Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    RBIએ કેન્દ્ર સરકારને ચૂકવ્યા 2.86 લાખ કરોડ રૂપિયા, જાણો કારણ

    3 weeks ago

    1

    0

    ભારતીય રિઝર્વ બેન્કે (Reserve Bank of India) કેન્દ્ર સરકારને નાણાકીય વર્ષ 2025-26 માટે ₹2.86 લાખ કરોડ રૂપિયાનું રેકોર્ડ ડિવિડન્ડ ટ્રાન્સફર કર્યું છે. આ નિર્ણય બેન્કના સેન્ટ્રલ બોર્ડની બેઠકમાં મંજૂર કરવામાં આવ્યો છે.અત્યાર સુધીનું સૌથી મોટું ડિવિડન્ડ RBI દ્વારા જાહેર કરાયેલા નિવેદન મુજબ સેન્ટ્રલ બોર્ડે સરકારને કુલ ₹2,86,588.46 કરોડના સરપ્લસ ટ્રાન્સફરને મંજૂરી આપી છે. આ ડિવિડન્ડ અત્યાર સુધીનો સૌથી મોટું માનવામાં આવી રહ્યો છે. ગયા વર્ષે RBIએ કેન્દ્ર સરકારને ₹2.69 લાખ કરોડ અને તે પહેલાંના વર્ષે ₹2.11 લાખ કરોડનો ડિવિડન્ડ આપ્યું હતું. બેન્કના જણાવ્યા અનુસાર 31 માર્ચ 2026 સુધી RBIની બેલેન્સ શીટ 20.61 ટકા વધીને ₹91,97,121.08 કરોડ થઈ છે. રિવાઈઝ્ડ ઇકોનોમિક કેપિટલ ફ્રેમવર્ક (ECF) મુજબ કન્ટિજેન્સી રિસ્ક બફર (CRB) બેલેન્સ શીટના 4.5% થી 7.5% વચ્ચે રાખવામાં આવે છે.આ રકમ અપેક્ષા કરતાં ઓછી રહી સરકારે બજેટ 2025-26માં RBI તરફથી લગભગ ₹3.16 લાખ કરોડ ડિવિડન્ડ મળવાનો અંદાજ લગાવ્યો હતો, પરંતુ આ રકમ અપેક્ષા કરતાં ઓછી રહી છે. તેમ છતાં, વિશ્લેષકોનું માનવું છે કે આ મોટા ડિવિડન્ડથી સરકારને નાણાકીય દબાણ વચ્ચે થોડી રાહત મળશે, ખાસ કરીને ક્રૂડ ઓઈલના ભાવ વધતા ઈમ્પોર્ટ બિલમાં થયેલા વધારા વચ્ચે. આ નિર્ણય RBI ગવર્નર સંજય મલ્હોત્રાની અધ્યક્ષતામાં યોજાયેલી 623મી સેન્ટ્રલ બોર્ડ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ પણ વાંચો : Wipro Share Buyback : શેરહોલ્ડર્સ પાસેથી 15,000 કરોડના શેર પરત ખરીદશે કંપની, જાણો કારણ
    Click here to Read more
    Prev Article
    MI head coach Mahela Jayawardene shares fitness update on Rohit Sharma ahead of clash vs RR
    Next Article
    IPL- पंजाब ने खिलाफ लखनऊ का दूसरा विकेट गिरा:अर्शिन के बाद पूरन आउट, ओमरजई और यानयन को 1-1 विकेट; स्कोर 42/2

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment