દુશ્મનોની હવે ખેર નથી ભારતે વિકસાવી નવી મિસાઈલ RudraM-ii, DRDO એ કર્યું સફળ પરીક્ષણ
3 days ago
ભારતીય વાયુ સેના અને DRDO (Defence Research and Development Organisation) એ હવામાંથી જમીન પર પ્રહાર કરનાર નવી મિસાઈલ RudraM-II નું સફળ પરીક્ષણ કર્યું છે. રક્ષા મંત્રાલયે મંગળવારે આ જાણકારી આપી છે. મંત્રાલયે કહ્યું કે, લોન્ચ બાદ મિસાઇલ પૂર્વનિર્ધારિત લક્ષ્ય માટે નિર્દેશ અપાયો હતો અને મિસાઇલે એનું લક્ષ્ય સટિક રીતે પાર પાડ્યું હતું. રુદ્રમ ii 350 કિલોમીટર ક્ષમતા રુદ્રમ 2 નવી મિસાઇલ વિશે મંત્રાલયે વિગતો આપી કે, અત્યંત પડકારજનક પરિસ્થિતિ અને મહત્વપૂર્ણ લોન્ચ સાઇટ પર કરાયેલા આ પરિક્ષણમાં મિસાઇલ તેની સટીકતા, વિશ્વસનિયતા અને અન્ય તમામ પાસાઓ પર ખરી ઉતરી છે. મિસાઇલની મારક ક્ષમતા અંદાજે 350 કિલોમીટર જેટલી છે. RudraM-II, Air-to-Surface Missile was successfully tested by #DRDO and @IAF_MCC from Airborne Platform. The tests were conducted under extreme release conditions with critical trajectory establishing the capability of all subsystems. pic.twitter.com/ED6DZK4hz7 — DRDO (@DRDO_India) June 2, 2026 સંરક્ષણ મંત્રીએ અભિનંદન પાઠવ્યા સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે રુદ્રમ-2ના સફળ પરીક્ષણ માટે ડીઆરડીઓ, ભારતીય વાયુસેના, સંરક્ષણ પીએસયુ અને ઉદ્યોગના તમામ સાથીદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ પરીક્ષણોએ ભારતની સ્વદેશી સંરક્ષણ તકનીકોની વધતી જતી પરિપક્વતા, વિશ્વસનીયતા અને ક્ષમતા દર્શાવી છે. તેમણે ઉમેર્યું હતું કે, આ સિદ્ધિ અદ્યતન શસ્ત્ર પ્રણાલીઓના ક્ષેત્રમાં આત્મનિર્ભરતામાં વધારો કરશે. રુદ્રમ-II સંપૂર્ણ સ્વદેશી રૂદ્રમ-II હૈદરાબાદ સ્થિત બિલ્ડિંગ રિસર્ચ સેન્ટર દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે, જે DRDO ની નોડલ લેબોરેટરી છે. સંરક્ષણ સંશોધન અને વિકાસ પ્રયોગશાળા, હાઈ એનર્જી મટિરિયલ્સ રિસર્ચ લેબોરેટરી, આર્મ્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ અને ITR જેવી અન્ય ભાગીદાર પ્રયોગશાળાઓના સહયોગથી આ નવી મિસાઇલ વિકસાવવામાં આવી છે. વડોદરા સ્થિત ટાટા એરબસ પ્લાન્ટમાં દેશનું પ્રથમ સ્વદેશી લશ્કરી વિમાન તૈયાર, જાણો આ એરક્રાફ્ટની ખાસિયતો આ પણ વાંચો । Exclusive: ભારતને ફ્રાન્સ પાસેથી 114 રાફેલ મળશે મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તમામ મિસાઇલોએ પૂર્વનિર્ધારિત લક્ષ્યોને ખૂબ જ ચોકસાઈ સાથે નિશાન બનાવ્યું હતું. ચાંદીપુર ખાતે ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ રેન્જ (આઇટીઆર) દ્વારા તૈનાત એડવાન્સ્ડ ટ્રેકિંગ એન્ડ રેન્જ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાંથી મેળવેલા ફ્લાઇટ ડેટાએ પુષ્ટિ કરી છે કે પરીક્ષણના તમામ નિર્ધારિત ઉદ્દેશો સફળતાપૂર્વક અને સંપૂર્ણ રીતે પ્રાપ્ત થયા હતા.
Click here to Read more
