Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Surat News : તમિલનાડુથી સુરત સ્થળાંતર કરનાર કાર્તિકાએ CSEETમાં શાનદાર પ્રદર્શન કર્યું, સતત મહેનતને આભારી ગણાવી સિદ્ધિ

    6 months ago

    1

    0

    ધી ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ (ICSI) દ્વારા તાજેતરમાં લેવાયેલી કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં સુરતની વિદ્યાર્થીની સુશ્રી કાર્તિકાએ વિપરીત સંજોગો વચ્ચે પણ મેરિટ લાયક સફળતા પ્રાપ્ત કરી છે. મૂળ તમિલનાડુના કાર્તિકાએ પોતાના દાદાના અવસાનના આઘાત વચ્ચે સુરત સ્થળાંતર કર્યું હતું. આ કપરા સમયમાં પણ તેમણે હાર માન્યા વગર માત્ર બે મહિનાના ઓનલાઇન અભ્યાસ થકી CSEET પરીક્ષા આપી અને 200માંથી 167 માર્ક્સ મેળવી શાનદાર સફળતા હાંસલ કરી છે. કાર્તિકાએ પોતાની સફળતા વિશે જણાવ્યું હતું કે, કોલેજના અભ્યાસ સાથે સતત મહેનત અને પરિવાર તેમજ માર્ગદર્શકોના સહકારથી આ સિદ્ધિ મળી છે.CS બનવા માટે આગામી તક ICSI દ્વારા આ પરીક્ષા 8 અને 10 નવેમ્બરના રોજ લેવાઈ હતી અને સંસ્થાએ માત્ર 10 દિવસના ટૂંકા ગાળામાં પરિણામ જાહેર કરી દીધું છે. સુરતમાંથી કાર્તિકા ઉપરાંત અન્ય વિદ્યાર્થીઓએ પણ ઉમદા પ્રદર્શન કર્યું છે, જેમાં ધનુષ વાગરમે 156 માર્ક્સ અને હેત હરખાણીએ 138 માર્ક્સ મેળવીને સફળતા પ્રાપ્ત કરી છે. કંપની સેક્રેટરી બનવા માટે વિદ્યાર્થીએ કુલ ત્રણ તબક્કામાંથી પસાર થવું પડે છે: પ્રથમ સ્ટેજ CSEET, બીજો સ્ટેજ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ અને અંતિમ સ્ટેજ પ્રોફેશનલ પ્રોગ્રામ. એન્ટ્રન્સમાંથી કોને મુક્તિ? આગામી CSEET પરીક્ષા જાન્યુઆરી મહિનામાં યોજાશે. ધોરણ-12 કે સમકક્ષ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારો ICSIની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને 15 ડિસેમ્બર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકશે. જે ઉમેદવારોએ CA અથવા CMAની પરીક્ષા પાસ કરી હોય કે ગ્રેજ્યુએશન/પોસ્ટ ગ્રેજ્યુએશનમાં 50 ટકા કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય, તેમને CSEETમાંથી મુક્તિ આપવામાં આવી છે. આવા ઉમેદવારો સીધા જ એક્ઝિક્યુટિવ પ્રોગ્રામ માટે રજિસ્ટ્રેશન કરાવી શકે છે. આ પણ વાંચો : Surat News : પાલનપુર જકાતનાકા પાસે 3 માળની બિલ્ડિંગનો દાદર ધસી પડ્યો, 19 લોકોનું સફળ રેસ્ક્યુ 
    Click here to Read more
    Prev Article
    CBSEમાં મર્જ નહીં થાય સ્ટેટ બોર્ડ; સરકારે સંસદમાં આપી સ્પષ્ટતા, જાણો શું છે NEP 2020નો નિર્ણય
    Next Article
    GTU ની ઘોર બેદરકારી, સિવિલ એન્જિનિયરિંગના સેમેસ્ટર 7નું પેપર ગયા વર્ષનું બેઠુ છાપી માર્યું, માત્ર તારીખ જ બદલી..

    Related મનોરંજન Updates:

    Comments (0)

      Leave a Comment