Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Summer Chutney Recipe: ઉનાળામાં શરીરને ઠંડક આપશે આ 3 ચટણી, દેશી સ્વાદ માટે આ રીતે બનાવો

    1 week ago

    1

    0

    Summer Special Chutney Recipes: ઉનાળાની ગરમીમાં એવા ખોરાકનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે, જે પેટને ઠંડુ રાખવામાં અને શરીરના તાપમાનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ખાસ કરીને નૌતપા દરમિયાન આવા ખોરાકનું વધુ સેવન કરવું જોઈએ. આ સમય દરમિયાન, આકરો સૂર્યપ્રકાશ, ગરમ હવા અને વધતા તાપમાન વચ્ચે શરીરને અંદરથી ઠંડુ રાખવું જરૂરી છે. ભારતીય ઘરોમાં ઉનાળામાં પ્રાચીન સમયથી વિવિધ પ્રકારની ચટણીઓનું સેવન કરવામાં આવે છે. આવી સ્થિતિમાં, તમે નૌતપા દરમિયાન ઘરે દેશી રીતે કેટલીક પરંપરાગત ચટણી પણ બનાવી શકો છો. ચાલો આ વિશે વિગતવાર જાણીએ: કાચી કેરીની ચટણી કાચી કેરી શરીરને અંદરથી ઠંડુ રાખવામાં અને તેને હીટસ્ટ્રોકથી બચાવવામાં મદદ કરે છે. આ સાથે તે પાચનતંત્રને મજબૂત બનાવવામાં પણ મદદ કરી શકે છે. ઉનાળામાં કાચી કેરીની ચટણી ખૂબ ખાવામાં આવે છે. કાચી કેરીની ચટણી માટે સામગ્રી  1-2 નંગ કાચી કેરી 1 ચમચી શેકેલું જીરું પાઉડર કાળું મીઠું સ્વાદ અનુસાર  એક ચપટી હીંગ (વૈકલ્પિક) કાચી કેરીની ચટણી બનાવવાની રીત કાચી કેરીની છાલ ઉતારી તેના નાના નાના ટુકડા કરો. હવે મિક્સર જારમાં સારી રીતે પીસીને પેસ્ટ તૈયાર કરો. જો જરૂર પડે તો, તમે તેમાં થોડું પાણી ઉમેરી શકો છો. હવે તેમાં શેકેલું જીરૂ પાવડર, કાળું મીઠું અને હીંગ મેળવી સારી રીતે મિક્સ કરી લો. તમે તેને બપોરના ભોજન સાથે પીરસી શકો છો. ફુદીના કોથમીરની ચટણી રેસીપી ઉનાળામાં સૌથી વધુ ખવામાં આવતી ચટણીઓમાંની એક ફુદીના-કોથમીર પણ છે. ફુદીનાને દેશી કૂલન્ટ કહેવામાં આવે છે. તે શરીરને ઠંડુ કરવામાં અને તાપમાનને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. ઉનાળાની ઋતુમાં ફુદીનો અને કોથમીરની ચટણી નાસ્તા અથવા બપોરના ભોજનમાં કોઈપણ ભોજન સાથે પીરસી શકાય છે. ફુદીનો કોથમીરની ચટણી બનાવવા માટે સામગ્રી 25-30 ફુદીનાના પાન 2-3 ચમચી લીલું કોથમીર 1 લીંબુનો રસ 1 ચમચી શેકેલું જીરું પાઉડર સ્વાદ મુજબ મીઠું ફુદીનો લીલા કોથમીરની ચટણી ફુદીનોના પાન તોડો અને લીલા કોથમીરને મીડિયમ કદમાં કાપી લો. પછી બંને વસ્તુને સારી રીતે પાણીમાં ધોઇ લો, જેથી તેમાં ચોંટેલી માટી નીકળી જાય. હવે એક મિક્સર જારમાં એક મિક્સરમાં ફુદીનાના પાન, લીલું કોથમીર, જીરૂ પાવડર અને મીઠું મેળવી સારી રીતે પીસી લો.  જો જરૂર પડે તો તમે થોડું પાણી ઉમેરી શકો છો. હવે તમે તેની ઉપર લીંબુનો રસ ઉમેરીને પીરસી શકો છો. જો તમને તીખું ખાવાનું પસંદ હોય તો તેમા લીલા મરચા પણ ઉમેરી શકાય છે. ટામેટાં, લસણ અને મીઠા લીમડાના પાનની ચટણી ઉનાળામાં ટામેટાં, લસણ અને મીઠા લીમડાના પાનની ચટણીનું પણ સેવન કરી શકાય છે. તે સ્વાદિષ્ટ તેમજ પોષક તત્વોથી ભરપૂર છે. ચટણી બનાવવા માટે સામગ્રી 1 ટામેટું 2-3 લસણની કળી 8-10 મીઠા લીમડાના પાન 1/2 ચમચી શેકેલું જીરું 1/2 ચમચી મીઠું સ્વાદ અનુસાર  1 ચમચી લીંબુનો રસ ટામેટાં, લસણ અને મીઠા લીમડાના પાનની ચટણીની રેસીપી ટામેટાં, લસણ અને મીઠા લીમડાના પાનની મિક્સર જારમાં સ્મૂધ પેસ્ટ બનાવો. હવે તેને એક બાઉલમાં રેડો. તેમાં કાળું મીઠું અને લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો. આ ચટણી બપોરના ભોજન સાથે પીરસી શકો છો. આ પણ વાંચો | રીંગણનું શાક અને ભડથું ખાઇ કંટાળી ગયા છો? બંગાળી સ્ટાઇલ રીંગણ ભાજી રેસીપી ટ્રાય કરો આ રીતે, તમે શરીરને અંદરથી ઠંડુ રાખવા અને ઉનાળાની ઋતુમાં અન્ય આવશ્યક પોષક તત્વોને પૂર્ણ કરવા માટે આ તમામ પરંપરાગત ચટણીઓ ઘરે બનાવી શકો છો.
    Click here to Read more
    Prev Article
    mAadhaar એપ ટૂંક સમયમાં બંધ થશે! નવી એપથી ઘરે બેઠા બદલાઈ જશે મોબાઈલ નંબર
    Next Article
    US-Iran War: Tehran’s Supreme Leader Mojtaba Khamenei Warns West Asia Will No Longer Shield American Military Bases

    Related જીવનશૈલી Updates:

    Comments (0)

      Leave a Comment