TDPની ઐતિહાસિક જાહેરાત: 2029ની ચૂંટણીમાં મહિલાઓને મળશે 33% બેઠકો પર અનામત
2 weeks ago
Nara Lokesh Women Reservation 2029: તેલુગુ દેશમ પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ નારા લોકેશે એક મોટો રાજકીય દાવ ખેલતા જાહેરાત કરી છે કે, તેમની પાર્ટી 2029ની સામાન્ય ચૂંટણીઓમાં વિધાનસભા અને લોકસભાની 33% બેઠકો મહિલા ઉમેદવારો માટે ફાળવશે. ટીડીપીના મહાનાડુ સંમેલનમાં એક ઐતિહાસિક પ્રસ્તાવ રજૂ કરતાં લોકેશે સ્પષ્ટ કર્યું હતું કે, કેન્દ્ર સરકારનું મહિલા અનામત બિલ દેશભરમાં લાગુ થાય કે ન થાય, પણ તેમની પાર્ટી આ વચન ચોક્કસપણે પૂરું કરશે.મહતમ મહિલાઓ નેતા બનેનારા લોકેશે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકેના પોતાના પ્રથમ ભાષણમાં જણાવ્યું હતું કે, આ પ્રતિબદ્ધતા માત્ર એક ચૂંટણી નારો નથી પરંતુ ભારત અને પક્ષના ભવિષ્ય પ્રત્યેની એક જવાબદારી છે. તેમણે ઉમેર્યું કે, દેશને વધુ મહિલા ધારાસભ્યો, નેતાઓ અને નીતિ નિર્માતાઓની જરૂર છે અને ટૂંક સમયમાં જ ભારતીય રાજકારણમાં મહિલા નેતૃત્વનો નવો યુગ શરૂ થશે.
Click here to Read more


