Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Somnath Temple : સોમનાથ મંદિર પુનઃ નિર્માણના 75 વર્ષ, વિધર્મી આક્રમણ થી જીર્ણોદ્ધારની સફર

    3 weeks ago

    1

    0

    Somnath Temple 75th Anniversary Reconstruction : સોમનાથ મંદિરના પુનઃ નિર્માણને આજે 75 વર્ષ પૂર્ણ થયા છે, જે નિમિત્તે સોમનાથ અમૃતપર્વ 2026 યોજાયો છે.  આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંદિરમાં આરતી અને દર્શન કરવના છે. સોમનાથ મંદિર શંકર ભગવાનના 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ છે. સોમનાથ મંદિર માત્ર ધાર્મિક સ્થાન નહીં પણ ભારતના આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને ઇતિહાસનું પ્રતિક માનવામાં આવે છે. ઉપરાંત સોમનાથ મંદિર પર વિધર્મી મહમૂદ ગઝનવીના હુમલાને પણ આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થયા છે. આવી સ્થિતિમાં સોમનાથ મંદિરનું મહત્વ અનેકગણું વધી જાય છે. સોમનાથ મંદિર કેટલા વર્ષ જુનું છે? પૌરણિક માન્યતા મુજબ ગુજરાતના પ્રભાસ પાટણના દરિયા કિનારે ચંદ્ર દેવે કુષ્ઠ રોગ માંથી મુક્તિ માટે ભગવાન શંકરનું તપ કર્યું હતું. સોમનાથ મંદિરમાંનું શિવલિંગ ભગવાન શંકરના 12 જ્યોર્તિલિંગમાં સૌથી મોટું છે. એવું કહેવાય છે કે, સતયુગમાં ચંદ્રદેવ સોના માંથી સોમનાથ મંદિરનું નિર્માણ કરાવ્યું હતું. ત્રેતાયુગમાં રાવણે ચાંદીનું સોમનાથ મંદિર બનાવ્યું હતું. પછી દ્વાપરયુગમાં ભગવાન શ્રીકૃષ્ણ ચંદનના લાકડા માંથી સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું હતું. વિદેશી આક્રમણકારોના હુમલાથી સોમનાથ મંદિર ઘણી વખત નષ્ટ થયું અને સમયાંત્તર જીણોદ્ધાર થયો છે. ભારત દેશ સ્વતંત્ર થયો તેની પહેલા સોમનાથ મંદિરનો છેલ્લો જીર્ણોદ્ધાર વર્ષ 1787માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યો. મહમૂદ ગઝનવી સોમનાથ મંદિરમાં પર 17 વખત હુમલો કર્યો મહતમૂદ ગઝનવી એ સોમનાથ મંદિર પર 17 વખત હુમલો કર્યો અને બેફામ લૂંટ ચલાવી હતી. ગઝનીએ સોમનાથ જ્યોતિર્લિંગ તોડી નાંખ્યું અને સોમનાથ મંદિરને નષ્ટ કરી દીધુ હતું. કહેવાય છે કે, મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર માંથી 20 મિલિયન દિનારની લૂંટ ચલાવી હતી. 1169માં એક શિલાલેખ મુજબ કુમારપાલે (આર. 1143-72) સોમનાથ મંદિરને “ઉત્તમ પથ્થર અને તેને ઝવેરાતથી જડેલા” માં પુનઃનિર્માણ કરાવ્યું. તેણે ક્ષીણ થઈ રહેલા લાકડાના મંદિરનું સ્થાન લીધું. સંપૂર્ણ લેખ વાંચવા અહીં ક્લિક કરો. સરદાર પટેલ અને સોમનાથ મંદિરનું પુનઃ નિર્માણ સોમનાથ મંદિર વિર્ધીમી આક્રમણ અને લૂંટ બાદ પણ અડિખમ છે. આઝાદી બાદ સરદાર વલ્લભભાઈ પટેલે નવેમ્બર 13, 1947નાં રોજ સોમનાથ મંદિરનું પુનઃનિર્માણ કરવાની પ્રતિજ્ઞા કરી. આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર સાતમી વખત નિર્માણ થયું. 11 મે 1951ના દિવસે કે જયારે સોમનાથ મંદિરની પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થઇ ત્યારે તત્કાલીન ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાન કરવાની વિધી કરી ત્યારે કહ્યું કે, "સોમનાથનું આ મંદિર વિનાશ પર નિર્માણના વિજયનું પ્રતિક છે". 101 તોપોનું મહાદેવજીને સન્માન અપાયું. નૌકાદળે સાગરમાંથી તોપો ફોડી. સેંકડો બ્રાહ્મણોએ વેદઘોષ કરીને પ્રતિષ્ઠા કરી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ હેઠળ મંદિરનું નિર્માણ થયું છે અને સરદાર પટેલ તેના પ્રથમ ચેરમેન હતા.
    Click here to Read more
    Prev Article
    Vrishabha Sankranti 2026: ગરીબી અને દેવાથી 100% મુક્તિ મેળવવા માંગો છો? વૃષભ સંક્રાંતિ પર તમારા સ્નાન પાણીમાં આ એક વસ્તુ ઉમેરો
    Next Article
    Weekly Horoscope 11 To 17 May 2026 : મે મહિનાનું બીજું અઠવાડિયુ મેષથી લઈને મીન રાશિનાલોકો માટે કેવું રહેશે? વાંચો સાપ્તાહિક રાશિફળ

    Related ભક્તિ Updates:

    Comments (0)

      Leave a Comment