માજી મંદિરનો ઇતિહાસ પૌરાણિક માન્યતા મુજબ ભગવાન બ્રહ્માએ આ સ્થળે યજ્ઞ કર્યો હતો. કહેવાય છે કે, યજ્ઞ દરમિયાન કમળનું ફુલ ધરતી પર પડ્યું હતું અને ત્યાંથી પાણીની ધારા નીકળી હતી, જેને આજે પુષ્કર સરોવર તરીકે ઓળખવામાં આવે છે. 8મી સદીમાં આદિ શંકરાચાર્ય દ્વારા મુખ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. મંદિરનું સ્થાપત્ય રાજસ્થાની શૈલીમાં છે, જેમાં આરસ અને પથ્થરોની સુંદર કોતરણી છે. આ મંદિરમાં ભગવાન બ્રહ્માની ચાર મુખવાળી પ્રતિમા છે, જે ચાર વેદોનું પ્રતીક માનવામાં આવે છે. પુષ્કર બ્રહ્માજી મંદિરનું ધાર્મિક મહત્વ પુષ્કળનું બ્રહ્માજી મંદિરને હિન્દુ ધર્મમાં ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, અહીં દર્શન કરવાથી, પુષ્કર સરોવરમાં સ્નાન કરવાથી વ્યક્તિને પુણ્ય મળે છે અને જીવનના પાપોથી મુક્તિ મળે છે. કારતક મહિનામાં અહીં સ્નાન અને પૂજાનું વિશેષ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે આ મંદિરમાં પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને માનસિક શાંતિ મળે છે. પુષ્કર કેવી રીતે પહોંચવું? પુષ્કરથી સૌથી નજીકનું એરપોર્ટ કિશનગઢ એરપોર્ટ અને જયપુર ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. તો અજમેર જંકશન સૌથી નજીકનું રેલ્વે સ્ટેશન છે, જે દેશના ઘણા મોટા શહેરો સાથે જોડાયેલું છે. તમને જણાવી દઈએ કે અજમેર થી પુષ્કરનું અંતર લગભગ 15 કિલોમીટર છે. અજમેરથી બસ, ટેક્સી અને ખાનગી વાહન દ્વારા સરળતાથી પુષ્કર પહોંચી શકાય છે. Disclaimer- આ લેખમાં આપવામાં આવેલી માહિતી ધાર્મિક માન્યતાઓ, લોકકથાઓ અને સામાન્ય સ્રોતો પર આધારિત છે. તેનો હેતુ માત્ર ધાર્મિક અને સાંસ્કૃતિક માહિતી પૂરી પાડવાનો છે. કોઈપણ માન્યતા અથવા પરંપરા અપનાવતા પહેલા, સંબંધિત નિષ્ણાત અથવા જાણકાર વ્યક્તિની સલાહ લેવાનું ભૂલશો નહીં. સ્થાન, મુસાફરી અને જોવાલાયક સ્થળો સંબંધિત માહિતી સમય જતાં બદલાઈ શકે છે, તેથી મુસાફરી કરતા પહેલા સત્તાવાર સ્ત્રોતોમાંથી માહિતી મેળવવાની ખાતરી કરો. જગતપિતા બ્રહ્માજીનું એક માત્ર મંદિર પુષ્કળમાં હોવા પાછળ એક પૌરાણિક માન્યતા છે. પ્રાચીન કથા મુજબ પરમપિતા બ્રહ્માજી પુષ્કળ સરોવર કિનારે યક્ષ કરવા બેઠા હતા. જેમા દેવી સરસ્વતી ગેરહાજર રહેતા તેમણે બીજી સ્ત્રી ગાયત્રી નામની ગોપકન્યા સાથે લગ્ન કરી લીધા. આ ઘટનાથી દેવી સરસ્વતી ક્રોધિત થયા અને તેમને બ્રહ્માજીને ક્ષાપ આપ્યો કે, સમગ્ર પૃથ્વી પર બ્રહ્માજીની પૂજા માત્ર પુષ્કળમાં જ થશે. ત્યારથી બ્રહ્માજીનું એક મંદિર પુષ્કરમાં છે. પુષ્કર સરોવરમાં પિતૃ મોક્ષ માટે શ્રાદ્ધ અને પિંડદાનનું મહત્વ પુષ્કર સરોવરમાં પિતૃઓની શાંતિ અને મુક્તિ માટે શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે. અહીં શ્રાદ્ધ અને પિંડદાન કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્ત થતો હોવાની માન્યતા છે. પુષ્કળ તીર્થરાજ કહેવાય છે, હિન્દુ ધર્મના પંચતીર્થ અને પંચ સરોવરમાં તેની ગણતરી થાય છે.
Click here to Read more

