Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    FIFA ચેમ્પિયન્સ પર કરોડોની ધનવર્ષા કરશે:પ્રાઇઝ મનીમાં કુલ 50%નો વધારો, પહેલીવાર ત્રણ દેશોમાં રમાશે વર્લ્ડ કપ; મેસ્સી-રોનાલ્ડોની છેલ્લી ટુર્નામેન્ટ હશે

    2 hours ago

    1

    0

    23મો FIFA મેન્સ વર્લ્ડ કપ 11 જૂનથી 20 જુલાઈ સુધી અમેરિકા, કેનેડા અને મેક્સિકોમાં રમાશે. 96 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ત્રણ દેશ વર્લ્ડ કપની યજમાની કરી રહ્યા છે. ઓપનિંગ મેચ 11 જૂનની રાત્રે 12.30 વાગ્યે મેક્સિકો સિટીમાં રમાશે. આમાં મેક્સિકો અને સાઉથ આફ્રિકા આમને-સામને હશે. 16 શહેરોમાં 48 ટીમ વચ્ચે 104 મેચ રમાશે. આ ટીમને 12 ગ્રુપ્સમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાં ચાર ટીમ છે. 16ને બદલે 32 ટીમ નોકઆઉટ સ્ટેજમાં પહોંચશે. લિયોનેલ મેસ્સી અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડો સહિત દુનિયાના 1,248 ફૂટબોલર્સ વર્લ્ડ કપમાં ભાગ લેશે. સ્ટોરીમાં જાણો ટુર્નામેન્ટ વિશે બધું જ… મેક્સિકો ત્રીજી વાર યજમાન 16ને બદલે 32 ટીમ નોકઆઉટ રમશે ફ્રાન્સ અને સ્પેનનો ગ્રુપ મુશ્કેલ ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાને ગ્રુપ-Jમાં રાખવામાં આવ્યું છે. સ્પેન ગ્રુપ-Hમાં છે, ફ્રાન્સ ગ્રુપ-Iમાં, જર્મની ગ્રુપ-Eમાં, પોર્ટુગલ ગ્રુપ-Kમાં અને ઇંગ્લેન્ડ ગ્રુપ-Lમાં છે. ગ્રુપ-H, I, J, K અને Lને ગ્રુપ ઓફ ડેથ માનવામાં આવી રહ્યા છે, કારણ કે તેમાં મજબૂત ટીમ છે. સ્પેનના ગ્રુપમાં ઉરુગ્વે અને સાઉદી અરેબિયા જેવી ટીમ છે, જેમણે પાછલા વર્લ્ડ કપમાં ઘણા ઉલટફેર કર્યા હતા. ફ્રાન્સના ગ્રુપમાં સેનેગલ અને નોર્વે જેવી મજબૂત ટીમ છે. ગોર્ડન સૌથી વૃદ્ધ અને મોરા સૌથી યુવા ખેલાડી FIFA અનુસાર ટુર્નામેન્ટના સૌથી વૃદ્ધ ખેલાડી સ્કોટલેન્ડનો ગોલકીપર ક્રેગ ગોર્ડન છે, જેની ઉંમર 43 વર્ષ અને 162 દિવસ છે. સૌથી યુવા ખેલાડી મેક્સિકોનો ગિલ્બર્ટો મોરા છે, તેની ઉંમર 17 વર્ષ અને 240 દિવસ છે. બંને વચ્ચે 25 વર્ષથી વધુનો તફાવત છે. આ વર્લ્ડ કપમાં 20 વર્ષથી ઓછી ઉંમરના 22 ખેલાડીઓ ભાગ લેશે. 40 વર્ષ કે તેથી વધુ ઉંમરના 7 ખેલાડીઓ પણ મેદાન પર જોવા મળી શકે છે. વર્લ્ડ કપમાં ચાર દેશો પહેલીવાર રમશે કાબો વર્ડી (68 રેન્ક), ક્યુરાસાઓ (82 રેન્ક), જોર્ડન (66 રેન્ક), ઉઝબેકિસ્તાન (50 રેન્ક) પ્રથમ વખત વર્લ્ડ કપમાં રમશે. આ ઉપરાંત, હૈતી 1974 પછી પહેલીવાર આવ્યું છે. ઓસ્ટ્રિયા, નોર્વે અને સ્કોટલેન્ડ 1998 પછી પરત ફરી રહ્યા છે. ચેમ્પિયનને મળશે 429 કરોડ રૂપિયા વર્લ્ડ કપ 2026માં ભાગ લેનારી 48 ટીમ વચ્ચે 5,600 કરોડ રૂપિયાથી વધુ (USD 655 મિલિયન)ની ઇનામી રકમ વહેંચવામાં આવશે, જે પાછલા વર્લ્ડ કપની સરખામણીમાં 50% વધુ છે. ટુર્નામેન્ટની વિજેતા ટીમને આશરે 429 કરોડ રૂપિયા (USD 50 મિલિયન) મળશે, જ્યારે રનર-અપને લગભગ 283 કરોડ રૂપિયા (USD 33 મિલિયન)ની રકમ આપવામાં આવશે. ત્રીજા સ્થાને રહેનારી ટીમને આશરે 249 કરોડ રૂપિયા અને ચોથા સ્થાનની ટીમને લગભગ 232 કરોડ રૂપિયા મળશે. બ્રાઝિલ ઇતિહાસની સૌથી સફળ ટીમ FIFA વર્લ્ડ કપના ઇતિહાસમાં બ્રાઝિલ સૌથી સફળ ટીમ છે. બ્રાઝિલે રેકોર્ડ પાંચ વખત (1958, 1962, 1970, 1994 અને 2002) વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો. જર્મની અને ઇટાલીએ ચાર-ચાર વખત ટ્રોફી પોતાના નામે કરી. આર્જેન્ટિના ત્રણ વખત (1978, 1986 અને 2022) ચેમ્પિયન બન્યું. 1930માં થઈ હતી શરૂઆત આર્જેન્ટિનાએ જીત્યો હતો વર્લ્ડ કપ 2022 FIFA વર્લ્ડ કપ 2022નું ટાઇટલ આર્જેન્ટિનાએ જીત્યું હતું. ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવ્યું હતું. મેચમાં આર્જેન્ટિનાના કેપ્ટન મેસીએ આર્જેન્ટિના માટે સૌથી વધુ 2 ગોલ કર્યા હતા. જ્યારે ફ્રાન્સ માટે એમ્બાપ્પેએ હેટ્રિક ફટકારી હતી. ટુર્નામેન્ટ ક્યાં જોઈ શકાય છે? FIFA વર્લ્ડ કપ 2026નું પ્રસારણ ભારતમાં ઝી એન્ટરટેઈનમેન્ટના નવા લોન્ચ કરાયેલા યુનાઈટ8 સ્પોર્ટ્સ નેટવર્ક પર કરવામાં આવશે. જ્યારે, ટુર્નામેન્ટનું લાઇવ સ્ટ્રીમિંગ ઝી5 એપ અને તેની વેબસાઇટ પર ઉપલબ્ધ થશે. તમે દિવ્ય ભાસ્કર એપ પર પણ મેચના રિપોર્ટ્સ, મોમેન્ટ્સ, રેકોર્ડ્સ જોઈ શકો છો. 12 અલગ ટાઈમ ઝોનમાં મુકાબલા મેચ ભારતીય સમય અનુસાર 12 અલગ-અલગ સમયે રમાશે. 12:30 AM, 1:30 AM, 2:30 AM, 3:30 AM, 4:30 AM, 6:00 AM, 6:30 AM, 7:30 AM, 8:30 AM, 9:30 AM, 9:30 PM અને 10:30 PM.
    Click here to Read more
    Prev Article
    PM મોદીની અધ્યક્ષતામાં નીતિ આયોગની બેઠક શરૂ:કર્ણાટકના CM શિવકુમાર, તમિલનાડુના CM વિજય પ્રથમ વખત સામેલ થયા
    Next Article
    Who is Pranit More? Meet the comedian and former 'Bigg Boss 19' contestant

    Related રમતગમત Updates:

    Comments (0)

      Leave a Comment